નજીકના ગાળામાં નફો અંકે કરવાની પ્રવૃત્તિ ચાલુ રહેશે

નિફ્ટી ગઈ કાલે શરૂઆતમાં ઊંચે ગયા બાદ બૅન્કિંગક્ષેત્રે વેચાણનું દબાણ વધતાં ઘટવા લાગ્યો હતો.

ડેરિવેટિવ્ઝ ટ્રૅકર - ચિરાગ બાવીશી

મિડ-કૅપ ઇન્ડેક્સમાં નફો અંકે કરવાનું વલણ હતું. એના પરથી નજીકના ગાળામાં આ પ્રવૃત્તિ ચાલુ રહેશે એવું જણાય છે. નિફ્ટી ફ્યુચર્સ ઑક્ટોબર નિફ્ટી સ્પૉટમાં ૯.૨૫ પૉઇન્ટના પ્રીમિયમ સાથે ૯૯૮૧.૫૫ બંધ રહ્યો હતો.

બૅન્ક નિફ્ટી ફ્યુચર્સ બૅન્ક નિફ્ટી સ્પૉટમાં ૨૨.૩૫ના ડિસ્કાઉન્ટ સાથે ૨૪,૦૮૫.૧૦ બંધ રહ્યો હતો.

ઇન્ડિયા વૉલેટિલિટી ઇન્ડેક્સ ૬.૨૭ ટકા વધીને ૧૧.૮૧ થયો હતો.

ઑક્ટોબર સિરીઝ માટે નિફ્ટી પુટ-કૉલ રેશિયો ૧.૧૨ રહ્યો છે. બૅન્ક નિફ્ટીમાં આ રેશિયો ૧.૬૨ છે.

નિફ્ટી ઑક્ટોબર સિરીઝમાં સૌથી વધુ સક્રિય ઑપ્શન્સ કૉન્ટ્રૅક્ટ ૧૦,૧૦૦નો કૉલ ઑપ્શન સ્ટ્રાઇક અને ૧૦,૦૦૦નો પુટ ઑપ્શન સ્ટ્રાઇક હતો.

બૅન્ક નિફ્ટી ઑક્ટોબર સિરીઝમાં સૌથી વધુ સક્રિય ઑપ્શન્સ કૉન્ટ્રૅક્ટ ૨૪,૫૦૦નો કૉલ ઑપ્શન સ્ટ્રાઇક અને ૨૪,૦૦૦નો પુટ ઑપ્શન સ્ટ્રાઇક હતો.

સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ ધરાવતા પાંચ સ્ટૉક પેટ્રોનેટ (૧૮.૯૯), RBL બૅન્ક (૧૬.૧૦), ઇન્ડસઇન્ડ બૅન્ક (૧૬.૦૯), કૅનેરા બૅન્ક (૧૫.૩૨) અને ભારતી ઍરટેલ (૧૫.૨૪) હતા.

ભારત ફૉર્જ અને તાતા કેમિકલ્સમાં શૉર્ટનો જમાવડો છે અને ઇન્ડસઇન્ડ બૅન્ક તથા બજાજ ફાઇનૅન્સમાં લૉન્ગનો જમાવડો છે. આથી એમના પર ધ્યાન રાખવા જેવું છે. કૅશ માર્કેટ અને ઇન્ડેક્સ ફ્યુચર્સ સેગમેન્ટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો નેટ સેલર રહ્યા હતા. તેમણે ૫૦૫ કરોડ રૂપિયા મૂલ્યની ઇક્વિટી વેચી હતી. ઇન્ડેક્સ ફ્યુટર્સમાં નેટ ૩૯૧ કરોડ રૂપિયાના મૂલ્યનું વેચાણ થયું હતું. એના પરથી જણાય છે કે શૉર્ટમાં ફૉર્મેશન અને લૉન્ગમાં અનવાઇન્ડિંગ થઈ રહ્યું છે.

(લેખક સેટકો કૅપિટલ માર્કેટ્સ લિમિટેડના રિસર્ચ હેડ અને ટેક્નિકલ ઍનલિસ્ટ છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy