ટ્રમ્પ ઇમ્પીચમેન્ટ અને જૅક્સન હોલ ચર્ચાના ચકડોળે : ડૉલરમાં થાક ખાતી તેજી

ભારતીય શૅરબજારોમાં ફાટફાટ તેજી, પણ રૂપિયો હતોત્સાહ : કૉમોડિટી અને ઇમર્જિંગ ફૉરેક્સમાં સુધારો

કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

આખરે આર્થિક પંડિતોને અમેરિકાની ભાવિ નાણાનીતિ અંગે ઠોસ સંકેત મળ્યા. શુક્રવારે જૅક્સન હોલ વ્યોમિંગ ખાતે ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલ અને અમેરિકાના તમામ ફેડ ગવર્નર એકઠા થયા હતા. દર વખતની જેમ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક (ECB)ના વડા ડ્રાફી કે બૅન્ક ઑફ જપાનમાંથી ગવર્નર કુરુડા નહોતા આવ્યા. ECBનો એક પણ મેમ્બર નહોતો આવ્યો એ કૌતૂક કહેવાય.

જેરોમ પૉવેલ ફેડ વ્યાજદરમાં ધીમા વધારા ચાલુ રાખશે. ટેક્નૉલૉજીને સથવારે નવી ઇકૉનૉમી ફુગાવાને કાબૂમાં રાખી શકશે. ફુગાવો ચિંતાનું કારણ નથી. ઉત્પાદકતા વધી રહી છે. તેજીનો ચાબુક મારતાં સોનું, મેટલ, યુરો અને યુઆન વધ્યાં હતાં. ડૉલર ઘટ્યો હતો.

આખા સપ્તાહ દરમ્યાન ચર્ચામાં તો ડોનલ્ડ ટ્રમ્પ જ રહ્યા. તેમની કાનૂની મુસીબતો વધતી જાય છે. તેમના ભૂતપૂર્વ અંગત વકીલ માઇક કોહેન બૅન્કફ્રોડ, ટ્રમ્પ સાથે તથાકથિત સંબંધ ધરાવતી પૉર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલને ૧.૬૦ લાખ ડૉલરનું અવૈદ્ય પેમેન્ટ કરવાના મામલે મુસીબતમાં છે. ટ્રમ્પના ભૂતપૂર્વ કૅમ્પેન મૅનેજર પોલ માનાપોર્ટે ઇલેક્શન-ફન્ડનાં નાણાં અન્યત્ર ઉડાવી માર્યાનું કબૂલી લીધું છે. ધીરે-ધીરે નોબત ટ્રમ્પના ઇમ્પીચમેન્ટ તરફ જાય તો નવાઈ નહીં. ટ્રમ્પે પણ પોતાની હતાશા છતી કરતાં કહી નાખ્યું છે કે મને ઇમ્પીચ કરશો તો શૅરબજાર તૂટી જશે. અમેરિકા જેવી મહાસત્તા અને પાકટ લોકશાહીનું શૅરબજાર ટ્રમ્પ જેવા રાજકારણીનું ઓશિયાળું હોય એ જ કેવી બેઢંગી વાત છે. નિક્સન ઇમ્પીચમેન્ટ વખતે બજારો તૂટ્યાં હતાં અને ટ્રમ્પ ઇમ્પીચમેન્ટ થાય તો પણ તૂટશે, પરંતુ એનું મૂળ કારણ ઇક્વિટીમાં બબલ કન્ડિશન અને મૅક્રોઇકૉનૉમિક હશે, નહીં કે એકલદોકલ રાજકીય કારણ.

યુરો ઝોનમાં ઇટલીની તકલીફો અવગણી યુરોમાં રિલીફ-રૅલી આવી છે. યુરો ૧.૧૩૦૦થી સુધરીને ૧.૧૬૬૦ થયો છે. યુરોની હાલની રેન્જ ૧.૧૪૮૦-૧.૧૭૨૦ છે. પાઉન્ડ ૧.૨૭૬૦થી સુધરીને ૧.૨૯૨૧ થઈ ગયો છે. રેન્જ ૧.૨૬-૧.૩૦ છે. યેનમાં નરમાઈ હતી. યેન ૧૧૧.૧૭ હતો.

ઇમર્જિંગ બજારોમાં યુઆન ૬.૯૫થી સુધરીને ૬.૮૦ થયો હતો. ચીને ખાતરી આપી છે કે ટ્રેડ-વૉરમાં એ યુઆનનો કરન્સી ટૂલ તરીકે ઉપયોગ નહીં કરે (કરશે એમ સમજવું). બ્રાઝિલ રિયાલમાં અને દક્ષિણ આફ્રિકન રેન્ડમાં રાજકીય અસ્થિરતા અને આર્થિક ડામાડોળને કારણે નરમાઈ વધી હતી. વેનેઝુએલામાં ફુગાવાએ માઝા મૂકી છે. વેનેઝુએલાએ ૯૫ ટકા ડીવૅલ્યુએશન કર્યું હતું. વર્ષે ફુગાવો ૧.૦૮ લાખ ટકાના દરે વધે છે. વેનેઝુએલા તબાહ થઈ ગયું છે. ટર્કી લીરા થોડો સ્ટેબલ થયો છે. ગભરાટ શમ્યો છે.

કૉમોડિટીઝમાં સુધારો છે. કૉપર, ક્રૂડ, ઝિન્ક સહિત બેઝ મેટલ સુધર્યા હતા. સોનામાં જબ્બર ઉછાળો આવ્યો હતો. સોનું ૧૧૬૦ ડૉલરના બૉટમથી ઊછળીને ૧૨૦૭ ડૉલર થઈ ગયું હતું. સાઉદીએ ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) હાલપૂરતો મુલતવી રાખ્યો છે.

ઘરઆંગણે શૅરબજારમાં તેજી ફાટફાટ થાય છે. સેન્સેક્સ અને નિફ્ટી રોજ નવા વિક્રમ સ્થાપે છે, પણ મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅરોમાં જોઈએ એવી ઝમક નથી. લાર્જ કૅપ શૅરો, ખાસ તો ઇન્ડેક્સ હેવીવેઇટ શૅરો જ વધે છે. કરન્સીમાં મંદી અને શૅરબજારમાં ફાટફાટ તેજી - આ વિરોધાભાસ બહુ જામતો નથી. રૂપિયામાં હાલપૂરતું બૉટમ બની ગયું છે. બજાર સાંકડી રેન્જમાં રહેવાની ધારણા છે. જોકે લાંબા ગાળે ૭૧-૭૩ તરફ ઝોક રહેવાની સંભાવના વધુ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK