વર્તમાન સંજોગોમાં મુખ્યત્વે લાર્જ કૅપમાં જ રોકાણ વધારવું

ગયા અઠવાડિયે દેશના શૅરબજારના મુખ્ય ઇન્ડેક્સમાં ઉછાળો આવતાં નિફ્ટી ગયા જાન્યુઆરી બાદ પહેલી વાર ૧૧,૦૦૦ના આંકને પાર કરી ગયો હતો.

બ્રોકર-કૉર્નર - અમર અંબાણી


છેલ્લા સાત મહિનામાં એટલા બધા સમાચારો આવતા રહ્યા કે બજારમાં ઘણી ચંચળતા રહી. એમાં રૂપિયાના મૂલ્યનો ઘસારો, ક્રૂડ ઑઇલના ભાવની વૃદ્ધિ, અમેરિકાના ૧૦ વર્ષીય બૉન્ડની ઊપજમાં વધારો, લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સનું લાગુ પડવું, વેપારયુદ્ધની આશંકાનો સમાવેશ થાય છે.

આ બધાં પરિબળોને લીધે શૅરબજારમાં ધમાલ ન કહેવાય, પણ મૂંઝવણ જરૂર ફેલાઈ ગઈ. ઇન્ડેક્સના સ્ટૉક્સમાં હવે જોર આવ્યું હોવાથી ફેબ્રુઆરી અને માર્ચની તકલીફો હવે જાણે ભુલાઈ ગઈ છે.

તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ, ઇન્ડસઇન્ડ બૅન્ક એ બન્નેનાં મજબૂત પરિણામોને લીધે ક્વૉર્ટરલી પરિણામોની સીઝનનો શુભારંભ થયો કહેવાય. શુક્રવારે ઇન્ફોસિસનું પણ પરિણામ સારું જ આવ્યું છે. કંપનીએ એકની સામે એક બોનસ-શૅરની જાહેરાત કરી છે. હિન્દુસ્તાન યુનિલીવર, કોટક બૅન્ક, બજાજ ઑટો અને વિપ્રોનાં પરિણામો આ સપ્તાહે આવવાનાં છે.

રૂપિયાના મૂલ્યનો સવાલ છે ત્યાં સુધી મને લાગે છે કે નવાં ઊભરતાં અર્થતંત્રોનાં ચલણની સામે ડૉલરનું મૂલ્ય વધ્યું એને લીધે રૂપિયાને આંચ લાગી. જોકે ફુગાવાને ધ્યાનમાં લીધા બાદના મૂલ્યની તુલનાએ રૂપિયાનું મૂલ્ય વધારે જ હતું. રિઝર્વ બૅન્કની ગણતરી કહે છે કે ભારતીય રૂપિયાનું મૂલ્ય હજી રિયલ ઇફેક્ટિવ

એક્સચેન્જ-રેટના આધારે ૩૬ ચલણોની સામે આશરે ૧૫ ટકા વધારે છે. મને લાગે છે કે અમેરિકાના સૉવરિન બૉન્ડની ઊપજ વધવાને પગલે તથા ક્રૂડ ઑઇલના ભાવની વૃદ્ધિને કારણે સર્જા‍યેલી સમસ્યાને આપણી માર્કેટે મહદૃ અંશે પચાવી લીધી છે. રિઝર્વ બૅન્કે રૂપિયાને પડતો રોકવા માટે પગલાં ભરવાની જરૂર વર્તાય છે. 

ક્રૂડના ભાવ સ્થિર થઈ રહ્યા હોવાથી કરન્ટ અકાઉન્ટની ખાધ હળવી થવાની શક્યતા છે. વેનેઝુએલામાં ઘટી રહેલા ઉત્પાદન અને ઈરાનથી થતા પુરવઠા પર આવેલાં નિયંત્રણોને કારણે સાઉદી અરેબિયા અને રશિયાએ ઉત્પાદન વધારવાનો ઇરાદો જાહેર કર્યો છે. ઉપરાંત, ભારતનું વિદેશી હૂંડિયામણ આવતા ૧૧ મહિના સુધીની આયાત માટે પૂરતું થઈ રહેશે. અગાઉ, નાણાકીય વર્ષ ૨૦૧૨-’૧૩માં હતી એના કરતાં આ વખતે સારી સ્થિતિ છે.

અમેરિકામાં ઊપજ સ્થિર થઈ ગઈ હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદર નહીં વધારે એવું જણાય છે. અનેક રિસર્ચમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકાની કેન્દ્રીય બૅન્ક હાલતુરત વ્યાજદર વધારવાનું વલણ નહીં અપનાવે.

હું ઇક્વિટી માટે હજી પણ આશાવાદી છું, કારણ કે એક વખત ડૉલર સ્થિર થઈ જશે પછી નવાં ઊભરતાં અર્થતંત્રોમાં પ્રવાહિતા પાછી આવશે. વર્તમાન સંજોગોમાં લાર્જ કૅપમાં રોકાણ વધારવું, મિડ કૅપથી દૂર રહેવું. વધુપડતી ચંચળતા મિડ કૅપ અને સ્મૉલ કૅપ સ્ટૉક્સને ભારે પડી શકે છે. જો કોઈ મિડ કૅપ લેવાનું વિચારતું હોય તો એમાં પસંદગી કરતી વખતે ઘણી જ સાવચેતી રાખવી. જે કંપનીઓની આવક ઘણી જ સારી હોય એના પર પસંદગીનો કળશ ઢોળવો.

(લેખક ઇન્ડિયા ઇન્ફોલાઇન લિમિટેડના રિસર્ચ હેડ છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK