ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યુટી વધી, તેલીબિયાંની પ્રોડક્ટિવિટી વધારવા પર ધ્યાન જરૂરી

દેશ અત્યારે ખાદ્ય તેલોમાં ૭૦ ટકા ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ હોવાથી રાતોરાત ઇમ્પોર્ટ નહીં ઘટે, લાંબા ગાળે ફાયદો થશે : તેલીબિયાંની પ્રોડક્ટિવિટી જ્યાં સુધી નહીં વધે ત્યાં સુધી ખેડૂતોની ઇન્કમ વધારવાનું લક્ષ્ય સિદ્ધ નહીં થાય

કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા


નરેન્દ્ર મોદી સરકારે તેલ-તેલીબિયાં ઇન્ડસ્ટ્રીઝની લાંબા સમયથી પૉઝિટિવ રજૂઆતને સાંભળીને ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ધીમે-ધીમે વધારો કરીને ઇમ્પોર્ટ ડિપેન્ડન્સી ઘટાડવાની દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે જે ખરેખર પ્રશંસનીય પગલું છે. નરેન્દ્ર મોદી સરકારે જ્યારથી સત્તાનાં સૂત્રો સંભાYયાં ત્યારથી દેશનાં વિવિધ તેલ-તેલીબિયાં અસોસિએશન દ્વારા ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની રજૂઆત થતી હતી, પણ આ તમામ રજૂઆતો બહેરા કાને અથડાઈને પાછી ફરી રહી હતી. નરેન્દ્ર મોદી સરકારના ઍિગ્રકલ્ચર મિનિસ્ટર રાધા મોહન સિંહ, ફૂડ ઍન્ડ કન્ઝ્યુમર્સ મિનિસ્ટર રામવિલાસ પાસવાન અને એ વખતનાં કૉમર્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન, આ ત્રણેય મિનિસ્ટરોમાં પ્રોફેશનલ સમજનો અભાવ હોવાથી કોઈ રજૂઆતને ગંભીરતાથી લેવામાં નહોતી આવી. નવાઈની વાત એ છે કે આ ત્રણેય મિનિસ્ટરો કે તેમના મંત્રાલયના બ્યુરોક્રેટે ખાદ્ય તેલોની વધી રહેલી ડિપેન્ડન્સીને ગંભીરતાથી સમજવાની કોશિશ કરવાની દરકાર સુદ્ધાં નહોતી લીધી. લાંબા સમયથી આ રજૂઆત ટલ્લે ચડી રહી હતી અને દર વર્ષે ભારતની ખાદ્ય તેલોની ઇમ્પોર્ટમાં ૧૦ લાખ ટનનો વધારો થઈ રહ્યો હતો. ખાદ્ય તેલોની ઇમ્પોર્ટનું બિલ વધીને વાર્ષિક ૭૦ હજાર કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું. દેશની ખાદ્ય તેલોની ૨૨૦ લાખ ટનની વાર્ષિક જરૂરિયાત સામે ખાદ્ય તેલોની વાર્ષિક ઇમ્પોર્ટ ૧૫૫ લાખ ટને પહોંચી ચૂકી હતી.

તેલ-તેલીબિયાં ઇન્ડસ્ટ્રીઝની વારંવારની રજૂઆતને અવગણવાને કારણે ૨૦૧૭માં સોયબીન, રાયડો અને મગફળી ઉગાડતા ખેડૂતોને ખુલ્લી બજારમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) જેટલા ભાવ મળ્યા નહીં. નરેન્દ્ર મોદી સરકારની પૉલિસી સામે ખેડૂતોનો રોષ આખા દેશમાં અગનજ્વાળાની જેમ ફેલાઈ ચૂક્યો હતો. મહારાષ્ટ્ર ગવર્નમેન્ટના કમિશન ઑફ ઍિગ્રકલ્ચર ઍન્ડ પ્રાઇસના ચૅરમૅન પાશા પટેલને તેલ-તેલીબિયાં ઇન્ડસ્ટ્રીઝે ખાદ્ય તેલોની વધી રહેલી ઇમ્પોર્ટ અને એને કારણે ખેડૂતો અને ઇન્ડસ્ટ્રીઝને થઈ રહેલા નુકસાનની આખી રજૂઆત કરી હતી. પાશા પટેલે નીતિન ગડકરીને વાત કરતાં તેમણે તમામ ઇન્ડસ્ટ્રીઝના આગેવાનોને દિલ્હી રજૂઆત માટે બોલાવ્યા અને આખો પ્રશ્ન સમજીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરતાં પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO) હરકતમાં આવી. નીતિન ગડકરી, કૉમર્સ મિનિસ્ટર સુરેશ પ્રભુ અને PMOની દરમ્યાનગીરીથી ઑગસ્ટથી અત્યાર સુધીમાં ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યુટીમાં પાંચ વખત વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં ૧૪મી જૂને સોયતેલ, રાયડાતેલ અને સનફ્લાવર ઑઇલની ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો હતો. એ અગાઉ માર્ચના આરંભમાં માત્ર પામતેલની ડ્યુટી જ વધી હતી. હવે તમામ રીફાઇન્ડ ખાદ્ય તેલોની ડ્યુટી ૫૦થી ૬૦ ટકા અને ક્રૂડ ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યુટી ૪૦થી ૫૦ ટકા આસપાસ સેટ થઈ છે.

તેલ-તેલીબિયાં ઇન્ડસ્ટ્રીઝની માગણી છે કે ક્રૂડ અને રીફાઇન્ડ ખાદ્ય તેલોની ડ્યુટી વચ્ચે ૧૫થી ૨૦ ટકાનો ફરક હોવો જોઈએ કે જેથી દેશની સૉલ્વન્ટ ઇન્ડસ્ટ્રીઝ ધમધમતી થાય અને એના દ્વારા દેશમાં રોજગારી વધે. અત્યારે દેશની સૉલ્વન્ટ ઇન્ડસ્ટ્રીઝ એની ક્ષમતાની ૪૦ ટકા જ ચાલી રહી છે.

ઇન્ડસ્ટ્રીનાં મંતવ્યો

ખરીફ સીઝનની વાવેતર સીઝન જ્યારે નજીક છે ત્યારે સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થતાં આવનારા દિવસોમાં ખેડૂતો પાસે બહુ જ સારો સંદેશો જશે અને એની અસરે આ વર્ષે તેલીબિયાંનું ખાસ કરીને સોયબીનના વાવેતરમાં મોટો વધારો થાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. વળી સોયબીન ઉગાડતાં મુખ્ય રાજ્યો મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કપાસ ઉગાડતા ખેડૂતોને ગત વર્ષે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કઠોળના ખેડૂતોને આજે પણ પ્લ્ભ્થી નીચા ભાવ મળી રહ્યા હોવાથી કપાસ અને કઠોળના ખેડૂતો સોયબીન તરફ વળશે. આમ બેવડા ફાયદાથી સોયબીનના વાવેતરમાં મોટો વધારો થશે. ખાદ્ય તેલોની લોકલ માર્કેટનો વિચાર કરીએ તો સનફ્લાવર ઑઇલ અને કનોલા ઑઇલની ઇમ્પોર્ટ ડ્યુટી વધતાં આ બન્નેની ઇમ્પોર્ટમાં આવનારા મહિનામાં ઘટાડો થશે અને વિદેશમાં પામતેલ અને સોયતેલ સસ્તું થતું જતું હોવાથી કદાચ આ બન્નેની ઇમ્પોર્ટ હાલના લેવલથી થોડી વધશે. ઇન્ટરનૅશનલ માર્કેટમાં ભારતે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી એની અસરે પામતેલ અને સોયતેલમાં વધુ મંદી થવાની ધારણા છે. વળી અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધની પણ અસર સોયબીન અને સોયતેલની માર્કેટ પર પડશે અને ભાવ ઘટશે.

અતુલ ચતુર્વેદી, પ્રેસિડન્ટ સૉલ્વન્ટ એક્સ્ટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા

ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યુટીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી હવે ખાદ્ય તેલ ઇન્ડસ્ટ્રીઝ અને તેલીબિયાં ઉગાડતા ખેડૂતોને ધીમે-ધીમે ફાયદો મળવાનો શરૂ થશે. ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યુટી વધતાં રાતોરાત ડિપેન્ડન્સી ઘટી જાય એવું નહીં બને, પણ છેલ્લાં પાંચ વર્ષમાં દર વર્ષે ૧૦ લાખ ટન ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ વધતી હતી એ ધીમે-ધીમે ઘટતી જશે. છેલ્લાં ચાર વર્ષમાં ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ૧૧૦ લાખ ટનથી વધીને ૧૫૦ લાખ ટન પર પહોંચી હતી એ હવે દર વર્ષે બેથી અઢી લાખ ટન જ વધશે અને આવતાં ચાર-પાંચ વર્ષમાં ખાદ્ય તેલોની ઇમ્પોર્ટમાં ૧૦થી ૧૨ લાખ ટનનો વધારો થશે જે છેલ્લાં ચાર વર્ષમાં ૪૦ લાખ ટન વધી હતી. ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યુટી જે રીતે વધી રહી છે એ જોતાં સરકારનો ઇરાદો સ્પક્ટ થયો છે. ઇમ્પોર્ટ ડ્યુટી વધતાં ખાદ્ય તેલોનું ડોમેસ્ટિક પ્રોડક્શન વધશે અને ખેડૂતોને MSP કરતાં ઊંચા ભાવ ખુલ્લા બજારમાં મળવા લાગશે. ઇમ્પોર્ટ ડ્યુટીના વધારા સાથે પ્રોડક્ટિવિટી વધશે તો જ લાંબા ગાળે ભારત તેલ-તેલીબિયાંના ઉત્પાદનમાં સેલ્ફ-સફિશ્યન્સ બનશે. તેલ-તેલીબિયાં ઇન્ડસ્ટ્રીઝે પ્રોડક્ટિવિટી વધારવા પ્રયત્ïનો શરૂ કર્યા છે. સરકાર તરફથી આવી પહેલ થઈ રહી છે, પણ હજી સુધી કોઈ ઠોસ કદમ ઉઠાવવામાં નથી આવ્યાં.

સંદીપ બજોરિયા-પ્રેસિડન્ટ, ઑલ ઇન્ડિયા કૉટન સીડ્સ ક્રશર અસોસિએશન

ગત બજેટમાં પામતેલની ઇમ્પોર્ટ ડ્યુટી વધ્યા બાદ સોયતેલ, સનફ્લાવર તેલ અને રાયડાતેલની ડ્યુટી ન વધતાં એક અસમાનતા ઊભી થઈ હતી. આ અસમાનતા દૂર કરવા સોપા (સોયાબીન પ્રોસેસર્સ અસોસિએશન દ્વારા ગત ચાર મહિનામાં સતત રજૂઆતો થઈ હતી. હવે સરકારે સોયતેલ, સનફ્લાવરતેલ અને રાયડાતેલની ડ્યુટી વધારતાં તમામ ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ ડ્યુટીમાં સમાનતા આવી છે. સરકારના આ નિર્ણયથી દેશના તેલીબિયાં ઉગાડતા ખેડૂતોને ઘણો જ ફાયદો થશે અને ખરીફ સીઝનમાં તેલીબિયાંના વાવેતરમાં વધારો થશે એવી ધારણા છે.

ડેવિશ જૈન-પ્રેસિડન્ટ, સોયબીન પ્રોસેસર્સ અસોસિએશન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK