ભારતમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માટે આશાવાદી ચિત્ર

પાછલા સપ્તાહની તુલનાએ ગયા સપ્તાહે બજાર ઘટ્યું હતું.

બ્રોકર-કૉર્નર - દેવેન ચોકસી

નિફ્ટી અને સેન્સેક્સ એકંદરે અનુક્રમે ૨.૧૦ અને બે ટકા ઘટીને ૧૦૨૨૭ અને ૩૩૩૦૭ બંધ રહ્યા હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને બાદ કરતાં બધાં જ ક્ષેત્રો નબળાં રહ્યાં હતાં.

શુક્રવારે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સ્ટૉક્સની કામગીરી સારી રહી હતી. રૂપિયાનું મૂલ્ય હાલમાં ઘટી રહ્યું છે અને હજી ઘટવાની ધારણા છે એથી એનો લાભ આ ક્ષેત્રને મળશે.

વૈશ્વિક અંદાજ

વૈશ્વિક બજારોમાં વૃદ્ધિનું ચલણ હતું. શુક્રવારે S&P ૫૦૦ ઇન્ડેક્સ ૧.૭૪ ટકા ઉપર બંધ રહ્યો હતો. FTSE ૧૦૦ ઇન્ડેક્સ ૦.૩૦ ટકા અને શાંઘાઈ કમ્પોઝિટ ૦.૫૭ ટકા ઊંચે બંધ રહ્યા હતા. હૅન્ગસેંગ અને નિક્કીમાં અનુક્રમે ૧.૧૧ અને ૦.૪૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

ડોનલ્ડ ટ્રમ્પે ટ્રાન્સ-પૅસિફિક પાર્ટનરશિપ કરારમાંથી અમેરિકાનું નામ પાછું ખેંચી લીધું છે છતાં ૧૧ દેશોએ એના પર હસ્તાક્ષર કરતાં વૈશ્વિક અર્થતંત્રના ૧૪ ટકા દેશો એમાં સંકળાયા છે. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં એની ઘણી મોટી અસર થશે.

ક્ષેત્રવાર અંદાજ : કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ

અમારા મતે ૨૦૧૭-’૧૮ના ત્રીજા ક્વૉર્ટરનો ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરની કંપનીઓનો વિકાસ સારો થશે. વિશ્વભરની રીટેલ કંપનીઓને ભારતમાં વેચાણ કરવામાં રસ છે. ભારતમાં આવકનું પ્રમાણ દિવસે-દિવસે વધતું જવાની ધારણા છે. ૨૦૨૫ સુધીમાં ગ્રાહકો ૪ ટ્રિલ્યન ડૉલર જેટલો ખર્ચ કરતા થઈ જશે. અહીં મધ્યમ વર્ગ વિશાળ છે તથા ધનિક વર્ગ ખર્ચ કરવામાં પાછળ નથી.

આગામી સમયમાં ગ્રાહકોનો મોટો ખર્ચ ખોરાક, ઘર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પરિવહન અને સંદેશવ્યવહાર ક્ષેત્રે થશે. વૈશ્વિક કંપનીઓ ભારતને એક મોટા બજાર તરીકે જુએ છે. જો વિશ્વમાં ક્યાંય ઘરાકી વધશે તો ભારતમાં વધશે એવો બધાનો અંદાજ છે. સતત આવક વધી રહી હોવાથી લોકોનો ખર્ચ પણ વધતો જશે.

૨૦૨૫ સુધીમાં વિશ્વની કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની માર્કેટમાં ભારત વિશ્વમાં પાંચમું સ્થાન ધરાવતું હશે. હાલમાં એનું સ્થાન બારમું છે.

ભારતની કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની માર્કેટ ૨૦૨૦ સુધીમાં ૨૦.૬ અબજ ડૉલરનું કદ ધારણ કરશે. લોકોને ધિરાણ પણ સહેલાઈથી મળવા માંડશે જેથી ખર્ચ કરવાનું પ્રમાણ વધશે. ગ્રામીણ વિસ્તારોમાં ઘરે-ઘરે વીજળી આવી જાય એ દિવસો હવે દૂર નથી. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની માગણીમાં ઑનલાઇન વેચાણ પણ નોંધપાત્ર ભૂમિકા ભજવશે.

(લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK