શું મ્યુચ્યુઅલ ફન્ડમાં તમારા રોકાણનો ઓવરડોઝ થઈ ગયો છે? તો શું કરવું એ મ્યુચ્યુઅલ ફન્ડ પાસેથી જ શીખો

તમારી પાસે મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણનો ઓવરડોઝ થઈ ગયો છે?

મ્યુચ્યુઅલ ફન્ડનો ફન્ડા - જયેશ ચિતલિયા


શૅરબજારમાં રોકાણ કરવામાં વધુ જોખમ લાગે છે? સોના અને રિયલ એસ્ટેટમાં રોકાણ માટે મન માનતું નથી? ખેર, જોખમ તો બધે જ છે. હવે તમે મ્યુચ્યુઅલ ફન્ડ અને શૅરબજાર વચ્ચેનો નવો માર્ગ કાઢો, જેમાં તમે પોતે શૅરોમાં તમારી પોતાના SIP કરો, કઈ રીતે? ચાલો જોઈએ.

મ્યુચ્યુઅલ ફન્ડ, મ્યુચ્યુઅલ ફન્ડ અને મ્યુચ્યુઅલ ફન્ડ. હવે તો મ્યુચ્યુઅલ ફન્ડની વિવિધ યોજનામાં મારું ઘણું રોકાણ થઈ ચૂક્યું છે. લગભગ દરેક મ્યુચ્યુઅલ ફન્ડમાં અને વિવિધ યોજનાઓમાં રોકાણ કરીને ઑલરેડી મારું એક્સપોઝર ખૂબ વધી ગયું છે. આમ તો ચિંતાની વાત નથી, પણ હવે એકના એક માર્ગમાં કેટલું રોકાણ કરું? હજી મારું મન સોનામાં રોકાણ માટે બહુ માનતું નથી કે રિયલ એસ્ટેટમાં પણ નહીં. તો હવે શું કરું? નાણાં બૅન્કોમાં પડ્યાં રહેશે તો ખાસ કોઈ કમાણી કે આવક થશે નહીં, ક્યાંક તો રોકાણ કરવું જોઈશેને? શૅરોમાં રોકાણ કરવામાં મને કાયમ વધુપડતું જોખમ લાગે છે અને એની ચાલ પર વિશ્વાસ પણ બેસતો નથી. સાલું ક્યારેક કર્ણાટક ને ક્યારેક ક્રૂડને કારણે ધોવાઈ જાય તો વળી ગ્લોબલ સમસ્યા તો કાયમ માથે ઊભી જ હોય. આવું વિચારનારાઓની સંખ્યા આપણી ધારણા કરતાં ઘણી મોટી છે યા હશે. આજે આવા વર્ગ સાથે વાત કરીએ.

પહેલી વાત, તમે જોખમ તો મ્યુચ્યુઅલ ફન્ડમાં પણ લીધું જ છે. હા, તુલનાત્મક રીતે ઓછું ગણાય, શૅરોમાં વધુ હોય, પણ જો શૅરોમાં તમે મ્યુચ્યુઅલ ફન્ડની જેમ સિસ્ટમૅટિક રોકાણ કરો તો એમાં પણ જોખમ ઓછું થઈ શકે અને વળતર સંભવત: મ્યુચ્યુઅલ ફન્ડ કરતાં ઘણું સારું પણ મળી શકે. હા, પણ લાંબા ગાળા માટે કરવું જરૂરી છે. યસ દોસ્તો, મ્યુચ્યુઅલ ફન્ડના સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ની જેમ તમે શૅરોમાં SIP કરી શકો. કઈ રીતે જોઈએ.

ધારો કે તમે દર મહિને પાંચ અથવા દસ હજાર રૂપિયા રોકાણ માટે નક્કી કર્યા છે અથવા દર થોડા સમયાંતરે પણ નક્કી કર્યા છે તો એ રૂપિયામાંથી દર મહિને કે દર સમયાંતરે ચોક્કસ શૅરો જમા કરતા જાઓ, ખાસ કરીને જે દિવસે માર્કેટ મોટું ઘટે ત્યારે અથવા પછી સતત ઘટે ત્યારે. જેથી તમે નિયમિત આમ કરશો એટલે તમારા શૅરની ઍવરેજ બહેતર બનતી જશે. અને હા, તમારી શૅર ખરીદવાની ક્વૉન્ટિટી માર્યદિત હોવાથી જોખમ પણ લિમિટેડ રહેશે.

શૅરોનું સિલેક્શન

માની લઈએ કે રોકાણકારને કઈ સ્ક્રિપ્સ લેવી એની પૂરતી સમજ નથી, આવા સંજોગોમાં રોકાણકારે સેન્સેક્સ કે નિફટી જેવા બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં રહેલા શૅરોમાંથી જ પસંદગી કરવી જોઈએ. ઉદાહરણ તરીકે સેન્સેક્સ અને નિફ્ટીમાંથી શૅરો સિલેક્ટ કરી શકાય. ધારો કે ઇન્વેસ્ટરનું બજેટ મહિને દસ હજાર રૂપિયાનું છે, તો એ ચારથી પાંચ સ્ક્રિપ્સમાં આ રકમ વહેંચી શકે, જેમાં તે બે શૅર લાર્સનના, બે HDFC બૅન્ક, તાતા સ્ટીલ પાંચ શૅર લે, વગેરે. (આ નામ માત્ર દાખલા પૂરતા છે.) અહીં એ નોંધવું જરૂરી છે કે બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં સમાવેશ ધરાવતી સ્ક્રિપ્સ મોટે ભાગે ફન્ડામેન્ટલ્સની દૃષ્ટિએ મજબૂત હોય છે. એમ છતાં રોકાણકારે આ રોકાણની દર છ મહિને કે વરસે સમીક્ષા કરતાં રહેવું જોઈએ. આ કન્સેપ્ટમાં ટીપે-ટીપે સરોવર ભરાયની ફિલસૂફી આવી જાય છે. આ સાથે જોખમની માત્રા પણ મર્યાદિત રહે છે. યાદ રહે, અમુક જ શૅરોની સતત નિયમિત ખરીદી કરતાં રહેવાનું છે, દર વખતે જુદા-જુદા નહીં. આમ કરતી વખતે એક જ સેક્ટરના શૅરો જ જમા થતા ન રહે એની પણ કાળજી લેવાની રહે છે.

SIP આવા પણ હોય

મ્યુચ્યુઅલ ફન્ડના SIPથી હવે મોટા ભાગના રોકાણકારો જાણકાર બન્યા છે. છેલ્લાં અમુક વરસથી આ પ્લાનમાં રોકાણ કરનારાઓની સંખ્યા સતત વધતી રહી છે, પરંતુ શૅરોમાં પણ SIP થઈ શકે એ વાત કે સમજ હજી રોકાણકારોમાં વ્યાપક નથી બની, કારણ કે આવી કોઈ સ્પેસિફિક યોજના નથી હોતી. આનો વિચાર ઉપર જણાવ્યું એમ રોકાણકારે પોતે જ કરવાનો રહે છે અને અમલ પણ પોતે જ કરવાનો હોય છે. આવા રોકાણકારો પાસે એકસાથે મોટી રકમ રોકાણ માટે ન હોય ત્યારે તેઓ મૂંઝાય છે કે આટલી નાની રકમ સાથે શૅરબજારમાં સીધું રોકાણ કઈ રીતે કરવું? એથી જ નાની રકમ સાથે શિસ્તબદ્ધ નિયમિત રોકાણ કરીને શૅર SIP કરવાનો માર્ગ અપનાવવા જેવો છે.

વૉલેટિલિટીનો વૅલ્યુએબલ ઉપાય

તાજેતરના સમયમાં જોઈ રહ્યા છીએ કે માર્કેટ સતત વૉલેટાઇલ રહ્યા કરે છે, ક્યારેક નાની તો ક્યારેક મોટી વધ-ઘટ બજારમાં થયા કરે છે. આમ જે શૅરનો ભાવ વધી ગયો હોય એ શૅરનો ભાવ થોડા દિવસમાં ઘટી જાય છે, વળી એ જ શૅરનો ભાવ પાછો વધી જાય છે. આ વધ-ઘટનો લાભ જેમ મ્યુચ્યુઅલ ફન્ડના ફન્ડ-મૅનેજરો પોતાના SIP માટે લે છે એમ રોકાણકારો સેલ્ફ-મેડ સ્ટૉક SIP માટે લઈ શકે. એટલે કે દર મહિને મ્યુચ્યુઅલ ફન્ડના SIPની જેમ પોતે દર મહિને ચોક્કસ રકમના અમુક નિયત કરેલા શૅરોની ખરીદી કરતા રહે તો એ સ્ટૉક SIP થઈ જાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK