રૂપિયામાં ઘટ્યા ભાવથી સુધારો : બ્રેક્ઝિટ કોકડું ગૂંચવાતાં પાઉન્ડમાં નરમાઈ

ઇન્ડોનેશિયન રૂપિયામાં પણ જોરદાર ઘટાડો : કોરિયા ખાડીમાં શાંતિ-સૌહાદર્નીન વાતોથી બજારોને રાહત

કરન્સી-કૉર્નર - બિરેન વકીલ


રૂપિયામાં આયાતકારો અને ઑઇલ ભ્લ્શ્ની ડૉલર-ડિમાન્ડ મહદંશે પૂરી થઈ ગઈ લાગે છે. એક તબક્કે રૂપિયો ડૉલર સામે ૬૭.૨૦ થઈ ગયો હતો પણ ઊંચા મથાળે નિકાસકારોની વેચવાલી અને અમેરિકી બૉન્ડ યીલ્ડ પણ વધ્યા ભાવથી થોડા પાછા પડતાં કરન્સી બજારોમાં ગભરાટ થોડો શમ્યો હતો. નૉર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે શાંતિવાર્તા અને કોરિયન ખાડીમાં યુદ્ધ ન કરવા અને અણુશસ્ત્રોનું જોખમ ઘટાડવા નૉર્થ કોરિયા સહમત થતાં બજારોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચેની અભૂતપૂર્વ અનૌપચારિક શિખર પરિષદમાં પણ બન્ને દેશો વચ્ચે વાતોમાં સરહદી તનાવ દૂર કરવાની અને દ્વિપક્ષી સહકારની વાતો થઈ. કોરિયન શાંતિવાર્તામાં ઉપલક નજરે બધું ખૂબ સારું લાગે છે, પણ બીટ્વિન ધ લાઇન્સ જોઈએ તો નૉર્થ કોરિયાની વાતોમાં ખંધાઈ વર્તાય છે. લાંબી વાતો ન કરીએ, પણ કથાસાર એવો છે કે કોરિયામાં ડીન્યુક્લિયરાઇઝન થાય એ માટે અણુશસ્ત્રો હટાવવાં જોઈએ. નૉર્થ કોરિયા ઍટમિક સાઇટ બંધ કરશે. જોકે આ વાતમાં એક વાત નજરઅંદાજ થઈ છે કે ડીન્યુક્લિયરાઇઝેશન માટે અમેરિકાએ સાઉથ કોરિયાને આપેલું અણુકવચ હટાવે અને નૉર્થ કોરિયાને એવું લાગે કે એ સલામત છે તો એ આવતાં ૧૦-૧૫ વર્ષ સુધીમાં પોતાનાં અણુશસ્ત્રો ત્યજે (નવાં અણુશસ્ત્રો નહીં બનાવે, પણ બની ગયાં છે એનું શું?). અમેરિકા આવી શરત માને એ વાતમાં માલ નથી અને જો માની લે તો સમજવાનું કે હવે જગત-જમાદાર જગત-સોદાગર થઈ ગયો છે.

રૂપિયાની વાત કરીએ તો રૂપિયો એક તબક્કે ઑફ શૉર બજારમાં ૬૭.૨૩ થયા પછી શુક્રવારે સુધરીને ૬૬.૬૬ બંધ રહ્યો હતો. ઇન્ટરબૅન્ક બજારમાં રૂપિયો ૬૬.૯૧ સુધી જ ગયો હતો. ટેક્નિકલી રૂપિયો ઓવરસોલ્ડ હોવાથી કરેક્શન આવ્યું છે અને આ કરેક્શનમાં રૂપિયો ૬૫.૮૭-૬૬.૧૭ સુધી સુધરી શકે છે. પાઉન્ડ અને યુરો નરમ પડ્યા છે એની નરમાઈનો થોડો લાભ રૂપિયાને પણ મળ્યો છે. સેન્સેક્સ ૩૫,૦૦૦ની સપાટી વટાવતાં અને નિફ્ટી પણ ૧૦,૭૦૦ પર આવવાથી સેન્ટિમેન્ટ થોડું સુધર્યું  છે.

યુરોપિયન બજારોમાં પાઉન્ડમાં સારોએવો ઘટાડો આવ્યો હતો. બ્રેક્ઝિટ મામલે બ્રિટન અને યુરોપ વચ્ચે ખટરાગ વધ્યો છે, પણ છૂટાછેડા થાય એમ લાગતું નથી. એક વર્ષમાં બન્નએ છૂટા પડવાનું છે. નિયમો કહે છે કે બ્રેક્ઝિટ ટ્રિગર થઈ ગયા પછી એમાં પીછેહઠ શક્ય નથી, પરંતુ વાસ્તવિક અર્થમાં બ્રેક્ઝિટ આસાન નથી. હવે વધુ ને વધુ લોકો નાવ રેફરેન્ડમની વાતો કરે છે. બ્રેક્ઝિટ એક મોટી બેવકૂફી હતી એવો ખ્યાલ ઊભરતો જાય છે. થેરેસા મે સરકારે સ્નૅપ-ઇલેક્શન યોજવું પડે અને એમાં હારવું પસંદ કરે એવી કપરી સ્થિતિ છે. પાઉન્ડ ૧.૪૩૭૦થી ઘટીને ૧.૩૯ થઈ ગયો છે. રૂપિયા સામે પણ પાઉન્ડ ૯૪.૪૨થી ઘટીને ૯૧.૭૭ થઈ ગયો છે. પાઉન્ડમાં હજી વધુ ઘટાડાને અવકાશ છે.

યુરોમાં પણ નરમાઈ છે. યુરો ૧.૨૫થી ઘટીને ૧.૨૧૫૦ થઈ ગયો છે. યુરોપમાં જૉબ-માર્કેટની પરિસ્થિતિ ઘણી સુધરી છે અને યુરોપિયન યુનિયનની ચાલુ ખાતાની પુરાંત વધી રહી છે. જર્મનીની નિકાસ વૃદ્ધિ જબ્બર છે. યુરોમાં લૉન્ગ ટર્મ ટ્રેન્ડ સારો છે. અમેરિકન બૉન્ડ યીલ્ડ વધવા માટે અમેરિકાનાં બૉન્ડની હેજિંગ-કૉસ્ટ ખૂબ વધી ગઈ છે એટલે જપાની અને ચીની રોકાણકારો હવે યુરોપિયન બૉન્ડમાં સક્રિય બન્યા છે. સ્પેન અને ઇટાલિયન બૉન્ડમાં જપાની રોકાણકારોની લેવાલી વધી છે.

એશિયામાં મલેશિયાની ચૂંટણી પર બજારની નજર છે. ૬ મેએ ચૂંટણી છે. ઇન્ડોનેશિયા પણ ચર્ચામાં છે. જકાર્તા ઇન્ડેક્સ પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા પછી હવે મંદી અટકીને લેવાલી આવવાની આશા છે. ઇન્ડોનિશિયન રૂપિયો પાછલા ત્રણ મહિનામાં ડૉલર સામે ૪.૨ ટકા તૂટ્યો છે. ભારતીય રૂપિયો એશિયામાં સૌથી નબળો રહ્યો છે અને બીજો ક્રમ ઇન્ડોનેશિયન રૂપિયાનો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK