હવે પછીની નિફ્ટીની ગતિ ૧૦,૮૬૦-૧૦,૯૦૦ના સ્તર સુધીની હશે

ભારતીય શૅરબજારમાં ગઈ કાલે નિફ્ટી ફ્લૅટ રહ્યો હતો.

ડેરિવેટિવ્ઝ ટ્રૅકર - ચિરાગ બાવીશી

મુખ્યત્વે બૅન્કિંગ, મેટલ્સ અને નાણાકીય ક્ષેત્રોના સ્ટૉક્સમાં ખરીદી થઈ હતી.

નિફ્ટી મે ફ્યુચર્સ હાજરની સામે બે પૉઇન્ટ પ્રીમિયમે ૧૦,૮૦૮ બંધ રહ્યો હતો.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ કૅશ માર્કેટમાં ૩૨૫.૪૪ કરોડ રૂપિયાનું નેટ વેચાણ કર્યું હતું તથા ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ૮૬૩.૫૯ કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી હતી. 

સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ ૧૧,૦૦૦ સ્ટ્રાઇકના કૉલમાં અને ૧૦,૫૦૦ સ્ટ્રાઇકના પુટમાં જોવા મળ્યો હતો.

રિલાયન્સ અને એશિયન પેઇન્ટ્સના અનુક્રમે ૧૦૦૦ અને ૧૩૦૦ સ્ટ્રાઇકના કૉલ સૌથી વધુ સક્રિય હતા, જ્યારે આઇડિયા અને ભારતી ઍરટેલના અનુક્રમે ૫૦ અને ૩૮૦ સ્ટ્રાઇકના પુટ સૌથી વધુ સક્રિય પુટ હતા.

ટેક્નિકલ દૃષ્ટિએ જોઈએ તો ૧૦,૮૦૦નો મોટો અવરોધ વટાવી દેવામાં આવ્યો હોવાથી તેજીનાં એંધાણ છે. જો ફક્ત ચાર્ટના આધારે જઈએ તો હવે પછીની નિફ્ટીની ગતિ ૧૦,૮૬૦-૧૦,૯૦૦ના સ્તર સુધીની હશે.

(લેખક સેટકો કૅપિટલ માર્કેટ્સ લિમિટેડના રિસર્ચ હેડ અને ટેક્નિકલ ઍનલિસ્ટ છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy