નિફ્ટી હવે ૯૭૫૦ની સપાટી સુધી ઘટી શકે છે

છેલ્લા બે મહિનાથી શૅરબજારમાં ચાલી રહેલી નબળાઈ વધી છે.

ડેરિવેટિવ્ઝ ટ્રૅકર - ચિરાગ બાવીશી


ગઈ કાલે નિફ્ટી ૧૦,૦૦૦ના આંકની નીચે ચાલ્યો ગયો હતો. અમેરિકન સરકારે ચીનથી થતી આયાત પર ડ્યુટી લાગુ કરતાં વેપારયુદ્ધ શરૂ થયું છે. આ ઉપરાંત ભારતમાં બૅન્કિંગ કૌભાંડ થયાં છે અને રાજકીય અનિશ્ચિતતા છે. વેપારયુદ્ધની સ્થિતિને લીધે ફક્ત ભારતમાં જ નહીં, વૈશ્વિક સ્તરે બજાર ઘટટ્યાં હતાં. ડાઉ જૉન્સ અને હૅન્ગસેંગમાં ત્રણથી પાંચ ટકાનો ઘટાડો થયો હતો.

હવે માર્ચની ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સની એક્સપાયરી ઘણી ચંચળ બની જશે અને નિફ્ટી હવે ૯૭૫૦ની સપાટી સુધી ઘટી શકે છે.

ગઈ કાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ કૅશ માર્કેટમાં ૧૬૧ કરોડની ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ ૪૦૯ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી.

ટ્રેડરો ગૅસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા અને તાતા કન્સલ્ટન્સીમાં નવી ખરીદી કરી શકે છે. નૅશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન અને તાતા કેમિકલ્સમાં શૉર્ટ કરી શકાય છે.

વધનારા-ઘટનારા શૅરનો ગુણોત્તર હજી માર્કેટમાં નિરાશા હોવાનું દર્શાવે છે. ટ્રેડરો ઇન્ડેક્સમાં શૉર્ટિંગ કરવા માટે બજાર ઊંચે જવાની રાહ જુએ.

(લેખક સેટકો કૅપિટલ માર્કેટ્સ લિમિટેડના રિસર્ચ હેડ અને ટેક્નિકલ ઍનલિસ્ટ છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK