ખાદ્ય તેલોમાં ભારોભાર અનિશ્ચિતતા: ગ્લોબઑઇલ દુબઈ કૉન્ફરન્સમાં તેજી અને મંદીનાં મિશ્ર અનુમાનો

ખાદ્ય તેલોમાં ચારથી પાંચ અઠવાડિયાં સુધી મજબૂતી, ત્યાર બાદ મંદી થવાની શક્યતા : મલેશિયન પામતેલ વાયદો સપ્ટેમ્બર સુધીમાં ઘટીને ૨૨૫૦ રિંગિટ થશે


કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા, દુબઈ

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉરને કારણે ચીને સોયબીનની ઇમ્પોર્ટ પર લાદેલી ૨૫ ટકા ડ્યુટી, માર્ચના બીજા સપ્તાહમાં મલેશિયામાં ઇલેક્શન, ભારત દ્વારા ખાદ્ય તેલોની ઇમ્પોર્ટ-ડ્યુટીમાં થઈ રહેલા ફેરફાર અને આર્જેન્ટિના, રશિયા તથા યુક્રેનમાં વાતાવરણની અનિશ્ચિતતાને કારણે ખાદ્ય તેલોની માર્કેટમાં ભારોભાર અનિશ્ચિતતા પ્રવર્તે છે. દુબઈમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ ગ્લોબઑઇલ કૉન્ફરન્સમાં ખાદ્ય તેલોની માર્કેટના ઍનલિસ્ટો દોરાબ મિસ્ત્રી, થૉમસ મિલ્કે અને જેમ્સ ફ્રેએ જુદાં-જુદાં ફન્ડામેન્ટલ્સ દ્વારા ખાદ્ય તેલોની માર્કેટ વિશે તેમનાં અનુમાનો રજૂ કર્યાં હતાં, પણ આ અનુમાનો પરથી તેજી-મંદીની સ્પષ્ટ આગાહી થઈ શકે એમ નથી. દોરાબ મિસ્ત્રીએ ખાદ્ય તેલોમાં આવનારા દિવસોમાં તેજી થવાના આડકતરા સંકેત આપ્યા હતા, જ્યારે થૉમસ મિલ્કે અને જેમ્સ ફ્રેએ ખાદ્ય તેલોમાં મંદી થવાના સ્પષ્ટ સંકેત આપ્યા હતા. જેમ્સ ફ્રેની આગાહી અનુસાર મલેશિયન પામતેલ થ્રી મન્થ બેન્ચમાર્ક વાયદો સપ્ટેમ્બર સુધીમાં ઘટીને ૨૨૫૦ રિંગિટ થશે જે ગયા શુક્રવારે ૨૩૮૧ રિંગિટ બંધ રહ્યો હતો.

dorab

મંદીની વધુપડતી વાતો વચ્ચે તેજી થઈ શકે : દોરાબ મિસ્ત્રી

ગોદરેજ ઇન્ટરનૅશનલના ડિરેક્ટર અને ખાદ્ય તેલોના જાણીતા ઍનલિસ્ટ દોરાબ મિસ્ત્રીએ ગ્લોબઑઇલ દુબઈમાં જણાવ્યું હતું કે ‘જ્યારે કોઈ પણ માર્કેટમાં બધા લોકો મંદીની વાતો કરતા હોય છે ત્યારે બધાના આર્ય વચ્ચે માર્કેટમાં એકાએક તેજી ઊભરી આવે છે. અત્યારે ખાદ્ય તેલોમાં બધા જ મંદીની વાતો કરે છે, પણ કેટલાંક ફન્ડામેન્ટલ્સ તેજી પણ લાવી શકે છે. મલેશિયામાં ૯ મેએ જનરલ ઇલેક્શન યોજાવાનું છે જેનું રિઝલ્ટ પામતેલ માર્કેટ માટે નિર્ણાયક સાબિત થશે. આ ઉપરાંત આર્જેન્ટિનામાં સોયબીનના ઉત્પાદનમાં હાલમાં જે ઘટાડો આપણે માનીએ છીએ એ કદાચ અંતમાં થોડો ઓછો પણ હોઈ શકે છે. રશિયા અને યુક્રેનમાં જૂન મહિનાનું વાતાવરણ સનફ્લાવરના ઉત્પાદન માટે નિર્ણાયક બનશે. ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF)એ વર્લ્ડ ગ્રોથનું જે પ્રોજેક્શન મૂક્યું છે એ શક્ય બનવું મુશ્કેલ છે, પણ જો અંદાજિત ગ્રોથ થાય તો ખાદ્ય તેલોના વપરાશમાં મોટો વધારો જોવા મળી શકે છે. ભારતમાં પામતેલની ઇમ્પોર્ટ-ડ્યુટીમાં તાજેતરમાં બહુ મોટો વધારો થયો છે. જો આવનારા દિવસોમાં સોયા તેલ, રાયડા તેલ અને સનફ્લાવર તેલની ડ્યુટી વધે તો એની પણ મોટી ઇફેક્ટ માર્કેટમાં જોવા મળશે.’

દોરાબ મિસ્ત્રીએ ખાદ્ય તેલોનાં ફન્ડામેન્ટલ્સ વિશે જણાવ્યું હતું કે ‘હાલમાં ચીન અને ઇન્ડોનેશિયામાં પેટ્રોલ-ડીઝલ કરતાં પામતેલ સસ્તું મળી રહ્યું છે. ઇન્ડોનેશિયન ગવર્નમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ અને વાહનોમાં પેટ્રોલ-ડીઝલને બદલે પામતેલ અથવા પામતેલમાંથી બનાવેલા બાયોડીઝલના વપરાશ માટે સતત પ્રોત્સાહન આપી રહી છે જે આવનારા દિવસોમાં પામતેલનો વપરાશ વધારશે. ક્રૂડ તેલના ભાવ ૬૦થી ૭૫ ડૉલરની રેન્જમાં રહેશે. ટૂંકમાં ક્રૂડ તેલમાં તેજી જળવાયેલી રહેશે જેને કારણે પામતેલમાંથી બનતા બાયોડીઝલનો વપરાશ સતત વધતો રહેશે. ૨૦૧૭માં પામતેલમાંથી બનતા બાયોડીઝલનો વપરાશ ૨૫.૪ લાખ કિલોલીટર રહ્યો હતો જે ૨૦૧૮માં વધીને ૩૪.૬ કિલોલીટર રહેવાની ધારણા છે, વળી વર્લ્ડમાં એપ્રિલથી જુલાઈ સુધી પામતેલનો સ્ટૉક ઘટતો રહેશે. મલેશિયામાં છેલ્લા ત્રણ મહિનાથી પામતેલનો સ્ટૉક એકધારો ઘટી રહ્યો છે જે જુલાઈ સુધી સતત ઘટતો રહી શકે છે. વળી રશિયા અને યુક્રેનના સનફ્લાવરનું વાવેતર ઘટતાં અને ક્રિટિકલ વેધરને કારણે આ વર્ષે સનફ્લાવર ઑઇલનું ઉત્પાદન પાંચ લાખ ટન ઘટવાનો અંદાજ છે.’

ખાદ્ય તેલોની ડિમાન્ડ અને સપ્લાય વિશે દોરાબ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ‘સોયા તેલનું ઉત્પાદન ચાલુ વર્ષે ૨૦ લાખ ટન વધવાનું અનુમાન અગાઉ મુકાયું હતું, પણ આર્જેન્ટિનામાં સોયબીનના ઉત્પાદનમાં જંગી ઘટાડો થતાં સોયા તેલના ઉત્પાદનમાં મોટો ઘટાડો થશે. ગઈ સીઝનમાં સોયબીનના ઉત્પાદનમાં ૨૪ લાખ ટનનો વધારો થયો હતો. પામતેલનું ઉત્પાદન ચાલુ વર્ષે ૩૫ લાખ ટન વધવાનું અનુમાન છે જે ગયા વર્ષે ૬૫ લાખ ટન વધ્યું હતું. રાયડા તેલનું ઉત્પાદન ગયા વર્ષે ત્રણ લાખ ટન ઘટ્યું હતું જે આ વર્ષે પાંચ લાખ ટન વધશે. અન્ય ખાદ્ય તેલોનું ઉત્પાદન ગયા વર્ષે ૩૪ લાખ ટન વધ્યું હતું જે આ વર્ષે માત્ર પાંચ લાખ ટન જ વધતાં તમામ ખાદ્ય તેલોની સપ્લાય ૬૦ લાખ ટન કરતાં ઓછી વધશે જે ગયા વર્ષે ૧૨૦ લાખ ટન વધી હતી. ખાદ્ય તેલોની ડિમાન્ડ ગયા વર્ષે ૬૦ લાખ ટન વધી હતી જે આ વર્ષે પણ ૬૦ લાખ ટન વધશે. ખાદ્ય ઉપયોગ માટે ૩૦ લાખ ટન વપરાશ વધશે અને એનર્જી‍ માટે ૩૦ લાખ ટન ઉપયોગ વધશે.’

ખાદ્ય તેલોના ભાવનું અનુમાન રજૂ કરતાં દોરાબ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ‘મલેશિયન પામતેલ વાયદો જુલાઈ સુધી ૨૪૦૦થી ૨૭૦૦ રિંગિટની રેન્જમાં રહેશે. સોયા તેલની ડિમાન્ડ આવનારા દિવસોમાં ઘણી સ્ટ્રૉન્ગ રહેશે. સોયા તેલના ઇન્ટરનૅશનલ બેન્ચમાર્ક ભાવ હાલમાં ૭૫૦ ડૉલર FOB (ફ્રી ઑન બોર્ડ) આર્જેન્ટિના ચાલી રહ્યા છે. આ ભાવે સ્ટ્રૉન્ગ સપોર્ટ મળશે. કોપરેલ અને પામકર્નાલ ઑઇલના ભાવ આવનારા દિવસોમાં મજબૂત રહેશે.

thomas

પામતેલની ઉત્પાદનવૃદ્ધિ ઘટી, પણ ઓપનિંગ સ્ટૉક ઊંચો : થૉમસ મિલ્કે

જર્મનીથી પ્રસિદ્ધ થતા ‘ઑઇલ વર્લ્ડ’ના એડિટર થૉમસ મિલ્કેએ જણાવ્યું હતું કે ‘પામતેલનું ઉત્પાદન ચાલુ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં ઓછું વધ્યું છે, પણ ઓપનિંગ સ્ટૉકમાં મોટો વધારો થયો હોવાથી પામતેલમાં સપ્ટેમ્બર-ઑક્ટોબર સુધી કોઈ તેજીની શક્યતા દેખાતી નથી. મલેશિયન પામતેલ વાયદો વધીને ટૂંકા ગાળા માટે ૨૬૦૦ રિગિંટ સુધી જઈ શકે છે, પણ ત્યાર બાદ વાયદામાં ભાવ ઘટશે. મલેશિયન પામતેલ વાયદો ૨૩૦૦ રિગિંટની નીચે જવાની કોઈ શક્યતા હાલમાં દેખાતી નથી. વિશ્વમાં ચાલુ વર્ષે પામતેલનું ઉત્પાદન ૩૦ લાખ ટન વધીને ૭૦૯ લાખ ટન થયું છે. એની સામે ગયા વર્ષે ઉત્પાદન ૮૭ લાખ ટન વધીને ૬૭૯.૨૦ લાખ ટન થયું હતું. આમ પામતેલનો ઉત્પાદનનો વધારો ઘણો નાનો છે પણ પામતેલનો ઓપનિંગ સ્ટૉક ચાલુ વર્ષે ૨૨ લાખ ટન વધ્યો હતો, જે ગયા વર્ષે ૩૪ લાખ ટન ઘટ્યો હતો. ઓપનિંગ સ્ટૉક ચાલુ વર્ષે વધતાં ૨૦૧૮માં પામતેલની સપ્લાય ૫૦ લાખ ટન વધશે, જે ગયા વર્ષે ૩૫ લાખ ટન હતી, જ્યારે ચાલુ વર્ષે અને ગયા વર્ષે વપરાશ ૩૫ લાખ ટન જ વધ્યો હતો. આમ પામતેલના ભાવ ઇન્ટરનૅશનલ માર્કેટમાં FOB ઇન્ડોનેશિયા પ્રતિ ટન ૬૩૩ ડૉલર ચાલે છે જે ઘટીને સપ્ટેમ્બર સુધીમાં ૬૦૦ ડૉલર થઈ શકે છે.’

થૉમસ મિલ્કેએ સોયબીનની માર્કેટ વિશે જણાવ્યું હતું કે ‘આર્જેન્ટિનામાં સોયબીનનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં ૧૮૦ લાખ ટન ઘટ્યું છે, પણ એની સામે અમેરિકા-બ્રાઝિલમાં સોયબીનનું ઉત્પાદન વધતાં ઓવરઑલ વૈશ્વિક સોયબીનનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં ૧૦૦ લાખ ટન ઘટ્યું છે. વૈશ્વિક સોયબીનનો ઓપનિંગ સ્ટૉક ચાલુ વર્ષે ૮૨.૧૦ લાખ ટન વધ્યો હતો, જે ગયા વર્ષે ૫૩.૫૦ લાખ ટન વધ્યો હતો. આમ પામતેલની જેમ જ સોયબીનમાં પણ ગયા વર્ષ કરતાં ઓપનિંગ સ્ટૉક વધ્યો હોવાથી સોયાતેલમાં કોઈ મોટી તેજીની શક્યતા નથી. આર્જેન્ટિનામાં સોયબીનનું ઉત્પાદન ઘટતાં સોયાખોળ અને સોયબીનમાં આવનારા દિવસોમાં તેજી થઈ શકે છે. અગાઉ ૨૦૦૯ અને ૨૦૧૨માં આર્જેન્ટિનામાં દુષ્કાળ પડ્યો ત્યારે જાન્યુઆરીથી જૂન સુધીમાં સોયાખોળમાં અનુક્રમે ૨૭ ટકા અને બાવન ટકા તેજી થઈ હતી. ચાલુ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં હજી ૩૩ ટકા તેજી થઈ છે. ૨૦૦૯ અને ૨૦૧૨ના દુષ્કાળ વખતે સોયબીન અને સોયાખોળમાં તેજી જોવા મળી હતી, પણ સોયાતેલ અને પામતેલમાં મંદી જોવા મળી હતી.’

થૉમસ મિલ્કેએ ટૂંકા ગાળામાં ખાદ્ય તેલોની તેજી થશે એવી આગાહી કરતાં જણાવ્યું હતું કે ‘કૅનેડામાં કનોલાનું વાવેતર ગયા વર્ષે ૯૩.૧૦ લાખ ટન હેક્ટરમાં થયું હતું જે ઘટીને ૮૬.૫ લાખ ટન હેક્ટરમાં થશે અને કૅનેડામાં સોયબીનનું વાવેતર ગયા વર્ષે ૨૯.૫ લાખ હેક્ટરમાં થયું હતું જે ઘટીને ૨૬.૧ લાખ હેક્ટરમાં થશે. તમામ તેલીબિયાંનું વાવેતર કૅનેડામાં ગયા વર્ષે ૧૨૮.૬૦ લાખ હેક્ટરમાં થયું હતું જે ઘટીને ચાલુ વર્ષે ૧૧૮.૬૦ લાખ હેક્ટરમાં થશે એવું પ્રોજેક્શન કૅનેડાના એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટે મૂક્યું હતું. આ ઉપરાંત આ વર્ષે યુક્રેન, રશિયા અને અન્ય કાળા સમુદ્રના દેશોમાં સનફ્લાવરનું વાવેતર ઘટ્યું હોવાથી ઉત્પાદન ઘટવાની ધારણા છે. આ સંજોગોમાં સનફ્લાવર ઑઇલનો ભાવ સોયાતેલ અને રાયડા તેલ કરતાં વધી જવાની સંભાવના હોવાથી ખાદ્ય તેલોના ભાવમાં ચાર-પાંચ સપ્તાહ સુધારાની શક્યતા છે.’

ખાદ્ય તેલોની બૅલૅન્સશીટ સમજાવતાં થૉમસ મિલ્કેએ જણાવ્યું હતું કે ‘ખાદ્ય તેલોનું વૈશ્વિક ઉત્પાદન ચાલુ વર્ષે ૭૨ લાખ ટન વધીને ૧૮૮૬.૪૦ લાખ ટન થવાનો અંદાજ છે જે ગયા વર્ષે ૧૩૫ લાખ ટન વધીને ૧૮૧૪.૫૦ લાખ ટન થયું હતું. ઓપનિંગ સ્ટૉક ગયા વર્ષે ૫૫ લાખ ટન વધીને ૨૩૩.૧૦ લાખ ટન હતો, જે આ વર્ષે માત્ર સાત લાખ ટન વધીને ૨૪૦.૧૦ લાખ ટન છે. ગયા વર્ષે અને આ વર્ષે સપ્લાય એકસરખી ૭૯ લાખ ટન વધી છે પણ ખાદ્ય તેલોનો વપરાશ ગયા વર્ષે ૫૮ લાખ ટન વધ્યો હતો જે આ વર્ષે ૬૨ લાખ ટન વધવાની ધારણા છે. આમ ખાદ્ય તેલોની ઓવરઑલ બૅલૅન્સશીટમાં પણ ઓપનિંગ સ્ટૉક મોટો હોવાથી સપ્ટેમ્બર સુધી ખાદ્ય તેલોમાં તેજીની કોઈ શક્યતા નથી. સોયાતેલના વૈશ્વિક બેન્ચમાર્ક ભાવ આર્જેન્ટિનાના પોર્ટ પર FOB ૭૫૦ ડૉલર છે જે સપ્ટેમ્બર સુધીમાં ઘટીને ૭૧૦ ડૉલર થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK