ઑઇલ સાથે સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ ટાળવાનો સમય

ગયા અઠવાડિયે મુખ્ય શૅરબજારોના ઇન્ડેક્સ નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે ૦.૬૧ ટકા અને ૦.૮૩ ટકા વધીને ૧૧,૪૩૦ અને ૩૭,૫૫૬ બંધ રહ્યા હતા.

બ્રોકર-કૉર્નર - દેવેન ચોકસી

હવે પરિણામોની મોસમનો છેવાડાનો સમય આવી ગયો છે. આ સમયગાળામાં જોવા મળ્યું છે કે પ્રથમ ક્વૉર્ટરનાં પરિણામો અપેક્ષા મુજબનાં રહ્યાં છે. કૉર્પોરેટ અને પ્રાઇવેટ બૅન્કો, નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ, ઑટો-કંપનીઓ, વીમા-કંપનીઓ તથા ઑટોના છૂટક ભાગ બનાવતી કંપનીઓનાં પરિણામો ઉત્સાહવર્ધક રહ્યાં છે. HDFC AMCના IPOને મળેલા જોરદાર પ્રતિસાદ પરથી કહી શકાય કે રોકાણકારોનું માનસ સકારાત્મક છે. આ મોસમના છેલ્લા દિવસોમાં પરિણામો જાહેર કરનારી કંપનીઓ કદાચ નબળા આંકડા રજૂ કરશે એવું જણાય છે.

સરકારી બૅન્કોમાં પ્રોવિઝનિંગ ઘટ્યું હોવાનું જોવા મળ્યું છે. જોકે કેટલીક નાની બૅન્કોનો સંઘર્ષ હજી ચાલુ રહેશે. નોંધનીય છે કે બધી બૅન્કોએ કરવાનું પ્રોવિઝનિંગ હવે પૂરું થઈ ગયું છે. હવે સરકારી બૅન્કોનાં બાકી રહેલાં પરિણામોમાં કંઈ વધારે નિરાશાજનક હશે એવું લાગતું નથી.

મોટા ભાગની કંપનીઓએ આઉટલુક સુધારાતરફી ગણાવ્યો હોવાથી બજાર એકંદરે પૉઝિટિવ રહેશે. લાર્જ કૅપ કંપનીઓએ જુલાઈમાં ઇન્ડેક્સને ઉપર લઈ જવામાં મોટો ફાળો આપ્યો છે. એમને લીધે બજાર સ્થિર થયું છે. આ કંપનીઓનાં મૂલ્યાંકન ઘણી મિડ-કૅપ કરતાં હજી સારાં છે.

મિડ-કૅપમાં હાલ થોડા મહિનાઓમાં સતત ધોવાણ થયું છે. આવામાં હવે કેટલીક સારી મિડ-કૅપ કંપનીઓના સ્ટૉક્સ ખરીદવા જેવા છે.

વૈશ્વિક અંદાજ

ગયા અઠવાડિયે વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. વેપારયુદ્ધની આશંકાને લીધે બજારોમાં ચંચળતા ઘણી જ વધી ગઈ છે. આથી કરન્સી અને સ્ટૉક્સ વિશે કોઈ પણ અનુમાન કરવાનું મુશ્કેલ છે. અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લાદવા વિશે આકરું વલણ અપનાવ્યું હોવાથી ક્રૂડ ઑઇલ માટે પણ દિવસો સારા નથી.

ક્ષેત્રવાર અંદાજ : ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG)

આ વરસના વરસાદ માટે હવે તો સરકારી સંસ્થાએ પણ સામાન્ય કરતાં ઓછી વૃશ્ચિક્ટની આગાહી કરી છે. આમ છતાં અમુક જગ્યાએ ઘણો જ વરસાદ પડી ગયો છે. એક અંદાજ મુજબ ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ વધવાથી FMCG કંપનીઓની પ્રગતિનો માર્ગ ખૂલશે. ગયા શુક્રવારની સ્થિતિ મુજબ ખરીફની વાવણી એક વર્ષ પહેલાં કરતાં માત્ર ૧.૮ ટકા ઓછી હતી. ડાંગર, કઠોળ અને કપાસ જેવી મુખ્ય પેદાશોની વાવણી પાછલા વર્ષની તુલનાએ અત્યારે માત્ર ચાર ટકા ઓછી છે. એની પહેલાંના અઠવાડિયામાં આ તફાવત વધારે હતો. તેલીબિયાંના વાવેતર હેઠળનો વિસ્તાર એક વર્ષ અગાઉ કરતાં છ ટકા વધારે છે.

વર્તમાન ક્વૉર્ટરમાં FMCG ક્ષેત્રનો મધ્યમ પ્રમાણમાં વિકાસ થશે. ગ્રાહકલક્ષી ઉત્પાદનોની ખરીદી છેલ્લાં લગભગ પાંચ વર્ષમાં સૌથી વધુ ઝડપી રહી છે. ગૃહોપયોગી અને અંગત સારસંભાળની વસ્તુઓના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સના ઘટાડાને પગલે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના વેચાણમાં પણ સારી વૃદ્ધિ થશે.

ભાવિ દિશા

સંસદના આ વખતના સત્રમાં ઘણાં કામ થયાંનું જાહેર થઈ ચૂક્યું છે. સરકારે ઢગલાબંધ ખરડાઓ પસાર કરાવ્યા છે. વળી અવિશ્વાસની દરખાસ્ત પણ પડી ગઈ હતી. આથી સરકાર હાલ આરામદાયક સ્થિતિમાં છે. રાજકીય દૃષ્ટિએ સ્થિતિ સધ્ધર છે. ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી તમામ પક્ષો હવે એના વ્યૂહ ઘડવામાં વ્યસ્ત થઈ ગયા છે. BJPના શાસન હેઠળનાં કેટલાંક રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એકસામટી યોજાવાની શક્યતા છે. આ બાબત પણ સારી કહેવાય.

શૅરબજારમાં અત્યારે વિશ્વાસનું વાતાવરણ છે. મૂલ્યાંકનો વધારે ઊંચાં નથી, કારણ કે નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦નાં મૂલ્યાંકનો હજી ૧૭ ગણાથી નીચાં છે. એના પરથી કહી શકાય કે રોકાણકારોને આગામી સમયમાં ૧૫ ટકાના દરે વળતર મળી શકે છે.

કેટલીક લાર્જ કૅપ કંપનીઓમાં સારા દેખાવની અપેક્ષા છે. કેટલીક સારી ઑટોમોબાઇલ કંપનીઓ નીચા ભાવે મળી રહી છે. બે વર્ષ માટે રોકાણ રાખવાની તૈયારી હોય તો આવા સારા સ્ટૉક્સમાં ઊંચું વળતર મળી શકે છે.

ઘણા રોકાણકારો એ જાણવા ઇચ્છતા હોય છે કે તેમણે કયાં ક્ષેત્રોમાં રોકાણ ટાળવું જોઈએ. મારા મતે હાલ ઑઇલની સાથે જેનો સંબંધ હોય એ બધાં ક્ષેત્રોમાં રોકાણ ટાળવું. ઉડ્ડયન કંપનીઓની આવક ઘટી છે. કૉમોડિટી પર આધારિત બિઝનેસ ભવિષ્યમાં કેવો દેખાવ કરી શકશે એ કહેવું મુશ્કેલ છે.

 (લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK