ટ્રમ્પ પર ચોમેરથી પડતી પસ્તાળ: ઇમ્પીચમેન્ટની સંભાવના વધી

નરમ રૂપિયો : મજબૂત ડૉલર સામે ટ્રમ્પની નારાજગીથી તેજીને બ્રેક

કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

ડોનલ્ડ ટ્રમ્પે રશિયન પ્રમુખ પુતિન સાથે હેલસિંકીમાં કરેલી સંયુક્ત પત્રકાર-પરિષદ પછી ટ્રમ્પ પર ચોમેરથી પસ્તાળ પડી રહી છે. વૉશિંગ્ટન શર્મસાર છે. ક્રેમલિનમાં હરખની હેલી છે, વાઇટ હાઉસ ધૂળલીંપણ કરે છે અને યુરોપ હતપ્રભ છે. ૨૦૧૬ની અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાનો હસ્તક્ષેપ નહોતો એમ કહીને અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓના મૉરલ પર વાર કરવા સાથે ટ્રમ્પે અમેરિકી મતદારને પણ છેહ દીધો છે. હેલસિંકી સમિટનો પુતિને આબાદ લાભ ઉઠાવ્યો છે. રશિયા ખાતેના ભૂતપૂર્વ અમેરિકી રાજદૂત માઇક મૅક્હોલેને તપાસ માટે રશિયાને સોંપી દેવાની માગણી દોહરાવી છે અને સાથોસાથ જ્ગ્ત્ના વડા રૉબર્ટ મુલરને મૉસ્કો આવી જાતતપાસ કરી લેવાની તૈયારી બતાવી છે. એક વર્ષ પહેલાં ટ્રમ્પનું ઇમ્પીચમેન્ટ અસંભવ લાગતું હતું, પણ હવે અસંભવ નથી લાગતું.

બજારોની વાત કરીએ તો વીતેલા સપ્તાહમાં ટ્રમ્પ, ટૅરિફ અને પુતિન સમાચારોમાં ટૉપ હેડલાઇન કૅચર હતા. ચીન સાથેની ટૅરિફ-વૉરને અંતિમ સ્વરૂપ આપવાના ભાગરૂપે ટ્રમ્પે અમેરિકાથી થતી આયાતો પરની જકાત ૫૦૦ અબજ ડૉલર સુધી લઈ જવાની વાત કરી છે. અત્યારે અંદાજે ૨૦૦ અબજ ડૉલરની ટૅરિફ છે અને અંદાજે ૧૦૦૦ વસ્તુઓ પર આ ટૅરિફ લાગુ થાય છે.

વ્યવહારુ અર્થમાં આટલી ટૅરિફ ક્યારેય અમલી બની શકે એમ નથી. સોયબીન અને કૉટન જેવી એગ્રિકૉમોડિટી પર વધારાની જકાત લાદવામાં આવી એનાથી પણ અમેરિકાને કોઈ મોટું નુકસાન દેખાતું નથી. અમેરિકાથી સોયબીન બ્રાઝિલ જશે અને ત્યાંથી પુન: નિકાસ થઈને ચીન આવશે. અત્યાર સુધીનો ઇતિહાસ એમ કહે છે કે તેમણે જ્યાં-જ્યાં મોરચા ખોલ્યા છે ત્યાં-ત્યાં પીછેહઠ કરી છે. કોરિયાને નેસ્તનાબૂદ કરવાની ધમકી આપ્યા પછી કિમ સાથે ભોજન-સમારંભ, રશિયા પર મે મહિનામાં પ્રતિબંધ અને જુલાઈમાં ભોજન-સમારંભ, હવે ચીન ટૅરિફ-વૉરમાં પણ કદાચ આવું જ થશે. ઑક્ટોબરની ચૂંટણી પહેલાં ઘીના ઠામમાં ઘી પડી જશે.

રૂપિયાની વાત કરીએ તો એક તબક્કે ૬૯.૧૨ની વિક્રમી નીચી સપાટીએ ગયા પછી ડૉલર ઇન્ડેક્સ થોડો ઘટતાં રૂપિયો ૬૮.૮૨ બંધ રહ્યો હતો. રૂપિયામાં આવેલો તાજેતરનો સુધારો તકલાદી નીવડ્યો છે. ટેક્નિકલી રૂપિયામાં ટ્રેડિંગ-રેન્જ ૬૭.૮૫-૬૯.૩૦ છે. જો ડૉલર-રૂપિયો ૬૯.૩૦ ઉપર ટકી જશે તો ડૉલરમાં ઝડપી તેજી આવીને ૭૦.૧૫-૭૦.૫૦-૭૧.૩૦ સુધીની સંભાવના નકારાય નહીં. જ્યારે પણ વીકલી બંધ ૬૮.૭૩ નીચે આવશે ત્યારે વચગાળાનું કરેક્શન શરૂ થશે.

વિશ્વબજારોની વાત કરીએ તો ડૉલરની તેજીમાં કામચલાઉ વિરામ આવ્યો છે. ઘરઆંગણે ચોમેર ઘેરાયેલા ટ્રમ્પે ફેડને સપાટામાં લીધી હતી. ફેડ વ્યાજદર વધારે છે એટલે ડૉલર મજબૂત થાય છે અને અમારું કર્યું ધોવાઈ જાય છે. ફેડ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વતંત્ર કામ કરી રહી છે. બે દાયકા પછી પહેલી વાર ફેડની કામગીરીમાં રાજકીય હસ્તક્ષેપ આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK