મ્યુચ્યુઅલ ફન્ડના પ્લાન્સમાં ધ્યેયલક્ષી રોકાણનું મહત્વ સમજો

શૅરબજારની અનિશ્ચિતતાના માહોલમાં મ્યુચ્યુઅલ ફન્ડનો માર્ગ સરળ અને એકંદરે સલામત છે. આનાં કારણો અને લાભ સમજી લેવાં જોઈએ

મ્યુચ્યુઅલ ફન્ડનો ફન્ડા - જયેશ ચિતલિયા

શૅરબજારની દિશા કોઈ રીતે સ્પષ્ટ નથી. વર્તમાન સંજોગોને જોતાં આ દિશા કઈ તરફની રહેશે એ કહેવું પણ હાલમાં મુશ્કેલ છે. વધ-ઘટ અને વૉલેટિલિટી ચાલુ રહેશે. વધ-ઘટ એટલે સામાન્ય વધ-ઘટ, જ્યારે વૉલેટિલિટી એટલે તોફાની વધ-ઘટ. આવા પ્રવાહમાં તણાઈ જવાથી બચવા માટે મહત્વના બે માર્ગ છે; એક, માત્ર ને માત્ર લાંબા ગાળાનું રોકાણ કરો અને બીજો માર્ગ છે મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમ્સમાં રોકાણ કરો. અલબત્ત, એ પણ લૉન્ગ ટર્મ માટે કરો.

સ્ટૉક અને સ્કીમ સિલેક્શન


શૅરબજારમાં તમારે સ્ટૉક-સિલેક્શન યોગ્ય રીતે કરવું પડે અને મ્યુચ્યુઅલ ફન્ડમાં સ્કીમ સિલેક્શન. જો બન્ને ઘોડેસવારી રાખવી હોય તો શૅરમાં પાંચેક ãસ્ક્રપ્સ પસંદ કરો અને એને થોડી-થોડી માત્રામાં જમા કરતા જાઓ. એ જ રીતે મ્યુચ્યુઅલ ફન્ડમાં પાંચ સ્કીમ પસંદ કરો. એમાં સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અને સિસ્ટમૅટિક ટ્રાન્સફર પ્લાન (STP) પસંદ કરો. આ બન્નેમાં થોડી-થોડી રકમ જમા કરતા રહીને માર્કેટની વધ-ઘટ અને વૉલેટિલિટીનો લાભ મેળવી શકશો.

ધ્યેયલક્ષી પ્લાન પસંદ કરો

હવે સેબીના નવા નિયમ મુજબ સ્કીમ કૅટેગરીમાં વિભાજિત થઈ છે જેથી કઈ સ્કીમમાં કેટલું જોખમ અને સલામતી કે વળતર છે એની ખાતરી નહીં, અંદાજ મળી શકે છે. હવે તમામ સ્કીમ ઓપન એન્ડેડ ફન્ડ હેઠળ પાંચ કૅટેગરીમાં આવશે : ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ, સૉલ્યુશન ઓરિયેન્ટેડ અને એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ; ફન્ડ ઑફ ફન્ડ અને ઇન્ડેક્સ ફન્ડ જેવી સ્કીમ. ઍસેટ મૅનેજમેન્ટ કંપનીને એક કૅટેગરીમાં એક સ્કીમ કરવા મળશે જેથી ઓવરઑલ સ્કીમ્સની સંખ્યા ઘટશે. પરિણામે રોકાણકારો માટે સ્કીમની પસંદગી અગાઉ કરતાં સરળ બનશે. ઇન શૉર્ટ, રોકાણકારો ધ્યેયલક્ષી સ્કીમ પસંદ કરે. દાખલા તરીકે ચિલ્ડ્રન પ્લાન અને રિટાયરમેન્ટ પ્લાન. આ સ્કીમ સૉલ્યુશન ઓરિયેન્ટેડ કૅટેગરીમાં આવે છે. આવી કૅટેગરીમાં આવતી દરેક સ્કીમને હવે પાંચ વર્ષનો લૉક-ઇન પિરિયડ લાગુ થશે. આના ઉદાહરણરૂપે બાળકની સ્કીમમાં પાંચ વર્ષ પૈસા ઉપાડવા નહીં મળે અથવા બાળક પુખ્ત થાય ત્યાં સુધી, આ બેમાંથી જે વહેલું આવે એ સમયે પૈસા ઉપાડવા મળશે; જ્યારે રિટાયરમેન્ટ ફન્ડમાં પાંચ વર્ષ પૈસા ઉપાડવા નહીં મળે અથવા વ્યક્તિ નિવૃત્ત થાય એ બેમાંથી જે વહેલું થાય ત્યારે પૈસા ઉપાડવા મળશે.

લૉક-ઇન પિરિયડ

આ પ્રકારની સ્કીમમાં લૉક-ઇન પિરિયડનું મહત્વ સમજવું જરૂરી છે જે એ છે કે રોકાણકાર ચોક્કસ લક્ષ્ય કે ધ્યેય સાથે રોકાણ કરશે. આ માટે વધુ સમય આપવાની માનસિકતા પહેલેથી ધરાવશે. સરળતા પસંદ કરતા અને સ્થિર માનસિકતા ધરાવતા રોકાણકારો માટે આ બહેતર સ્કીમ ગણાય. ચંચળ ઇન્વેસ્ટરોને એ શાંત અને ધીરજવાન બનાવી શકશે. માર્કેટમાં બદલાતા મૂડ સાથે પોતાના રોકાણનિર્ણય બદલતા રોકાણકારો માટે એ રાઇટ ચૉઇસ સાબિત થશે, કારણ કે અહીં તેને ઝટપટ બદલવા મળશે નહીં. સંકુચિત માનસ ધરાવતા ઇન્વેસ્ટરો માટે પણ આવી સ્કીમ્સ આદર્શ ગણાય.

જોકે આ પ્રકારની લૉક-ઇનવાળી સ્કીમ માટે એવું પણ કહેવાય છે કે એમાં રોકાણકાર બંધાઈ જાય છે. તેની સ્કીમ સારી કામગીરી બજાવતી ન હોય તો પણ તેણે એ સ્કીમમાં બંધાઈ રહેવું પડે છે, પરંતુ અહીં એ યાદ રાખવું જરૂરી છે કે કોઈ પણ સ્કીમને સમય તો આપવો જ પડે છે. એક-બે વર્ષમાં ધાર્યું પરિણામ મળવા લાગે એ સંભવ નથી. ખરેખર તો આવી સ્કીમમાં લૉક-ઇન પિરિયડ પૂરો થાય કે નીકળી જવાની મનોવૃત્તિ પણ હોવી જોઈએ નહીં. રોકાણ વધુમાં વધુ સમય જાળવી રાખવામાં જ શાણપણ હોય છે.

બૅલૅન્સ ફન્ડ

આ ઉપરાંત આવા ધ્યેય માટે હાઇબ્રિડ ફન્ડ પણ ચાલે જેને બૅલૅન્સ ફન્ડ પણ કહેવાય છે. આમાં ઇક્વિટી અને ડેટનું સંયોજન હોય છે. અલબત્ત, યુવા અને મ્યુચ્યુઅલ ફન્ડની સમજ ધરાવતા ઇન્વેસ્ટરો માટે તો ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફન્ડ જ રાઇટ ચૉઇસ કહેવાય જે તેમને લાંબા ગાળે બહેતર વળતર આપી શકે છે. જોકે સંકુચિત રોકાણકારો આવામાં બૅલૅન્સ ફન્ડ પસંદ કરી શકે.

હવે ફરી બજારની અનિશ્ચિતતાની વાત પર આવી જઈએ તો બજાર અને મ્યુચ્યુઅલ ફન્ડ્સનું કૉમ્બિનેશન કરવું હોય તો ઇન્ડેક્સ ફન્ડ લઈ શકાય અથવા એથી પણ બહેતર એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF) પણ લઈ શકાય. આમાં તમે સ્વરચિત SIP પણ કરી શકો. દર મહિને બેથી પાંચ યુનિટ ETFના જમા કરતા જઈ શકો. સો, હવે તમારી પાસે રાજકીય અને ગ્લોબલ અનિશ્ચિતતાના સંજોગોને ધ્યાનમાં રાખીને વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. વિચારી લો કે વિવેકપૂવર્કઅ રોકાણનું આયોજન કરો. ગ્રોથ માટે થોડું જોખમ તો લેવું પડશે.

ગોલ્ડ ETFનો વિકલ્પ પણ વિચારાય

તાજેતરમાં અક્ષયતૃતીયા નિમિત્તે સોનાની ખરીદી પર બહુ જોર અપાયું, પરંતુ આ ચલણ હવેના સમયમાં ઘટતું જાય છે, જ્યારે એને સ્થાને ગોલ્ડ ETFમાં રોકાણ કરવું વધુ સુલભ, સારું અને ફ્લેક્સિબલ બન્યું છે. તમે ફિઝિકલ ગોલ્ડને બદલે ડીમૅટ ગોલ્ડ લઈ શકો જે માટે તમારે શૅરબ્રોકરનો જ સંપર્ક કરવાનો રહે છે તેમ જ શૅરની જેમ જ શૅરબજારમાં સોદો કરવાનો રહે છે. આ ફન્ડમાં એક યુનિટ પણ ખરીદી કે વેચી શકાય છે જેને માટે તમારું ડીમૅટ-અકાઉન્ટ હોવું આવશ્યક છે. શૅરનું ડીમૅટ-અકાઉન્ટ પણ ચાલે. નવું ડીમૅટ-અકાઉન્ટ ખોલાવવાની જરૂર નથી. ગ્લોબલ-જિયોપૉલિટિકલ સંજોગોને ધ્યાનમાં રાખીને અત્યારના સમયમાં થોડું રોકાણ સોનામાં પણ કરતા રહેવું સલાહભર્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK