નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૦,૪૮૦ અને નીચામાં ૧૦,૩૦૦ મહત્વની સપાટીઓ

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર સોમવારે ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (FII)ની વેચવાલી થકી ૭૪.૮૦ પૉઇન્ટના ઘટાડે ૧૦૩૭૮.૫૫ બંધ રહ્યું તેમ જ મંગળવારે પણ ઉછાળે વેચવાલી જળવાતાં ૩૪.૮૦ પૉઇન્ટના ઘટાડે ૧૦૩૪૩.૭૫ બંધ રહ્યું.ચાર્ટ-મસાલા - અશોક ત્રિવેદી

બુધવારે ઉપરમાં ૧૦૪૦૯.૮૫ તેમ જ નીચામાં ૧૦૩૪૧.૪૦ રહીને ૪૫.૨૫ પૉઇન્ટના સુધારે ૧૦૩૮૯ બંધ રહ્યું તેમ જ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) ઇન્ડેક્સ સોમવારે ૨૩૬.૧૦ પૉઇન્ટના ઘટાડે ૩૩૭૭૭૪.૬૬ બંધ રહ્યો. મંગળવારે ૭૧.૦૭ પૉઇન્ટના ઘટાડે ૩૩૭૦૩.૫૯ બંધ રહ્યો તેમ જ બુધવારે ઉપરમાં ૩૩૯૧૧.૩૬ તેમ જ નીચામાં ૩૩૭૦૨.૫૦ રહીને ૧૪૧.૨૭ પૉઇન્ટના સુધારે ૩૩૮૪૪.૮૬ બંધ રહ્યો. ઉપરમાં ૩૪૦૨૦ ઉપર ૩૪૨૬૫, ૩૪૫૧૦, ૩૪૫૮૦, ૩૪૬૬૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૩૪૮૨ નીચે ૩૩૨૯૦, ૩૩૦૦૦ સપોર્ટ ગણાય. ‘મિત્રોં, છોટે મોદી બૅન્કિંગ ઘોટાલે કા પૈસા વાપસ આના ચાહિએ કિ નહીં આના ચાહિએ? બોલબચ્ચન, ગપ્પીદાસ બડે મોદીજી કોઈ પરિણામલક્ષી પગલાં લઈ શકવાની દાનત અને હિંમત ધરાવે છે ખરા?’

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (૧૦૫૭.૨૦) :
૯૯૬.૬૦ના બૉટમથી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૭૦ ઉપર ૧૦૭૮ કુદાવે તો ૧૦૮૬, ૧૦૯૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૦૩૭ નીચે ૧૦૨૪ સપોર્ટ ગણાય.

યસ બૅન્ક (૩૧૨.૩૫) :
૩૬૭.૨૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મથ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૨૦, ૩૨૫, ૩૩૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૯૫ તૂટશે તો લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી થશે.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૪૯૧૬) :
૨૭૬૬૧ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૧૫૫, ૨૫૩૦૨, ૨૫૩૭૫, ૨૫૫૯૦, ૨૫૭૪૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪૮૧૧ નીચે ૨૪૬૮૫, ૨૪૪૫૫, ૨૪૨૨૫, ૨૪૦૦૦ સપોર્ટ ગણાય.         

નિફ્ટી ફ્યુચર (૧૦૩૮૯)

૧૧૧૮૫.૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને  અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૪૨૫, ૧૦૪૮૦, ૧૦૫૧૫ , ૧૦૫૫૦, ૧૦૬૪૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૦૩૦૦ નીચે ૧૦૨૬૫, ૧૦૧૯૦, ૧૦૧૨૫ સપોર્ટ ગણાય. નવી લેવાલીનો કોઈ સંકેત નથી.

ટાઇટન (૮૨૨.૯૦)

૭૫૨.૭૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૩૪ અને ૮૪૬ ઉપર ૮૫૭ કુદાવે તો ૮૬૮, ૮૮૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૨૨ નીચે ૮૧૦, ૭૯૯ સપોર્ટ ગણાય.

ર્ફોટિસ હેલ્થકૅર (૧૫૫.૫૦)

૧૦૭.૦૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૭ ઉપર ૧૬૦ કુદાવે તો ૧૭૧, ૧૭૬, ૧૮૦ પ્રતિકારક સપાટી ગણાય.  નીચામાં ૧૩૫ નીચે ૧૩૧.૫૦ સપોર્ટ ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK