આયાત-ડ્યુટીનું કવચ ખતમ કરી શકે સ્થાનિક ઉદ્યોગોની ઉત્પાદકતા

અમેરિકાના વાણિજ્ય ડિપાર્ટમેન્ટે અમેરિકામાં થતી સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ચીજવસ્તુઓની આયાત પરની ડ્યુટી વધારવાની ભલામણ કરી છે. સ્ટીલનાં ઉત્પાદનોની આયાત પર ઓછામાં ઓછી ૨૪ ટકા ડ્યુટી, પણ ભારત સહિતના ૧૨ દેશોની આયાત પર ૫૩ ટકા ડ્યુટીની ભલામણ છે. ઍલ્યુમિનિયમની આયાતો પર ઓછામાં ઓછી ૭.૭ ટકા ડ્યુટી આવી શકે. આનો ઉદ્દેશ અમેરિકામાં સ્ટીલ અને ઍલ્યુમિનિયમની આયાતો ઓછી કરીને સ્થાનિક ઉત્પાદન વધારવાનો છે

અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

દસ વર્ષ પહેલાં વિશ્વની કોઈ પણ આર્થિક સમસ્યાના ઉકેલ માટે જે વૈશ્વિકીકરણ રામબાણ ઉપાય મનાતો હતો એ આજે ખતમ થવામાં છે. ૨૦૦૮ની નાણાકીય કટોકટી પહેલાં વૈશ્વિકીકરણ (ગ્લોબલાઇઝેશન)ને કારણે ઉત્પાદન મોટા પાયે ગરીબ દેશો ભણી ધકેલાયું હતું, કારણ કે આ દેશોમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન અને વેપાર કરી શકાય એવી સેવાઓ નાખી દેવાના (તળિયાના) ભાવે પૂરી પડાતી હતી. ઘણા ગરીબ દેશોને આનો ફાયદો મળ્યો. ત્યાં લાખો લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા. પરિણામે વિકસિત દેશોનો ભાવવધારો અંકુશમાં રહ્યો હોવાથી મધ્યવર્તી બૅન્કો વ્યાજના દર નીચા રાખી શકી. ત્રીજા વિશ્વના દેશોમાં સપ્લાય-ચેઇનના વિસ્તરણને લીધે વિકસિત દેશો પર વેતન વધારવાનું દબાણ ન આવ્યું એથી કંપનીઓનો નફો વધ્યો. એ થકી નાગરિકોને સસ્તી લોનો મળતી થઈ, ખાસ કરીને રહેઠાણ માટે. આમ વૈશ્વિકીકરણ વિકસિત તથા વિકસતા દેશો માટે આર્શીવાદરૂપ બન્યું.

સત્તા પર આવ્યા ત્યારથી અમેરિકા ફર્સ્ટની નીતિ અમલમાં મૂકવા માટે મક્કમ ડોનલ્ડ ટ્રમ્પે હવે સ્ટીલ અને ઍલ્યુમિનિયમની આયાત પરની ડ્યુટી વધારીને બીજા દેશો માટે અમેરિકામાં પગપેસારો કરવા કે વેપાર વધારવા સામે જે કવચ ઊભું કર્યું છે એ વેપારયુદ્ધમાં પરિણમે તો નવાઈ નહીં. આમ જે દેશો અત્યાર સુધી આર્થિક સુધારા કરીને દેશી ઉદ્યોગોની વૈશ્વિકીકરણ સામે હરીફાઈમાં ટકવાની વાત કરતા હતા એ હવે ટૅરિફ અને ટૅરિફ સિવાયની અન્ય દીવાલો ઊભી કરીને વિશ્વના અન્ય દેશો સામે હરીફ શક્તિમાં ટકી રહેવાની મથામણ કરે છે.

અમેરિકાના વાણિજ્ય ડિપાર્ટમેન્ટે અમેરિકામાં થતી સ્ટીલ અને ઍલ્યુમિનિયમની ચીજવસ્તુઓની આયાત પરની ડ્યુટી વધારવાની ભલામણ કરી છે. સ્ટીલનાં ઉત્પાદનોની આયાત પર ઓછામાં ઓછી ૨૪ ટકા ડ્યુટી, પણ ભારત સહિતના ૧૨ દેશોની આયાત પર ૫૩ ટકા ડ્યુટીની ભલામણ છે. ઍલ્યુમિનિયમની આયાતો પર ઓછામાં ઓછી ૭.૭ ટકા ડ્યુટી આવી શકે. આનો ઉદ્દેશ અમેરિકામાં સ્ટીલ અને ઍલ્યુમિનિયમની આયાતો ઓછી કરીને સ્થાનિક ઉત્પાદન વધારવાનો છે. યુરોપિયન કમિશન અમેરિકાને પગલે આવાં જ પગલાં ભરશે એવા સંકેત મળી રહ્યા છે.

આ ભલામણોના આધારે અમેરિકન સરકારની સ્ટીલ પર પચીસ ટકા અને ઍલ્યુમિનિયમ પર ૧૦ ટકા ડ્યુટી નાખતી જાહેરાત પર પ્રેસિડન્ટ ટ્રમ્પે સહી કરી છે. કૅનેડા અને મેક્સિકો આમાં અપવાદ રહેશે. ભારત અને ચીન જો આવી ટૅરિફો નહીં નાખે તો અમેરિકા આ દેશો પર અન્ય પ્રકારના ટૅક્સ નાખશે એવી ધમકી પણ ટ્રમ્પે ઉચ્ચારી છે. ભારત આ ચીજવસ્તુઓની નિકાસ કરતું હોવાથી આ ટૅરિફની અવળી અસરમાંથી સંપૂર્ણપણે મુક્ત રહી શકે નહીં.

અમેરિકાએ નાખેલી ડ્યુટીના દર બાઉન્ડ રેટ કરતાં વધારે છે. બાઉન્ડ રેટ એટલે દરેક દેશોએ વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (WTO)ને ખાતરી આપેલો દર. એવી ખાતરી કે પોતે કોઈ પણ સંજોગોમાં ખાતરી આપેલા દરથી ઊંચા દરે ડ્યુટી નાખશે નહીં. ટૅરિફનો અમલ હોય એ દર કરતાં બાઉન્ડ રેટ જુદો હોઈ શકે. અમલમાં હોય એ દરને અપ્લાઇડ રેટ કહે છે.

ફેબ્રુઆરી ૨૦૧૮માં રજૂ કરાયેલા બજેટમાં ભારતે પણ ઘણી બધી ચીજવસ્તુઓ પરની આયાત-ડ્યુટી વધારી છે. ૧૯૯૦માં સરેરાશ આયાત-ડ્યુટી ૮૧ ટકા જેટલી હતી એ હમણાં સુધી સતત ઘટાડતા રહીને ૧૩ ટકા પર લવાઈ છે. સુધારાનાં પચીસ વર્ષ પછી પણ હવે આપણે આવા રક્ષણની જરૂર છે એવી દલીલ કરવી અને એ પણ નજીકના ભવિષ્યમાં જ્યારે આપણા અર્થતંત્રનું કદ બમણું કરીને પાંચ ટ્રિલ્યન ડૉલર કરવાની વાત કરતા હોઈએ ત્યારે, એ વિદેશી મૂડીરોકાણકારોનો આપણા અર્થતંત્ર પરનો વિશ્વાસ હલબલાવી દે એવી વાત છે.

ઊંચી આયાત-ડ્યુટીથી સ્થાનિક કે દેશી ઉદ્યોગોને રક્ષણ મળે અને એનો વિકાસ થાય એ દલીલ આજના સંદર્ભમાં (જ્યારે ભારત વિશ્વના અન્ય દેશો સાથે વેપારના અને મૂડીરોકાણના મજબૂત સંબંધો ધરાવતું હોય ત્યારે) બહુ પ્રભાવિત કરે એવી નથી. આડકતરી રીતે એની અસર આપણી નિકાસો પર અને એ દ્વારા આપણા ઉત્પાદન અને રોજગારી પર પણ પડવાની જ.

પૅસેન્જર કાર પરની ૬૦થી ૮૦ ટકાની આયાત-ડ્યુટીને કારણે સ્થાનિક કાર ઉત્પાદક કંપનીઓને આયાત કરાતી કાર સામે ટકવાની મુશ્કેલી ન પડે એ સાચું, પણ દેશમાં જ કાર માટેનું જરૂરી બજાર મળી રહેવાને લીધે ઉત્પાદકો કારની નિકાસ તરફ ધ્યાન કેãન્દ્રત ન જ કરે. ભારત પાસે કાર ઉત્પાદનની સ્થાનિક માગણી કરતાં વધુ ક્ષમતા હોવા છતાં અને નિકાસ આડે એવા ખાસ પ્રકારના અંતરાયો ન હોવા છતાં કારની નિકાસમાં ભારતનો હિસ્સો ગ્લોબલ એક્સપોર્ટ માર્કેટના એક ટકા જેટલો જ છે. ઑટો વેહિકલ્સના ઉત્પાદનમાં વિશ્વમાં છઠ્ઠા ક્રમે રહેલા ભારત માટે આ હિસ્સો ખૂબ ઓછો કહેવાય, પણ આડકતરી રીતે જોઈએ તો એના મૂળમાં કાર પરની ખૂબ ઊંચી આયાત-ડ્યુટી જ ગણાય. વિશ્વના એક્સપોર્ટ બજારમાં ચીનની કારનો હિસ્સો ત્રણ ટકા છે. સસ્તી આયાતોની હરીફાઈનો સામનો કરવો ન પડતો હોવાથી કારના ઉત્પાદન બાબતે આપણી ઉત્પાદકતા ચીનની ઉત્પાદકતા કરતાં ત્રીજા ભાગની છે. વિશ્વના દેશો સાથે હરીફાઈમાં ઊભા રહેવાનું દબાણ જ ઉત્પાદકતા વધારવા માટેની ફરજ પાડી શકે. આપણે ત્યાં એક આઇટમની માગણી જેટલી ઉત્પાદનક્ષમતા હોય તો પણ ઉદારીકરણ, આધુનિકીકરણ અને વૈશ્વિકીકરણïના આ યુગમાં WTOમાં જે ખાતરી અપાયેલી એ આયાત-ડ્યુટીના દર રાખીને સાચા અર્થમાં મુક્ત અર્થતંત્ર બની શકાય. તંદુરસ્ત હરીફાઈનો ડર ન હોવો જોઈએ. અલબત્ત, કોઈ દેશ WTOનાં ધોરણોનો ભંગ કરીને ખોટી રીતે ઍન્ટિ-ડમ્પિંગ ડ્યુટી નાખીને પોતાના સ્થાનિક ઉદ્યોગોનો બચાવ કરે ત્યાં એનો અસરકારક વિરોધ પણ થવો જોઈએ. પણ સામાન્ય સંજોગોમાં આયાતો આપણા ઉત્પાદનને હરીફાઈમાંથી બહાર ફેંકી દેશે, લોકલ માર્કેટ પણ હાથમાંથી જતી રહેશે એવી ભીતિ આપણા ઉત્પાદકોને વિશ્વના નિકાસબજારમાં ટકી રહેવાનું બળ આપશે.

એક વાર આપણા ઉત્પાદકોની ઉત્પાદકતા ઊંચી અને વિશ્વસનીય હશે તો અન્ય દેશોના ઉત્પાદકો પણ એ ઊંચી ઉત્પાદકતાનો લાભ લેવા અને એ દ્વારા ઉત્પાદન કિંમતો ઘટાડીને વિશ્વબજારમાં ટકી રહેવા માટે ભારતમાં મૂડીરોકાણ માટે પ્રેરાશે. એટલે એ સરકારના મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ માટે પણ હકીકતમાં પૂરક બનશે જેના દ્વારા નવી રોજગારીનું સર્જન શક્ય બની શકે, માથાદીઠ આવક વધે અને ચીજવસ્તુઓની માગણી પણ. એ રીતે મૂડીરોકાણ, ઉત્પાદન, રોજગારી, માથાદીઠ આવક અને અસરકારક માગણીની સાઇકલ પૂરી થાય તો એ વિકાસનું સાતત્ય જાળવી શકે અને વિકાસ જેમાં બધાનો હિસ્સો હોય એવો ઇન્ક્લુઝિવ વિકાસ બને.

આપણા ઑટો કમ્પોનન્ટ પરની આયાત-ડ્યુટી નેવુંના દાયકાના ૬૦ ટકામાંથી ઘડાડીને સરેરાશ ૧૨-૧૩ ટકાની કર્યા પછી આપણો ઑટો કમ્પોનન્ટ ઉદ્યોગ પડી ભાંગવાને બદલે એણે સફળતાનાં સોપાન સર કર્યાં છે. ઊંચી આયાત-ડ્યુટી છતાં ઑટો કïમ્પોનન્ટનું ઉત્પાદન તો વધ્યું અને સાથોસાથ નિકાસો પણ. નિકાસોનો હિસ્સો ઉત્પાદનના ૪૦ ટકા જેટલો છે એટલે આયાતો પણ વધી છે જે તો જ શક્ય બને જ્યારે ઉત્પાદકતા વધી હોય અને કિંમતોની રીતે આ કમ્પોનન્ટ વિશ્વના નિકાસબજારમાં ટકી શકે એવા હોય.

ટૅરિફ દેશની હરીફ શક્તિમાં મહત્વનો ભાગ ભજવે છે. કેટલાક એશિયન દેશોએ ઊંચી આયાત-ટૅરિફ પછી પણ નિકાસો વધારી છે અને આર્થિક વિકાસનો દર પણ. જ્યારે બીજા પ્રદેશોમાં અન્ય દેશો નેવુંના દસકામાં આયાત-ડ્યુટી ઘટાડ્યા પછી પણ નિકાસ અને આર્થિક વિકાસના દર બાબતે ખાસ સફળ રહ્યા નથી. અમલ મુશ્કેલ હોય એવા આર્થિક સુધારાઓને બદલે આયાત-ડ્યુટી વધારવાનું વલણ વધી રહ્યું છે ત્યારે વ્યાપાર (ટ્રેડ) અને ઔદ્યોગિક (ઇન્ડસ્ટ્રિયલ) પૉલિસી એકબીજા સાથે સુસંગત બને તો જ વૈશ્વિકીકરણને બચાવી શકાશે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK