રાષ્ટ્રીય આવકમાં ભારત વિશ્વમાં છઠ્ઠા નંબરે, પણ આ સિદ્ધિ ભારતને ઇકૉનૉમિક સુપરપાવર નહીં બનાવી શકે

ફ્રાન્સની વસ્તી ૬.૭ કરોડની છે જ્યારે ભારતની વીસ ગણી ૧૩૪ કરોડ: ભારતમાં માથાદીઠ આવક ૧૯૫૦ ડૉલર, પણ ફ્રાન્સમાં ૩૮,૫૦૦ ડૉલર

અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી


ગયે અઠવાડિયે પ્રસિદ્ધ  થયેલા વર્લ્ડ બૅન્કના એક રિપોર્ટ પ્રમાણે ૨૫૯૭ બિલ્યન ડૉલરના GDP સાથે ફ્રાન્સને પાછળ રાખીને ભારતે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. ૨૫૮૨ બિલ્યન ડૉલરના GDP સાથે ફ્રાન્સનો ક્રમાંક સાતમો રહ્યો છે. સ્વાભાવિક રીતે બીજાં અનેક રાજકીય તેમ જ આર્થિક પરિબળો, ખાસ કરીને ટૂંકા ગાળાનાં, સરકારની વિરુદ્ધ જઈ રહ્યાં હોય ત્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશે મેળવેલી આ સિદ્ધિ સરકાર માટે પૉઝિટિવ ગણાય. ફ્રાન્સને પાછળ મૂકવામાં ભારત સફળ થયું એનાં મુખ્ય કારણો સમજવાં જરૂરી છે. GDPના રૅન્કિંગની આવી ચડઊતરનું મહત્વ કેટલું એ જાણવું પણ એટલું જ અગત્યનું છે.

એ વિગતોમાં ઊતરતાં પહેલાં એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ભારત અને ફ્રાન્સના GDPનો ૧૫ બિલ્યન ડૉલરનો તફાવત બહુ નજીવો છે જે ગમે ત્યારે થોડા વધારા સાથે ફ્રાન્સની તરફેણમાં જઈ શકે.

ભારતે આ સિદ્ધિ મેળવી એની પાછળનાં બે મુખ્ય કારણો છે. એક, ભારત વિશ્વનો સૌથી ઝડપી આર્થિક વિકાસ ધરાવતો દેશ છે. ડીમૉનેટાઇઝેશન અને ઞ્લ્વ્ના રોલઆઉટના શરૂઆતના તબક્કે એનો આર્થિક વિકાસ ધીમો પડ્યા પછી પણ ૨૦૧૭-’૧૮નો આર્થિક વિકાસનો દર સાત ટકા જેટલો રહેશે. હકીકતમાં ચીનને પાછળ ધકેલીને વિશ્વના સૌથી ઝડપી આર્થિક વિકાસવાળા દેશના ભારતે મેળવેલા બિરુદનું મહત્વ ફ્રાન્સને પાછળ રાખીને વધારે GDPવાળા દેશ તરીકેના બિરુદ કરતાં મહત્વનું છે.

ભારતે ૯ ટકાનો આર્થિક વિકાસ પણ જોયો છે એટલે ૬.૫ કે ૭ ટકા પ્લસનો આર્થિક વિકાસ કદાચ ધીમો લાગે, પણ અમેરિકા કે યુરોપના દેશોના એક-બે કે બે-ત્રણ ટકાના આર્થિક વિકાસ કરતાં તો આ વિકાસ ઘણો ઝડપી છે.

ફ્રાન્સ સાથેની સરખામણીના GDPના આંકડા ચાલુ ભાવે (કરન્ટ પ્રાઇસ) છે. ભારતનો આર્થિક વિકાસનો દર અમેરિકા અને યુરોપના દેશો કરતાં ઊંચો છે તો એનો ભાવવધારાનો દર પણ ઊંચો જ છે. ભારત માટે આ દર ચારથી પાંચ ટકાનો છે જ્યારે પિમના દેશોનો આ દર પણ બહુ નીચો એક-બે ટકાનો છે.

ગયે અઠવાડિયે જ પ્રસિદ્ધ કરવામાં આવેલ છૂટક ભાવવધારા (CPI)ના આંકડાઓ પ્રમાણે જૂન-૨૦૧૮માં આ ભાવવધારો પાંચ ટકાનો હતો જે છેલ્લા પાંચ મહિનાનો સૌથી ઊંચો ભાવવધારો છે.

આર્થિક વિકાસના અને ભાવવધારા બન્નેના આવા ઊંચા દરને કારણે ચાલુ ભાવે ભારતના આર્થિક વિકાસનો દર સહેલાઈથી ૧૦થી ૧૨ ટકાનો રહે છે. આ બન્ને કારણોથી સૌથી વધુ GDPવાળા ૧૦  દેશોમાં ભારતનો ક્રમાંક આગળ વધતો રહે છે. બહુ નજીકના ભૂતકાળમાં ભારતનો ક્રમાંક દસમો હતો.

આ આંકડાઓ ડૉલરમાં પેશ કરવામાં આવતા હોવાથી જે-તે દેશના ચલણનો ડૉલર સાથેનો વિનિમયનો દર એના ક્રમાંકની ચડઊતરમાં મહત્વનો ભાગ ભજવે છે જે-તે દેશના GDPના આંકડા પોતપોતાના દેશના ચલણમાં હોય એને ડૉલરમાં રૂપાંતરિત કરાય છે. એટલે જે દેશનું ચલણ ડૉલર સામે મજબૂત થાય એ દેશનો GDP આપોઆપ ડૉલર ટર્મમાં વધી જાય.

ભારતનો રૂપિયો ડૉલર સામે મજબૂત થાય તો એનો GDP ડૉલર ટર્મમાં વધે અને રૂપિયો ઘટે તો આપણો GDP ઓછો થાય. આ તો ભારત અને અમેરિકાની સરખામણી થઈ. ફ્રાન્સનું ચલણ અને ભારતનો રૂપિયો બન્ને ડૉલર સામે મજબૂત થયાં હોય તો બન્ને દેશોનો GDP ડૉલર ટર્મમાં વધે, પણ ફ્રાન્સનું ચલણ મજબૂત થાય (appreciation) એ કરતાં રૂપિયો વધુ મજબૂત થયો હોય તો ફ્રાન્સનો GDP ડૉલર ટર્મમાં વધે એ કરતાં ભારતનો GDP ડૉલર ટર્મમાં વધારે વધવાનો.

રૂપિયાની આંતરિક કિંમત ભાવવધારાને લીધે ઘટી રહી છે. રૂપિયાની બાહ્ય કિંમત પણ ડૉલર સામે ઘટતી હોવા છતાં છેલ્લાં થોડાં વરસોમાં અન્ય દેશોના ચલણની કિંમત વધુ ઘટતી હોવાથી GDPની આંતરરાષ્ટ્રીય સરખામણીમાં એનો ફાયદો પણ ભારતને મળે છે.

ક્રૂડ ઑઇલના વધતા ભાવો, ટ્રેડ-વૉર, ઈરાન સામેના વેપારી પ્રતિબંધો, વિશ્વમાં વધી રહેલો સંરક્ષણવાદ, અમેરિકા અને યુરોપિયન દેશોમાં વધતા જતા વ્યાજના દરોને કારણે ઘટી રહેલો વિદેશી મૂડીનો પ્રવાહ, એ જ કારણે દેશમાંથી બહાર ખેંચાઈ રહેલી વિદેશી મૂડી તથા વધતી જતી કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (CAD) જેવાં અનેક પરિબળો રૂપિયાની બાહ્ય કિંમત પર ભારે પ્રભાવ પાડતા હોવા છતાં રિઝર્વ બૅન્ક દ્વારા થતા ઓપન માર્કેટ ઑપરેશન (એના વિદેશી હૂંડિયામણમાંથી બજારમાં ઠલવાતા ડૉલર)ને કારણે રૂપિયો અમુક લેવલથી નીચે જતો નથી. રિઝર્વ બૅન્કના આંકડાઓ પ્રમાણે બૅન્કે મે-૨૦૧૮માં સ્પૉટ અને ફૉર્વર્ડ માર્કેટમાં ૧૨ બિલ્યન ડા÷લર વેચ્યા છે જેણે રૂપિયાની કિંમત ટકાવી રાખવામાં મદત કરી છે. આ વેચાણ રિઝર્વ બૅન્કનું કોઈ પણ એક મહિના માટેનું સૌથી ઊંચું વેચાણ છે.

આ થઈ પ્રિન્ટ મીડિયામાં ભારતે ફ્રાન્સને પછાડ્યું જેવા મથાળા પાછળનું રહસ્ય. આ આંકડાઓની સરખામણીને કોઈ કંપનીના માર્કેટ કૅપિટલાઇઝેશનના આંકડાઓ સાથે સરખાવી શકાય. જે-તે કંપનીના શૅરના ચડઊતર થતા ભાવ સાથે બદલાઈ શકે અને એ સાથે એક કંપનીના માર્કેટ કૅપિટલાઇઝેશનના બીજી કંપનીના માર્કેટ કૅપિટલાઇઝેશન સાથેના નંબરની સરખામણી પણ. જ્યાં આ આંકડા એકબીજાની લગોલગ હોય અને કંપનીના શૅરના ભાવોની ચડઊતર ઝડપી હોય (વા÷લેટિલટી વધુ હોય) ત્યાં આવું બનવાની શક્યતા વધુ રહેવાની.

ફ્રાન્સ અને ભારતનો જ દાખલો લઈએ. ભારતની ૧૩૪ કરોડની વસ્તી ફ્રાન્સની ૬.૭ કરોડની વસ્તી કરતાં વીસ ગણી છે. એટલે ૨૦૧૭માં ભારતે GDPમાં ફ્રાન્સને પાછળ કર્યું હોય તો પણ માથાદીઠ આવકમાં તો ફ્રાન્સ ભારતની માથાદીઠ આવક કરતાં માઇલો આગળ છે. ૨૦૧૭માં ભારતની માથાદીઠ આવક ૧૯૫૦ ડૉલર હતી તો ફ્રાન્સની ૩૮,૫૦૦ ડૉલરની, જે ભારતની માથાદીઠ આવક કરતાં લગભગ વીસ ગણી છે.

ભારતે ૨૦૦૭થી ૨૦૧૪ વચ્ચે એની રાષ્ટ્રીય આવક ૧૦૦૦ બિલ્યન ડૉલરમાંથી વધારીને ૨૦૦૦ બિલ્યન ડૉલર એટલે કે બમણી કરી છે જે ૧૦ ટકાનો વધારાનો વાર્ષિક દર ગણાય. ૨૦૧૭થી ૨૦૨૫ના આઠ વરસમાં આ આવક ૨૬૦૦ બિલ્યન ડૉલરમાંથી વધારીને ૫૦૦૦ બિલ્યન ડૉલર કરવાનું સરકારનું લક્ષ્ય છે જે પણ લગભગ બમણી ગણાય અને વાર્ષિક વધારાનો દર આઠ-સાડાઆઠ ટકાની આસપાસનો થાય. છ ટકાના આર્થિક વિકાસના અને ત્રણેક ટકાના ભાવવધારા સાથે એ શક્ય બની શકે. જોકે આંતરિક અને વૈશ્વિક તેમ જ આર્થિક અને રાજકીય પરિબળો એમાં મહત્વનો ભાગ ભજવી શકે.

આજે કુલ GDPમાં ભારત વિશ્વનો છઠ્ઠા નંબરનો દેશ હોવા છતાં માથાદીઠ આવકમાં વિશ્વના ૨૦૦થી વધુ દેશોમાં એનો નંબર ૧૫૦ આસપાસનો છે જે એની નીચી આવકવાળા દેશોમાં ગણતરી કરાવે છે. સરકારનો લક્ષ્યાંક જેમ ઈઝ આ÷ફ ડૂઇંગ બિઝનેસમાં પ્રથમ ૫૦ દેશોમાં આવવાનો છે એમ માથાદીઠ આવકમાં પણ વિશ્વના પહેલા ૫૦ દેશોમાં આવવાનો હોવો જોઈએ જે દેશની સાચી આર્થિક તાકાત, દેશના યુવાધનનો અર્થતંત્રના વિકાસમાં ફાળો અને દેશની સાચી ઉત્પાદકતા દર્શાવે છે.

થોડાં વરસોમાં ભારતની વસ્તી ચીનની વસ્તીને ઓળંગી જશે અને પછી એનો વધારો અટકી જશે. આજે જે જપાનની સ્થિતિ છે એમ વૃદ્ધોની સંખ્યા કે આર્થિક રીતે બીજા પર આધાર રાખનારની સંખ્યા ભારતમાં વધતી જશે. આજે ભારતના ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરીએ છીએ એે નહીં કરી શકીએ. ઊંચી હરણફાળ ભરીને ઇકા÷ના÷મિક સુપરપાવર બનવાના સપનાં જોઈએ ત્યારે આ નરી વાસ્તવિકતા નજરઅંદાજ કરવાનું આપણને પોસાશે ખરું?

ભારત વિશ્વનો છઠ્ઠા નંબરનો દેશ હોવા છતાં માથાદીઠ આવકમાં વિશ્વના ૨૦૦થી વધુ દેશોમાં એનો નંબર ૧૫૦ આસપાસનો છે જે એની નીચી આવકવાળા દેશોમાં ગણતરી કરાવે છે. માથાદીઠ આવકમાં વિશ્વના પહેલા ૫૦ દેશોમાં આવવાનો સરકારનો લક્ષ્યાંક હોવો જોઈએ

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK