GST એટલે શૅરબજાર માટે (G) ગભરાટ, (S) સાવચેતી અને (T) તનાવ જેવી સ્થિતિ

આગળ વધવા વિશે સાવચેતીનાં કદમ વિચારી રહ્યું છે, કારણ કે GSTનો અમલ શરૂઆતમાં આકરાં યા અઘરાં પરિણામ લાવશે એવી આશંકા છે. એવા સમયે રોકાણકારો માટે સ્ટૉક્સ સ્પેસિફિક અભિગમ જ સલાહભર્યો રહેશે.

Arun Jaitley

શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

શૅરબજારની ચાલ ધીમી પડી ગઈ છે. બજાર વધે છે તો નફો બુક થઈ જાય છે, ઘટે છે તો થોડી ખરીદી આવી જાય છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સે પણ નફો બુક કર્યો હોવાનું જણાય છે અથવા એના રોકાણકારોએ નફો બુક કર્યો હોવો જોઈએ, કારણ કે મે મહિનામાં એમાં નાણાંનો આઉટફ્લો વધ્યો હોવાનું નોંધાયું હતું. બજારની ચાલ આમ ધીમી કેમ પડી ગઈ? એનો જવાબ એ હોઈ શકે કે હવે બજારની નજર એકમાત્ર GSTના અમલ પર મંડાઈ  છે. અત્યારના વાતાવરણમાં તો GSTનો G એટલે કે ગભરાટ, S એટલે સાવચેતી અને T એટલે તનાવ બની ગયા છે, કારણ કે GSTના અમલ સામે છેલ્લા દિવસો સુધી પડકાર ઊભા છે, કારણ કે કન્ફ્યુઝન ઊભાં છે, વિરોધ ઊભા છે, મતભેદો છે. GST લંબાઈ જવાની શક્યતા વધવા લાગી છે. ચિંતાની વાત એ છે કે GSTનો અમલ શરૂઆતમાં એવો ભયંકર ધબડકો બનવાની દહેશત છે કે સરકારના માથે માછલાં ધોવાઈ શકે, કારણ કે આ નિષ્ફળતા વેપાર-ઉદ્યોગ માટે બહુ મોટી આફત બની શકે છે. શરૂઆતમાં વેપાર-ઉદ્યોગને મંદ યા અસ્તવ્યસ્ત કરી શકે છે. GSTના પગલે મોંઘવારી ઘટશે એ વાત બાજુએ રહી, એના અમલમાં ગરબડ કે ક્ષતિઓ કે મોટાં બાકોરાં રહી ગયાં તો સરકારને જ GST મોંઘું પડી શકે છે. વાસ્તે, શૅરબજારમાં શાણાઓ અત્યારે સાવચેતી સાથે આગળ વધવાની નીતિ અપનાવે એમ બની શકે છે.

રેટ-કટની આશા વધી


ગયા સપ્તાહમાં રીટેલ અને હોલસેલ ફુગાવાનો દર નીચે આવ્યો હોવાની જાહેરાત થતાં રેટ-કટની આશા વધુ નક્કર બની છે. જોકે હજી GSTની અસર જોયા વિના રિઝર્વ બૅન્ક રેટ-કટ માટે આગળ વધશે નહીં એવું લાગે છે, પરંતુ આવી આશા ક્યાંક તેજીનું પરિબળ બની શકે. બીજી બાજુ અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ફરી એક વાર પચીસ બેઝિસ પૉઇન્ટનો વધારો કર્યો છે. જોકે હવે ભારતીય શૅરબજારને વિદેશી રોકાણકારોની વેચવાલીનો ભય પહેલાં કરતાં ઓછો લાગે છે. આ વેચવાલી આવે તોય એની સામે સ્થાનિક સંસ્થાઓની લેવાલી આવી જાય છે. બજારના ખેલાડીઓ માને છે કે હવે ૩૧,૦૦૦ની ઉપર લેવલ બનીને ટકી રહ્યું છે તો બૉટમ પણ આની આસપાસ જ રહેશે. અસાધારણ સંજોગોમાં માર્કેટ તૂટે તો એ અપવાદ હશે જે બે G પર આધાર રાખે છે. એક GSTનો G અને બીજો ગ્લોબલ પરિબળનો G.

આ સમયની રોકાણ તક

આગામી દિવસોમાં રોકાણકારો માટે રોકાણ તક તરીકે ઘણા IPO આવી રહ્યા છે. તાજેતરમાં આવી ગયેલા IPOમાં મહદંશે રોકાણકારો કમાયા હોવાનું જોવા મYયું છે. બીજી બાજુ હવેના સમયમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણપ્રવાહ ચાલુ રહેવાથી આ ફન્ડ્સનો માર્કેટતરફી પ્રવાહ પણ જોરમાં રહ્યો છે. એ ઉપરાંત જાહેર ક્ષેત્રનાં સાહસોના શૅરોની ઑફર પણ આવવાની શક્યતા તેમ જ જાહેર ક્ષેત્રની બૅન્કોના શૅરોની ઑફર પણ સંભવ છે. આમ સેકન્ડરી માર્કેટ નહીં તો કમસે કમ નવી ઑફરો મારફત પણ રોકાણની તકો ચાલુ રહેશે. આ જૂનમાં જ આશરે ૫૩૦૦ કરોડ રૂપિયા IPO માર્ગે ઊભા થશે.

વિદેશી રોકાણનો માર્ગ સરળ બનશે

ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો માટેનાં પ્રવેશધોરણો સેબી વધુ સરળ બનાવી સત્તાવાર નાણાપ્રવાહ બજારમાં વધે એવી વ્યવસ્થાને વધુ પ્રોત્સાહન આપી રહી છે, જ્યારે કે P-નોટ્સ જેવા કંઈક અંશે શંકાસ્પદ સાધનો મારફત રોકાણ આવવા પર અંકુશ વધે એવાં પગલાં લેવાઈ રહ્યાં છે. સરકાર ટૂંક સમયમાં નવી ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી લાવી રહી છે જે બદલાયેલા સંજોગોમાં મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા પ્રકલ્પોને સહાયરૂપ બને એવું ધ્યેય આ પૉલિસીમાં રહેશે.

બૅન્કોની બૅડ લોન્સ સમસ્યા-ઉપાય

બૅન્કોની બૅડ લોન્સનો વિષય ગંભીર સમસ્યા બનીને સામે આવી ગયો છે અને આ વખતે સરકાર તેમ જ રિઝર્વ બૅન્ક વધુ સખત અને ગંભીર બન્યાં હોવાનું પણ પ્રતીત થાય છે જે મુજબ રિઝર્વ બૅન્કનાં પગલાં આવી રહ્યાં છે અને નવા કાનૂન હેઠળ લેવાઈ રહેલી ઍક્શનને ધ્યાનમાં રાખતાં બૅન્કોની સમસ્યાના ઉકેલના નક્કર ઉપાય થઈ રહ્યા હોવાનું જણાય છે. આ બાબત બૅન્કોની પીડા વધારશે તેમ જ પછીથી એને પીડામાંથી મુક્ત પણ કરશે. આમાંથી કેટલીક બૅન્કોના શૅરોને પણ રોકાણની તક બનાવી શકાય. રિઝર્વ બૅન્કના નાદારી ધારા હેઠળનાં પગલાં બૅન્કોની રિકવરીને મજબૂત બનાવે એવી આશા છે. બાકી નબળી બૅન્કોને મજબૂત બૅન્કો સાથે ભેળવી દેવાનો વિચાર પણ આખરે તો સમસ્યામાંથી માર્ગ કાઢવાનો જ પ્રયાસ હશે.   

બજારની ચાલ, સિલેક્ટિવ બનો

બજારની ચાલ અત્યારની ચાલની જેમ હાલકડોલક જેવી રહેતી હોય ત્યારે અથવા કોઈ દિશા ન દેખાય ત્યારે સિલેક્ટેડ સ્ટૉક્સ લઈને જમા કરતા જવું સારું રહેશે. બજારની વીતેલા દિવસોની વધ-ઘટ જોશો તો દમ વિનાની જણાય છે. ન કોઈ ઉમંગ, ન કોઈ તરંગ. બજાર લિટરલી થાક ખાઈ રહ્યું હોય એવું લાગે. માર્કેટની ભાષામાં એને કન્સોલિડેશન પણ કહી શકાય. હવે એને જે પણ ગતિ મળશે એ ગ્લોબલ પરિબળોના આધારે અને GSTના અમલને પગલે બની શકે. જ્યારે અત્યારે આ સ્થિતિની ધારણા કઠિન છે. ઇન શૉર્ટ, થોભો અને રાહ જુઓ અથવા સિલેક્ટિવ બનીને આગળ વધો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy