મિડ કૅપ અને સ્મૉલ કૅપ સ્ટૉક્સમાં હાલતરત એક્સપોઝર ન વધારવું

થોડા મહિના પહેલાં શૅરબજાર ૧૧,૦૦૦ની સપાટીએ ફુગ્ગો ફુલાયો હોય એવું જણાતું હતું.

બ્રોકર-કૉર્નર - અમર અંબાણી


ત્યાર બાદ દેખીતી રીતે જ કરેક્શન આવ્યું અને હવે એ વખત જેવી હવા નીકળી ગયા બાદ ફરી બજાર ઊંચકાયું છે અને ૧૦,૮૦૦ની ઉપર પહોંચી ગયું છે અને ક્યાંય નબળાઈ દેખાતી નથી.

વેપારયુદ્ધનાં વાદળ વિખેરાઈ ગયાં છે. અમેરિકાએ યુરોપિયન યુનિયન, કૅનેડા અને મેક્સિકોથી થતી સ્ટીલ અને ઍલ્યુમિનિયમની આયાત પર ટૅરિફ લાગુ કરવામાં એક મહિનાનો વિલંબ કર્યા બાદ વેપારને લગતી શંકા-કુશંકાઓ પણ શમી ગઈ છે. ટ્રમ્પ સરકારે આ દેશો સાથે વાટાઘાટો દ્વારા હલ લાવવાનો નિર્ણય લીધો છે. અમેરિકાએ ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના અને બ્રાઝિલ જોડે વેપારના પ્રશ્ન પ્રાથમિક સર્વાનુમતી સાધી લીધી છે. સાઉથ કોરિયાએ પણ અમેરિકા સાથે વેપારના કરાર કર્યા છે અને સ્ટીલની નિકાસ પરની ટૅરિફ લાગુ થવામાંથી મુક્તિ મેળવી છે. એના બદલામાં અમેરિકા દ્વારા કોરિયામાંથી વાહનોને સહેલાઈથી અમેરિકન બજારમાં વેચવાની છૂટ આપવામાં આવી છે. 

નૉર્થ કોરિયાએ મિસાઇલનાં પરીક્ષણો બંધ કરવાની તથા અણુપરીક્ષણની સાઇટને બંધ કરી દેવાની જાહેરાત કર્યા બાદ ભૂરાજકીય તંગદિલી ઘણી હળવી થઈ છે. અમેરિકા અને નૉર્થ કોરિયા વચ્ચે સમજૂતી થવાના નક્કર અણસાર સાંપડ્યા છે.

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સની આવક એપ્રિલ મહિનામાં ૧ લાખ કરોડ રૂપિયાનો આંક વટાવી ગઈ એ ઘણી આશાસ્પદ ઘટના છે. આગામી મહિનાઓમાં આવક વધતી જવાનો અંદાજ છે. વળી પ્રત્યક્ષ કરવેરાનું કલેક્શન પણ વધી રહ્યું છે.

કર્ણાટકમાં BJPને સાનંદાર્ય થાય એવું પરિણામ આવી શકે છે. નરેન્દ્ર મોદીએ કરેલા પ્રચારનું ફળ ચોક્કસ મળશે એવો આશાવાદ છે.

નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં કેસોનું જલદી નિવારણ આવવાની આશા જન્મી હોવાથી હવે ભૂષણ સ્ટીલ પાસેથી મોટી રકમ રિકવર કરી શકાશે એવું જણાય છે. તાતા સ્ટીલ આ કંપનીની ૮૦ ટકા લોન ભરપાઈ કરવા તૈયાર છે. આ જ રીતે બિનાની સિમેન્ટ અને ઇલેક્ટ્રોસ્ટીલ ખરીદવા માગતી કંપનીઓ પણ દેવાદાર કંપનીની લોનનો મોટો હિસ્સો ચૂકતે કરી દેશે એવું જણાય છે. આવા ૧૨ કેસમાં ઝડપથી કાર્યવાહી ચાલી રહી છે. ત્યાર પછી આવનારાં ૩૬ અકાઉન્ટનો હલ લાવવા માટેનો તખતો ગોઠવાઈ ગયો છે. આ ૩૬ કિસ્સાઓમાં કુલ ૧૦ લાખ કરોડ રૂપિયાની નૉન-પફોર્ર્મિંગ ઍસેટ્સની ૪૦ ટકા રકમ સંકળાયેલી છે. જો આટલા મોટા પ્રમાણમાં રિકવરી થશે તો બૅન્કોને ઘણી રાહત થશે.

ભારતીય બજારમાં વિવિધ પ્રતિકૂળ ઘટનાઓની અસરને પચાવી લેવાઈ છે. લાર્જ કૅપ કંપનીઓની શક્તિ સ્પષ્ટપણે દેખાઈ આવી છે. રિલાયન્સ, ઇન્ફોસિસ, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા અને બજાજ જેવા સ્ટૉક્સમાં વૃદ્ધિ થવાની ધારણા છે. મિડ કૅપ અને સ્મૉલ કૅપ સ્ટૉક્સમાંથી ઘણીખરી હવા નીકળી ગઈ છે છતાં એમાં એક્સપોઝર નહીં વધારવાની સલાહ છે. આ સ્ટૉક્સમાં હજી કરેક્શન આવી શકે છે.

જૂની નકારાત્મક બાબતો દૂર થઈ ગઈ છે, પરંતુ નવી બાબતો ઊભી થઈ રહી છે; જેમાં ક્રૂડના ભાવમાં થઈ રહેલી વૃદ્ધિ અને ભારતીય રૂપિયાના મૂલ્યમાં થઈ રહેલો ઘટાડો સામેલ છે. ભાવિ સંભાવનાઓનું વાતાવરણ આ નકારાત્મક બાબતોથી ડહોળાઈ જવાની શક્યતા છે. જોકે એની અસર તાત્પૂરતી રહેશે. મિડ કૅપ અને સ્મૉલ કૅપમાં જ્યારે પૂરતા પ્રમાણમાં પ્રવાહિતા આવે ત્યારે રોકાણની ફાળવણીની પુન:સમીક્ષા કરવાની સલાહ છે.

(લેખક ઇન્ડિયા ઇન્ફોલાઇન લિમિટેડના રિસર્ચ હેડ છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK