નિફ્ટી નીચામાં ૧૦,૧૪૫ સુધી જઈ શકે છે

ભારતીય શૅરબજારના મુખ્ય ઇન્ડેક્સમાં ગઈ કાલે નફો અંકે કરવાનું વલણ દેખાયું હતું.



ડેરિવેટિવ્ઝ ટ્રૅકર - ચિરાગ બાવીશી

એને પગલે બજાર ફરી ઘટ્યું હતું. મેક્રોઇકૉનૉમિક ચિત્ર સુધર્યું હોવા છતાં બજારમાં હજી થોડી ચંચળતા બાકી છે. તેજીને ટકાવી રાખવાના પ્રયાસ સફળ થઈ રહ્યા નથી. એને લીધે નિફ્ટી ૧૦,૩૬૦ બંધ રહ્યો હતો. બજાર માટે આ મજબૂત સપોર્ટ છે.

આજની તારીખે તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ અને ટેક મહિન્દ્ર સ્ટૉક્સ મજબૂત દેખાય છે. ફોર્ટિસ અને ગ્લેનમાર્કમાં નબળાઈ વર્તાય છે.

નિફ્ટીમાં ૧૦,૩૦૦ પુટ અને ૧૦,૫૦૦ કૉલમાં સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ છે. આમ આ સપાટીઓ અનુક્રમે મજબૂત સપોર્ટ અને રેઝિસ્ટન્સની છે.

બજાર જેમ-જેમ તૂટતું જાય એમ એમાં વૉલ્યુમ વધતું જાય છે. એના પરથી કહી શકાય કે નિફ્ટી નીચામાં ૧૦,૧૪૫ સુધી જઈ શકે છે.

ટ્રેડરે દરેક વધારા સાથે શૉર્ટ સોદા પાર પાડવા. નિફ્ટી બૅન્ક અને નિફ્ટી ઇન્ફ્રા નબળા દેખાય છે. નિફ્ટીમાં હજી તેજીનો ટોન છે. વધનારા-ઘટનારા સ્ટૉક્સનો ગુણોત્તર નબળાઈ દર્શાવે છે.

(લેખક સેટકો કૅપિટલ માર્કેટ્સ લિમિટેડના રિસર્ચ હેડ અને ટેક્નિકલ ઍનલિસ્ટ છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK