ટૅરિફ-વૉરને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર મંદીના ઓછાયા

રૂપિયામાં અટકતી મંદી : અમેરિકી ટ્રેઝરીમાં યીલ્ડ કર્વ ફ્લૅટનિંગ અને ડૉલરની તેજીથી ઇમર્જિંગ બજારો પર તોળાઈ રહેલું સંકટ

કરન્સી-કૉર્નર - બિરેન વકીલ


અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર ૨૦૦ અબજ ડૉલરની તોતિંગ ટૅરિફ નાખીને વેપારયુદ્ધ આરંભી દીધું છે. ચીને વિશ્વ વ્યાપાર સંગઠનમાં અમેરિકા સામે કેસ કર્યો છે. હજી પલટવાર કર્યો નથી. બેઉ દેશોનો વેપાર જોતાં ચીન મહત્તમ ૧૩૦ અબજ ડૉલર ટૅરિફ લાદી શકે. ચીન માટે પરિસ્થિતિ પેચીદી છે. અમેરિકી અર્થતંત્ર સરસ પ્રગતિ કરી રહ્યું છે. U&ભ્નો અર્નિંગ ગ્રોથ વાર્ષિક ધોરણે ૨૬ ટકા છે. (આમાં ૧૦ ડૉલર ટૅક્સ-કટ પણ સામેલ છે.) PE ૧૭.૨ છે. ઍવરેજ PE ૧૬ ટકા જેવો હોય છે. આર્થિક વિકાસદર ૨.૮ ટકા જેવો છે. જૉબ માર્કેટ તો સુપરડુપર છે. જોકે ટૅરિફ-વૉર શરૂ કરીને ટ્રમ્પે મંદીને નોતરું આપી દીધું છે. અમેરિકાએ ૧૯૩૦માં સ્મુટ હાઉલી ઍક્ટ પાસ કરીને અંદાજે ૨૦,૦૦૦ આઇટમ પર ટૅરિફ લાદી હતી એ વખતે મહામંદી આવી હતી. ૧૯૨૮માં ખેડૂતોને સંકટમાંથી ઉગારવા હર્બટ હુવરે ટૅરિફ લાદવાનો ઘાટ ઘડ્યો હતો અને વિશ્વ મંદીના વમળમાં ફસાયું હતું. અત્યારે અમેરિકાનો યીલ્ડ કર્વ જે રીતે ફ્લૅટ થઈ રહ્યો છે એ જોતાં ૨૦૧૯-’૨૦માં મંદી આવવાની પ્રબળ શક્યતા છે. ટૅરિફ-વૉરને કારણે વિકાસદર ૧૦૦ બેસિસ પૉઇન્ટ ઘટી ૧.૮ ટકા થઈ જવાની સંભાવના છે. ફેડ આ વર્ષે એક કે બે વ્યાજદર વધારા કરશે. ફેડે ૨૦૦૮-૨૦૧૪ની કયુઈ ઇરામાં ખરીદેલા ઘણા ખરા બૉન્ડ, અંદાજે ૬૦૦ અબજ ડૉલરના બૉન્ડ આવતા વર્ષે મૅચ્યોર થાય છે. એક બાજુ વ્યાજદરો વધે છે. પમ્પ પર ગેસોલિન કોસ્ટ ૧.૮૮ હતી એ ત્રણ ડૉલર પર ગેલન થઈ ગઈ છે. અમેરિકાનું દેવું, બજેટખાધ વધતી જાય છે. ટૅક્સ-કટ પછી મહેસૂલી આવક ઘટવાની છે. બજારમાંથી ડૉલર ખેંચાશે, આવનારાં વર્ષોમાં ડૉલરની લિક્વિડિટી ઘટશે. એની અસર વિપરીત ઇમર્જિંગ બજારોમાં જોવાશે. ખાસ કરીને સાઉથઈસ્ટ એશિયામાં થાઇલૅન્ડ, ફિલિપીન્સ, ઇન્ડોનેશિયામાં ૧૯૯૭ની કરન્સી ક્રાઇસિસનો સેકન્ડ રાઉન્ડ આવવાની સંભાવના છે.

રૂપિયાની વાત કરીએ તો રૂપિયો તાજેતરમાં ૬૯.૦૮ની વિક્રમી નીચી સપાટી થયા પછી રિઝર્વ બૅન્કે દરેક ઉછાળે ડૉલર વેચવાનું ચાલુ રાખતાં અને શૅરબજારોમાં હેવીવેઇટ શૅરોમાં તેજી હોવાથી સેન્સેક્સ ઑલટાઇમ હાઈ થયો છે. ચોમાસું સક્રિય થતાં અને ક્રૂડ તેલના ભાવમાં પણ થોડી હિલચાલ આવતાં રૂપિયામાં મંદી હાલપૂરતી અટકી છે.

યુરોપિયન કરન્સીમાં યુરો અને પાઉન્ડમાં તકલાદી ઉછાળા આવે છે, પણ વચગાળાનો ટ્રેન્ડ મંદીનો છે. યુરોમાં ૧.૦૪થી શરૂ થયેલી તેજી ૧.૨૫ પર પૂરી થઈ હવે મંદી શરૂ થઈ છે અને આગળ પર ૧.૦૯-૧.૧૨ આવશે. પાઉન્ડમાં ૧.૧૬૮૦થી ૧.૪૫ સુધીની તેજી પછી હવે પાઉન્ડ ૧.૨૮ છે અને આગળ પર ૧.૨૨-૧.૨૩ થઈ શકે છે. યુરોપિયન યુનિયનમાં ૨૦૧૯માં સંસદની ચૂંટણી છે. ઇટાલીમાં બૉન્ડ ડિફૉલ્ટ અને રેડિકલ ફાસિઝમનો ઉદય યુરો માટે ખતરો છે. બ્રેક્ઝિટનું કોકડું હજી ગૂંચવાયેલુ જ છે. બ્રિટનમાં આર્થિક આંકડા જોકે સારા રહ્યા છે. યુરોપિયન યુનિયનની તુલનાએ બ્રિટનનો વિકાસ આગળ જતાં વધુ સારો થઈ શકે છે. જોકે હાર્મનિક ગ્લોબલ ગ્રોથનો યુગ આથમી ગયો છે અને રક્ષણવાદ, રાષ્ટ્રીય ઉદ્દામવાદ, ફુગાવો અને ટ્રેડ-વૉર જેવા પડકારો માટે બજારોએ સજ્જ થવાનું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK