લીરાના લીરા કાઢતું અમેરિકા: સેન્ક્શન રાજા ટ્રમ્પનો તરખાટ

ટર્કિશ ટર્મોઇલથી રૂપિયો, યુરો, રૂબલ, રિયાલ સહિત મોટા ભાગની ઇમર્જિંગ કરન્સીમાં કડાકો

કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે તેમના એક સમયના સાથીદાર ટર્કી પર સેન્ક્શન નાખ્યા પછી દબાણ વધારવાના ભાગરૂપે સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ટૅરિફ બમણી કરી દીધી છે. આના કારણે ટર્કીના ચલણ લીરામાં અંદાજે બે દિવસમાં ૨૦ ટકાનો કડાકો આવ્યો છે. લીરાના લીરેલીરા થઈ ગયા છે. એક વરસ પહેલાં એક ડૉલર સામે લીરાનો ભાવ ૪.૨૦ હતો જે ૬.૮૦ થઈ ગયા પછી છેલ્લે ૬.૪૧ રહ્યો છે. શુક્રવારે એક દિવસમાં લીરા ૧૪ ટકા તૂટ્યો હતો. એક વરસમાં લીરા ૪૧ ટકા તૂટ્યો છે. ટર્કીનું દેવું ૩૦૦ અબજ ડૉલર જેટલું છે જે વિકસતા દેશોમાં સૌથી મોટું છે અને એની ફોરેક્સ રિઝર્વ સૌથી નાની છે. બૉન્ડ યિલ્ડ ૨૦ ટકા થઈ ગયું છે જે મે માસમાં ૧૨ ટકા હતું. ટર્કીને IMFના શરણે જવું પડશે અથવા નાદાર થવું પડશે.

ટર્કીની કટોકટીથી યુરોપને પણ છાંટા ઊડશે એવી અટકળે યુરોમાં પણ વેચવાલી આવતાં યુરો પણ ૧.૧૩૮૬ થઈને ૧.૧૪૧૦ બંધ હતો. યુરો ચાર મહિનામાં ૧૨૫૦ પૉઇટ તૂટ્યો છે. ફેબ્રુઆરી માસમાં યુરો ૧.૨૫૫૫ થઈ ગયો ત્યારે એવું લાગતું હતું કે યુરોમાં નવેસરની તેજી ચાલુ થઈ છે, પણ એ તેજી ઓસરી ગઈ છે. હવે યુરો ૧.૧૦ની સપાટી તોડે એવું લાગે છે. અમેરિકામાં આર્થિક વિકાસ સૉલિડ છે. અરબી અશ્વ અને મદથી છલોછલ અસવાર આવતાં અમેરિકાએ હરીફોને આર્થિક રીતે પરાસ્ત કરવાનું નક્કી કર્યું લાગે છે. ચીન સાથે વેપારયુદ્ધ માંડવાની સાથે ટ્રમ્પે અમેરિકાના પંરપરાગત સાથીદાર ટર્કી પર પ્રતિબંધ લાદ્યા છે. ઈરાન પર સીધા પ્રતિબંધ લાદ્યા છે અને વિશ્વને કહ્યું છે કે ઈરાન સાથે વેપાર કરવો હોય તો અમારી સાથે વેપાર ન કરશો. ચીની યુઆન, રશિયન રૂબલ, ટર્કી લીરા અને ઈરાન રિયાલમાં કડાકો આવી ગયો છે. ચીન વેપાર-પ્રતિબંધોથી અકળાયું છે અને આર્થિક રીતે અમેરિકાને હંફાવી શકે એમ નથી એટલે અપેક્ષા મુજબ લશ્કરી પ્રૉક્સી-વૉર અને મૅરિટાઇમ બ્લૉકેજનાં અટકચાળાં કરે એવી સંભાવના છે. 

રૂપિયાની વાત કરીએ તો શૅરબજારોમાં સેન્સેક્સ ૩૮,૦૦૦ની સપાટી વટાવી ગયો છે. ક્રૂડમાં પણ તેજી ઓસરી છે. શુક્રવારે IIP ઇન્ડેક્સ ૭ ટકા જેવો સારો આવ્યો છે, પણ રૂપિયો બધાં સારાં કારણોને અવગણીને તૂટ્યો હતો અને શુક્રવારે સાંજે ૬૯.૧૫ થઈ ગયો હતો.

ડૉલર ઇન્ડેક્સ એક વર્ષની ઊંચાઈએ ૯૬.૩૫ થઈ ગયો હતો. ડોલેક્સ ૯૭.૩૦ વટાવે તો ૯૯.૭૦-૧૦૦.૩૦ થઈ શકે છે. ઇલિયટ વેવ મુજબ દૈનિક ચાર્ટમાં પાંચમા વેવનો લક્ષ્યાંક ૧૦૦ છે. વીકલી ચાર્ટ મંદીના છે. વીકલી ચાર્ટ મુજબ મધ્યમ ગાળાનો લક્ષ્યાંક ૮૮ છે. દૈનિક અને સાપ્તાહિક ચાર્ટ વિરોધાભાસી છે.

યુરોમાં નરમાઈ આગળ વધી છે. યુરોની મંદી ૧.૦૪ આસપાસ પૂરી થઈ અને ફેબ્રુઆરીમાં યુરો વધીને ૧.૨૫૫૫ થયા પછી ઊંધા માથે પછડાયો છે. ચાર માસમાં ૧૨૦૦ પૉઇન્ટ ઘટીને ૧.૧૩૮૬ થઈ ૧.૧૪૧૦ બંધ હતો. અમે ગયા સપ્તાહે કહ્યું હતું કે આગળ પર ટેક્નિકલ ટાર્ગેટ ૧.૧૨૫૦, ૧.૦૯૫૦ છે. પ્રથમ ટાર્ગેટ નજીકમાં છે. પાઉન્ડ ૧.૨૯થી ઘટીને ૧.૨૭૬૦ થઈ ગયો છે. યેન ૧૧૦ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK