આગામી થોડા મહિના સુધી પસંદગીના સ્ટૉક્સ લેવાની જ ભલામણ છે

નિફ્ટી ગયા સપ્તાહે ઘટ્યા બાદ સપ્તાહના અંતમાં ફરી ઊછલ્યો અને એકંદરે બાજી સરભર થઈ ગઈ એમ કહી શકાય.

બ્રોકર-કૉર્નર - અમર અંબાણી

ઇન્ડેક્સ ઊછળવાનું મુખ્ય કારણ બૅન્ક નિફ્ટીની જોરદાર આગેકૂચ હતું.

સપ્તાહની શરૂઆતમાં મિડ કૅપ સ્ટૉક્સમાં ઊથલપાથલ સર્જા‍ઈ ગઈ અને બજારમાં ગમગીની છવાઈ ગઈ, પરંતુ છેલ્લાં બે સત્રોમાં આવેલી તેજીને લીધે આખલાઓ ફરી ગેલમાં આવી ગયા.

તાજેતરના ભૂતકાળનો વિચાર કરીએ તો નિફ્ટી ૧૦,૪૧૭ના ઊંડાણ સુધી જઈ આવ્યો હતો. અગાઉ કહ્યું એમ મુખ્યત્વે મિડ કૅપમાં જ ઘસારો લાગ્યો હતો. નિફ્ટી મિડ કૅપ ૧૦૦ ઇન્ડેક્સ આશરે ૯ ટકા ઘટી ગયો હતો. છેલ્લે બે સત્રોમાં ફરી ચમત્કારિક રીતે બજાર ઊગરી ગયું.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના વધી રહેલા ભાવ, રૂપિયાનું ઘટી રહેલું મૂલ્ય અને વધતી જતી રાજકીય અનિશ્ચિતતા અને પેચીદા ભૂ-રાજકીય વાતાવરણને લીધે બન્ને મુખ્ય ઇન્ડેક્સ ઘટવા લાગ્યા હતા. વિશ્વનાં બે સૌથી મોટાં અર્થતંત્રો અમેરિકા અને ચીનના ઘર્ષણને લીધે બજારના સહભાગીઓ પણ સાવચેત થઈ ગયા હતા.

આવામાં બૅન્ક નિફ્ટી તમામ પ્રતિકૂળતાઓ હોવા છતાં વધી ગયો અને બેન્ચમાર્ક ઇન્ડેક્સની બાજી પલટી નાખી. બૅન્કિંગ ક્ષેત્રમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અગ્રેસર હતો. હાલમાં આ બૅન્કની મોટી ખોટના સમાચાર આવવા છતાં સ્ટૉક વધ્યો એનું કારણ એ હતું કે એની કામગીરી વિશે બજારે પહેલેથી ધારણા બાંધી રાખી હતી અને એ મુજબ જ થયું.

ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વૉર્ટરમાં ઑટો-કંપનીઓની આવક પણ વધી છે, કારણ કે લગભગ તમામ શ્રેણીનાં વાહનોનું વેચાણ વધ્યું છે. આમ છતાં કૉમોડિટીના વધી રહેલા ભાવને જોતાં એના કુલ માર્જિન પર અવળી અસર થઈ છે.

આગામી દિવસોમાં ઑટો-કંપનીઓનું વૉલ્યુમ સતત વધતું રહેવાની ધારણા છે. કામકાજી નફો વધવાને લીધે કૉમોડિટીના ભાવની વૃદ્ધિની અસર ધોવાઈ જશે. આમ એકંદરે માર્જિન સ્થિર રહેવાનો અંદાજ છે.

દરમ્યાન, મેટલ સ્ટૉક્સે પણ પોતાની મજબૂતી દેખાડી છે. વૉલ્યુમ વધવાને પગલે જોરદાર આવક થઈ છે. ખર્ચ વધ્યા છે, પરંતુ ધારણા કરતાં ઓછા છે. એને લીધે મોટા ભાગની કંપનીઓનાં માર્જિન વધ્યાં છે.

મિડ કૅપ અને સ્મૉલ કૅપનો પરપોટો મોટા ભાગે ફૂટી ગયો છે છતાં એમાં એક્સપોઝર ઓછું રાખવાની સલાહ છે, કારણ કે હજી પણ કરેક્શન આવી શકે છે. એ વાત ખરી કે મોટી ઉપાધિ હવે દૂર થઈ ગઈ છે. ક્રૂડના ભાવની વૃદ્ધિ અને રૂપિયાનો ઘસારો એવાં પરિબળો એની સ્થિતિને વધુ બગાડી શકે છે.

આટલું કહ્યા પછી જણાવવું રહ્યું કે બજારમાં કોઈ પણ ફેરફાર તાત્પૂરતો બની રહેશે. કહેવાની જરૂર ખરી કે આસપાસ બધેથી ખરાબ સમાચારો આવી રહ્યા હોય અને ભાવ ઓછા હોય એવા જ સમયે સ્ટૉક્સની ખરીદી કરવાની હોય છે?

ગયા અઠવાડિયે બજારમાં મોટો ઘટાડો આવ્યો એને લીધે ઘણા સ્ટૉક્સ ખરીદવાલાયક બની ગયા છે. આગામી થોડા મહિનાઓ સુધી પસંદગીના સ્ટૉક્સ લેવાની જ ભલામણ છે.

(લેખક ઇન્ડિયા ઇન્ફોલાઇન લિમિટેડના રિસર્ચ હેડ છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK