વૃદ્ધિતરફી બજારમાં ટૂંકા ગાળે કરેક્શન શક્ય

નિફ્ટીમાં ૧૦,૩૦૦થી ૧૦,૬૦૦ સુધીના ઉછાળાને લીધે આખલો ફરી તેજીમાં આવ્યો છે.

ડેરિવેટિવ્ઝ ટ્રૅકર - ચિરાગ બાવીશી

છેલ્લા થોડા દિવસોમાં વૃદ્ધિને આગળ વધારવામાં આવી છે અને હવે ૧૦,૩૦૦ની સપાટી મહત્વનો સપોર્ટ બની ગઈ છે. ગઈ કાલે લગભગ બધા જ ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે ૧૦,૬૦૦ કૉલ અને ૧૦,૩૦૦ પુટમાં સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ છે. આમ આ બન્ને સ્તર અગત્યનાં બની ગયાં છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો હજી વેચવાલી કરી રહ્યા છે. કૅશ માર્કેટમાં તેમનું ગઈ કાલનું નેટ વેચાણ ૪૮૬ કરોડ રૂપિયાનું હતું. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૧૫૧૪ કરોડ રૂપિયાની ખરીદી કરતાં બજાર ઊંચકાયું હતું.

ઇન્ડિયા વૉલેટિલિટી ઇન્ડેક્સ આશરે એક ટકો ઘટીને ૧૪.૮૩ની સપાટીએ બંધ રહ્યો હતો. એ હવે વધીને ૧૬.૧૦ થઈ શકે છે.

HDFC બૅન્ક અને HDFC એ બન્ને સ્ટૉક્સ ખરીદવા જેવા છે. નેસ્લે અને IDBI બૅન્ક ઓવરબૉટ સ્થિતિમાં હોવાથી કરેક્શન શક્ય છે.

બજારની ચાલનો લાભ લેવા ઇચ્છુક ટ્રેડરોએ હાલના સ્તરે પ્રૉફિટ-બુકિંગ કરીને ૧૦,૪૮૦ની અસપાસ નવી ખરીદી કરવી. માર્કેટ વધવાતરફી છે અને ચાર્ટ મુજબ ટૂંકા ગાળામાં કરેક્શન સંભવિત છે.

(લેખક સેટકો કૅપિટલ માર્કેટ્સ લિમિટેડના રિસર્ચ હેડ અને ટેક્નિકલ ઍનલિસ્ટ છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK