નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૧૫ અને ૧૧૩૭૦ મહત્વના સપોર્ટ

નિફ્ટી ફ્યુચર ગત સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૧૩૭૬.૨૦ સુધી આવી સાપ્તાહિક  ધોરણે ૪૩.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૧૪૩૯.૨૫ બંધ રહ્યો તેમ જ BSE ઇન્ડેક્સ ૩૧૩.૦૭ પૉઇન્ટના નેટ સુધારે ૩૭,૮૬૯.૨૩ બંધ રહ્યો.

ચાર્ટ-મસાલા - અશોક ત્રિવેદી

ઉપરમાં ૩૮,૦૭૭ ઉપર ૩૮૧૮૦, ૩૮૪૨૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૭૭૩૦ નીચે ૩૭૫૬૫ ૩૭૫૩૦  સપોર્ટ ગણાય. બજાર ટેક્નિકલી હાઇલી ઓવરબૉટ ઝોનમાં છે. નવી લેવાલીમાં સાવચેતી જરૂરી.

લાર્સન (૧૨૬૪.૬૫) : ૧૩૪૬.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે.  દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૮૮, ૧૨૯૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૨૫૩ નીચે ૧૨૪૩, ૧૨૦૬ સુધીની શક્યતા. 

ગ્રાસિમ (૯૭૧.૬૫) : ૧૦૪૦.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૯૮,૧૦૦૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૯૬૭ નીચે ૯૬૨, ૯૪૫, ૯૧૪ સુધીની શક્યતા. 

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૮૧૬૬.૫૫): ૨૬૦૬૫.૩૫ના બૉટમથી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક  તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૮૩૮૬ ઉપર ૨૮૪૧૫, ૨૮૬૭૦, ૨૮૯૨૦, ૨૯૧૭૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૨૮૦૦૦ નીચે ૨૭૮૪૫ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૧૧૪૩૯.૨૫)

૧૦૫૫૬.૯૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૫૦૫ ઉપર ૧૧૫૭૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૪૧૫, ૧૧૩૭૦, ૧૧૩૫૦ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

રિલાયન્સ (૧૨૦૪.૨૦)

૮૬૫.૮૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૩૧ કુદાવે તો સુધારો આગળ વધતો જોવાય. નીચામાં ૧૧૭૭ નીચે નબળાઈ સમજવી. ૧૧૬૫ અંતિમ સપોર્ટ ગણાય. નવી લેવાલી હિતાવહ નથી.

LIC (૫૪૮.૩૫)

૪૪૯.૯૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન ઉછાળો દર્શાવે છે. ઉપરમાં ૫૬૪.૫૦  ઉપર ૫૭૩  સુધીની શક્યતા.  નીચામાં ૫૩૭ નીચે નબળાઈ સમજવી. નવી લેવાલી હિતાવહ નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK