આવો, મ્યુચ્યુઅલ ફન્ડના ડાઇવર્સિફિકેશનને જાણીએ

મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓ ડાઇવર્સિફિકેશનના લાભ પર ખાસ ભાર મૂકીને વાત કરતી હોય છે. આ ડાઇવર્સિફિકેશન કેવી રીતે ફાયદાકારક થાય છે એના વિશે આપણે આજે વાત કરીએ.

મ્યુચ્યુઅલ ફન્ડનો ફન્ડા - અમિત ત્રિવેદી

આપણે કોઈ પણ રોકાણ કરવા માગતા હોઈએ ત્યારે એના વિશે ઘણો અભ્યાસ અને વિશ્લેષણ કરવાં પડે છે. આટલું કર્યા પછી પણ પોતાનું જજમેન્ટ ખોટું પડવાનું જોખમ હોય છે. જજમેન્ટ ખોટું પડવાના જોખમ સામે રક્ષણ ઉપલબ્ધ છે. આ રક્ષણનું નામ છે ડાઇવર્સિફિકેશન.

અલગ-અલગ ઉદ્યોગોની અલગ-અલગ કંપનીઓમાં રોકાણ કરવું. આ કામ પણ સારી કંપનીઓ શોધી લીધા બાદ કરવાનું હોય છે. આ રીતે રોકાણ કરવાથી આપણો નિર્ણય ખોટો સાબિત થવાની શક્યતા ઘટી જાય છે. રોકાણનો સંપૂર્ણ પોર્ટફોલિયો નકામો નીવડે એવું જોખમ ઓછું થઈ જાય છે. શક્ય છે કે અમુક હિસ્સો નિરાશાજનક હોય.

હકીકતમાં જોવા મળ્યું છે કે યોગ્ય રીતે ડાઇવર્સિફાઇડ કરવામાં આવેલા પોર્ટફોલિયોમાં આપણને બજાર વધતું હોય એનો સારા એવા પ્રમાણમાં લાભ મળે છે અને ઘટતું હોય એવા વખતે નુકસાનની સામે સારા એવા પ્રમાણમાં રક્ષણ મળે છે.

ડાઇવર્સિફિકેશનમાં પણ કોઈ જોખમ ખરું?

ડાઇવર્સિફિકેશન કર્યું હોય એ પોર્ટફોલિયો આખેઆખો ખરાબ નીવડે એવી શક્યતા નથી હોતી. આને કારણે પોર્ટફોલિયોના જે હિસ્સામાં ખોટ થઈ હોય એ ખોટ નફાકારક હિસ્સાને કારણે પુરાઈ જાય છે. પોતાનો સંપૂર્ણ પોર્ટફોલિયો ફાયદો કરાવનારો હોય એવું ઇચ્છતા લોકોને આ સ્થિતિ કદાચ ન ગમે, પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર તો કરવો જ રહ્યો.

ડાઇવર્સિફિકેશન કરતી વખતે કઈ કાળજી લેવી?

આખા પોર્ટફોલિયોની તુલના એના એક હિસ્સા સાથે કરીએ તો કદાચ એ હિસ્સો પૂરતો ફાયદો કરાવતો નથી એવું જણાય. હકીકતમાં આવી તુલના કરવાનું જ અયોગ્ય કહેવાય. આપણે શરૂઆતમાં કહ્યું એમ ડાઇવર્સિફિકેશનનો હેતુ અણધાર્યા અને નકારાત્મક પરિણામથી બચવાનો છે. એનો અર્થ એવો થયો કે જો પોર્ટફોલિયોના કોઈક હિસ્સામાં નબળી કામગીરી ન થઈ હોય તો શક્ય છે કે એ પોર્ટફોલિયો સંતુલિત કે ડાઇવર્સિફાઇડ ન હોય. તમારા પોર્ટફોલિયોના તમામ હિસ્સા એક સ્થિતિમાં વધી રહ્યા હોય તો દેખીતી વાત છે કે એનાથી વિપરીત સ્થિતિમાં એ જ હિસ્સા ઘટવા માંડશે. આમ આખેઆખો પોર્ટફોલિયો નુકસાનકારક બની જશે. આથી જ કહેવાનું કે આખો પોર્ટફોલિયો વધતો હોય એનો અર્થ મોટા ભાગે એ જ થયો કે એ ડાઇવર્સિફાઇડ નથી.

ડાઇવર્સિફિકેશન એટલે આપણે અલગ-અલગ ઍસેટ ક્લાસમાં, અલગ-અલગ ભૌગોલિક પ્રદેશોમાં, અલગ-અલગ ઉદ્યોગોમાં અને અલગ-અલગ કંપનીઓમાં કરેલું રોકાણ. આવો પોર્ટફોલિયો રોકાણકારને સાવ ખાડામાં નહીં ઉતારે. અમુક હિસ્સાની કામગીરી નબળી હોય એ સ્વાભાવિક છે. એથી ડાઇવર્સિફિકેશન કરનારે આ પરિબળને ધ્યાનમાં રાખીને જ કામ લેવાનું હોય છે.

(લેખક કર્મયોગ નૉલેજ ઍકૅડેમીના સ્થાપક છે. તેમણે અહીં પોતાનાં અંગત મંતવ્યો રજૂ કર્યાં છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy