માર્કેટની ચાલમાં અનિશ્ચિતતા, પરંતુ મ્યુચ્યુઅલ ફન્ડનો રોકાણપ્રવાહ નિશ્ચિત

શૅરબજાર ઉછાળા મારે છે અને કડાકા પણ બતાવે છે. બજાર આમ સતત અનિશ્ચિતતા દર્શાવે છે ત્યારે મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઘટતા બજારનો લાભ ઉઠાવે છે.

મ્યુચ્યુઅલ ફન્ડનો ફન્ડા - જયેશ ચિતલિયા

શૅરબજારની ચાલની અનિશ્ચિતતા વચ્ચે અત્યારે નાના રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફન્ડ્સનો માર્ગ જાળવી રાખવો બહેતર છે. આ માર્ગમાં વધારો કરવામાં પણ સાર છે, પરંતુ આ માટે સમય આપવો અનિવાર્ય છે. આ સત્યને ધ્યાનમાં રાખીને મ્યુચ્યુઅલ ફન્ડની કેટલીક તાજી વાતો જોઈએ-સમજીએ.

ક્લોઝ એન્ડેડ ફન્ડ


શૅરબજારની ચાલ અત્યારના સમયમાં તો વૉલેટાઇલ રહેવાની તેમ જ ગ્લોબલ લેવલે સતત અનિશ્ચિતતા ચાલવાની ધારણા વચ્ચે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં મૂંઝવણો ટોળામાં આવી છે. જોકે આવા અનિશ્ચિત સમયમાં પણ મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં ક્લોઝ એન્ડેડ ફન્ડની બોલબાલા શરૂ થઈ હોવાના સંકેત જોવા મળે છે. ૨૦૧૭થી ૪૭ ક્લોઝ એન્ડેડ સ્કીમ્સ લૉન્ચ થઈ છે જેમણે ૧૭૫ અબજ રૂપિયા ઊભા કર્યા છે. આ રકમ ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬ના કમ્બાઇન કલેક્શન કરતાં પણ વધુ છે. એટલું જ નહીં, આ વરસે અત્યાર સુધીમાં ૧૧ ક્લોઝ એન્ડેડ ફન્ડ આવ્યાં છે. રોકાણકારોનો ક્લોઝ એન્ડેડ ફન્ડ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો હોવાનું પ્રતીત થાય છે. ક્લોઝ એન્ડેડ ફન્ડમાં નિયત સમયે સ્કીમ રિડીમ થાય છે અને એ સમયે જે નેટ ઍસેટ વૅલ્યુ હોય (ઊંચી કે નીચી) એ સ્વીકારી લેવી પડે છે, જ્યારે ઓપન એન્ડેડ ફન્ડમાં રોકાણકાર નીચી નેટ ઍસેટ વૅલ્યુમાં પોતાનું રોકાણ ચાલુ રાખી શકે છે અને ઊંચી હોય એ વખતે ઉપાડી પણ લઈ શકે છે. જોકે ક્લોઝ એન્ડેડ સ્કીમમાં આ તક મળતી નથી.

ઓપન એન્ડેડ સ્કીમ બહેતર

જોકે ક્લોઝ એન્ડેડ સ્કીમ જે વળતર આપી શકે છે સંભવત: એનાથી વધુ વળતર ઓપન એન્ડેડ સ્કીમ આપી શકે છે. એમ છતાં ક્લોઝ એન્ડેડ સ્કીમ માટે એજન્ટોને જે ઊંચું કમિશન અપાય છે એને કારણે આ સ્કીમ વધુ વેચાઈ રહી છે. કહેવાય છે કે એજન્ટોને સમગ્ર લૉક ઇન પિરિયડ માટે પહેલાં જ એકસાથે કમિશન આપી દેવામાં આવે છે. અલબત્ત, ક્લોઝ એન્ડેડ સ્કીમ અમુક અંશે જોખમી પણ ગણાય. એમ છતાં રોકાણકારોએ આવી સ્કીમમાં જવું જ હોય તો એની થીમ અને પોતાના લક્ષ્યને આધારે પસંદગી કરવી જોઈએ.

બૅન્ક-સ્ટૉક્સમાંથી બાકાત ફન્ડ્સ


તાજેતરમાં બૅન્ક-કૌભાંડના પરિણામે જાહેર ક્ષેત્રની બૅન્કોના શૅરોના ભાવોની દશા જોઈને વિચારાય તો મ્યુચ્યુઅલ ફન્ડ્સના પોર્ટફોલિયોમાં પણ જાહેર ક્ષેત્રની બૅન્કોનો મોટો હિસ્સો રહેતો હોય છે. જોકે અમુક મ્યુચ્યુઅલ ફન્ડ્સ આમાંથી બાકાત રહી ગયાં છે. આ બૅન્કોના શૅરોની કામગીરી આમ પણ નબળી રહેતી હતી, જ્યારે તાજેતરના ફ્રૉડની અસર બાદ એમાં ભારે ધોવાણ થયું છે. એમ છતાં ચારેક ફન્ડ્સ એવાં રહ્યાં છે જેમણે ભ્લ્શ્ બૅન્કોને છેલ્લા એક વરસથી પોતાના પોર્ટફોલિયોથી દૂર રાખી હતી. UTI ઇક્વિટી ફન્ડ, યુનિયન ઇક્વિટી ફન્ડ, ટેમ્પલટન ઇન્ડિયા ગ્રોથ ફન્ડ અને ઇન્વેસ્કો ઇન્ડિયા બિઝનેસ લીડર્સ ફન્ડ આવાં ફન્ડ્સમાં સામેલ છે જેમણે ફેબ્રુઆરી-૨૦૧૭થી જાન્યુઆરી-૨૦૧૮ સુધીમાં જાહેર ક્ષેત્રની બૅન્કોના શૅરમાં રોકાણ કર્યું નથી.

પોર્ટફોલિયોમાં ફેરફાર


તાજેતરમાં મલ્ટિકૅપ ફન્ડના ફન્ડ-મૅનેજરો બજારના સંજોગોને ધ્યાનમાં રાખીને તેમના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં લાગી ગયા છે જેનું કારણ વળતરના દર છે. આ મલ્ટિકૅપ ફન્ડ્સના વળતરે છેલ્લાં પાંચ વરસમાં માર્કેટના વળતરને પણ માાત કર્યું છે, પરંતુ હવે એના રીશફલ-પરિવર્તનનો સમય આવ્યો ગણાય છે.

રોકાણપ્રવાહ ચાલુ

જાન્યુઆરી સુધી મ્યુચ્યુઅલ ફન્ડ્સને સતત રોકાણપ્રવાહ મળી રહ્યો હતો જે એકધારાં ત્રણેક વરસથી વધી રહ્યો હતો, જ્યારે બજેટ બાદ મ્યુચ્યુઅલ ફન્ડને મળતા નાણાપ્રવાહને અસર જોવા મળી છે. એને પરિણામે ફેબ્રુઆરીમાં ઉદ્યોગની ઍસેટ અન્ડર-મૅનેજમેન્ટમાં ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. જોકે મહત્વની અને નોંધપાત્ર બાબત એ છે કે ફેબ્રુઆરીમાં ઇક્વિટી ફન્ડમાં રોકાણનો પ્રવાહ અકબંધ રહ્યો છે, અર્થાત શૅરબજાર સતત ઘટી રહ્યું હોવા છતાં રોકાણકારોએ ફન્ડ્સની ઇક્વિટી સ્કીમ્સમાં અને SIPમાં રોકાણપ્રવાહ વહેવા દીધો હતો. ફેબ્રુઆરીમાં ઇક્વિટી અને એ સંબંધિત સ્કીમ્સમાં ૨૧,૨૯૪ કરોડ રૂપિયા આવ્યા હતા, જેની સામે જાન્યુઆરીમાં ૨૩,૦૫૫ કરોડ રૂપિયા આવ્યા હતા. આમ રોકાણમાં બહુ મોટો ફરક ગણાય નહીં.

ઇક્વિટી ફન્ડ્સનું આકર્ષણ

ફેબ્રુઆરીમાં માર્કેટ નોંધપાત્ર ઘટ્યું હોવા છતાં ઇક્વિટી સ્કીમ્સમાં નાણાપ્રવાહ આવતો રહ્યો હોવાનું જણાવતાં ઉદ્યોગનાં અગ્રણી સાધનો કહે છે, ‘આ જોતાં એમ માની શકાય કે રોકાણકારોએ ઇક્વિટી સ્કીમમાં ડિવિડન્ડ પર લાદવામાં આવેલા ટૅક્સની પણ ચિંતા કરી નથી. આ મહિનામાં ૧૬ લાખ નવા પોર્ટફોલિયો ખૂલ્યા હતા, જેને પરિણામે કુલ ફોલિયોની સંખ્યા ૬.૯૯ કરોડ થઈ ગઈ હતી. વાસ્તવમાં લાંબા સમય બાદ આવેલા આ પ્રથમ કરેક્શનમાં રોકાણકારોએ નીચા ભાવોનો લાભ લેવા વધુ રોકાણ કર્યું હતું અને એ જ રીતે મ્યુચ્યુઅલ ફન્ડ્સે પણ માર્કેટમાં રોકાણપ્રવાહ ચાલુ રાખ્યો હતો. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઘણા હાઈ નેટવર્થ ઇન્વેસ્ટરોએ વેચાણ કરીને નફો લઈ લીધો હતો. જોકે એની સામે અનેક ઇન્વેસ્ટરોએ લાંબા ગાળાના વિઝન સાથે SIPમાં રોકાણ વધાર્યું પણ હતું. આમ અત્યારે તો માર્કેટની અનિશ્ચિતતામાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ તરફ રોકાણકારોનો પ્રવાહ વધે એવી આશા વધુ છે અને એમાં સાર પણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK