સંગીન જૉબડેટાના પગલે શૅરબજારો અને ડૉલરમાં રિલીફ રૅલી

બૅન્કિંગ-કૌભાંડોથી રૂપિયો અને બૉન્ડમાં નરમાઈ : ટ્રેડ-વૉર વણસવાની ભીતિએ કૉમોડિટી બજારોમાં ગભરાટ

કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થનારા સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર અનુક્રમે ૨૫ અને ૧૦ ટકાની આયાત-જકાત લાદતાં અમેરિકા અને વિશ્વના મોટા દેશો વચ્ચે વેપારી સંબંધો વણસવાની દહેશતે બજારો તૂટ્યાં હતાં, પરંતુ શુક્રવારે અમેરિકાના જૉબ-ડેટા બેહદ મજબૂત આવતાં ડાઉ અને ઘણાં ખરાં બજારોમાં સંગીન ઉછાળો આવ્યો હતો.

ટ્રેડ-વૉરની દહેશતથી અમેરિકા સાથે મોટો વેપાર ધરાવતા દેશો ચીન, જર્મની, જપાન, કોરિયાનાં શૅરબજારોમાં કડાકો બોલ્યો હતો; પણ પછી થોડો સુધારો આવ્યો હતો. જોકે કૉમોડિટી બજારો પર વધારે અસર હતી. ચીન અમેરિકા સામે વળતાં પગલાં લેશે એવી અટકળે સોયાબીન ખૂબ તૂટ્યાં હતા. ચીન અમેરિકામાંથી સોયાબીન અને કૉટનનું ટોચનું આયાતકાર છે.

જોકે ટૅરિફના મામલે ટ્રમ્પની મુત્સદ્દીગીરીને દાદ આપવી પડે. ભૂતપૂવર્‍ પ્રમુખ ઓબામા વકીલ હતા અને ટ્રમ્પ બિઝનેસમૅન છે. એક વકીલ દેશ કઈ રીતે ચલાવે અને એક વેપારી દેશ કઈ રીતે ચલાવે એનું સચોટ ઉદાહરણ ટ્રમ્પની વિદેશનીતિમાં દેખાય છે.

ટ્રમ્પ સામે અનેક અડચણો હોવા છતાં તેઓ ધાર્યું કરી રહ્યા છે અને અમેરિકાને ફાયદો થાય એવું કરી રહ્યા છે. ડ્યુટીના મામલે ટ્રમ્પ એક તીરથી અનેક નિશાન સાધી રહ્યા છે. કૅનેડા અને મેક્સિકોને જકાતમુક્ત રાખીને નાફ્ટા મંત્રણામાં અમેરિકા માટે લિવરેજ શોધી રહ્યા છો. અમેરિકાના લશ્કરી સાથીદારોને પણ મુક્તિ આપવાનું કહીને યુરોપને પણ સાથે રાખી રહ્યા છે અને ચીનની આગેકૂચ રોકવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. 

સ્થાનિક બજારોમાં રૂપિયો ડૉલર સામે નરમ રહ્યો છે. બૅન્કોમાં રોજ નિતનવાં કૌભાંડ અને વૈશ્વિક આર્થિક અચોક્કસતા વચ્ચે રૂપિયામાં માનસ નરમાઈનું છે. રૂપિયો ૬૩.૨૫થી ઘટતો-ઘટતો ૬૫.૨૫ થયો છે અને આગળ જતાં ૬૬.૧૫-૬૬.૪૫ થવાની સંભાનવા છે. હાલમાં ટેક્નિકલ રેન્જ ૬૪.૮૫-૬૫.૫૫ છે. ૬૫.૩૭ ઉપર બંધ રહેતાં નવી રેન્જ ૬૫.૩૦-૬૬.૪૫ ખૂલશે. ઇલિયટ વેવ મુજબ પાંચમા વેવમાં ટાર્ગેટ ૬૭.૨૦ આવે છે. બૉન્ડ બજારમાં નરમાઈ છે. બૅન્કોને થર્ડ ક્વૉર્ટરમાં બૉન્ડમાં અંદાજે ૩ અબજ ડૉલરની ખોટ ગઈ છે. બૉન્ડ ટ્રેડિંગમાં વૉલ્યુમ ઘણાં ઘટ્યાં છે. બૉન્ડમાં મંદીને કારણે સરકારને બજારમાંથી દેવાં વડે ૮૦,૦૦૦ કરોડ ઊભા કરવા હતા એ લક્ષ્યાંક પૂરો થવાની સંભાવના ધૂંધળી બની છે. બૅન્કોની ફ્ભ્ખ્માં વધારો અને વિલફુલ ડિફૉલ્ટરો તથા અનવિલફુલ ડિફૉલ્ટરો કેટલા છે એ કહેવું મુશ્કેલ છે. નીરવ મોદી કૌભાંડ પછી સરકાર ખૂબ સતર્ક થઈ છે અને રિઝવર્‍ બૅન્કે અમુક બૅન્કોને કહી દીધું છે કે નવું ધિરાણ ન કરવું. અમુક બૅન્કોને અગાઉ મંજૂર થયેલું ધિરાણ પણ અટકાવી દીધું છે. આમ કરવાથી પડતા પર પાટુ થશે. બૅન્કો ખોટા સમયે ખોટા લોકોને ખોટી રીતે રૂપિયા આપી દેવાની ભૂલ કરે છે અને એ પછી સાચા સમયે સાચા લોકોને સાચી રીતે રૂપિયા ન આપીને વિકાસનું ગળું ઘોંટી નાખવાની ભૂલ પણ કરે છે. આ સવર્સાામાન્ય શિરસ્તો છે.

વિદેશી બજારોની વાત કરીએ તો મજબૂત જૉબ-ડેટા પછી શૅરબજારો અને બેઝ મેટલ વધ્યાં હતાં. સોનામાં પણ ઘટેલા ભાવથી ઉછાળો આવ્યો હતો. ડૉલરમાં પણ ઘટેલા ભાવથી સુધારો હતો. બુધવારે ફેડની બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેઝિસ પૉઇન્ટનો વધારો લગભગ નિશ્ચિત લાગે છે. ડૉલર ઇન્ડેક્સ ટેક્નિકલી ૮૮.૫૦-૯૨.૫૦ની રેન્જમાં રહે એવું લાગે છે. ડૉલરમાં વચગાળાની તેજી દેખાય છે, પણ મૂળ ટ્રેન્ડ મંદીનો છે.

યુરોપમાં પાઉન્ડ અને યુરો ટકેલા હતા. જર્મનીમાં ઔદ્યોગિક ડેટા થોડો નબળો આવ્યો હતો. જોકે યુરો ઝોનની ચાલુ ખાતાની પુરાંત, જબ્બર વેપારખાધ અને આર્થિક સુધારો સારો છે એ જોતાં યુરોમાં તેજી જળવાઈ રહેશે. યુરો ડૉલરની રેન્જ ૧.૨૧૦૦-૧.૨૫૦૦ અને યુરો રૂપિયાની રેન્જ ૭૯.૨૦-૮૧.૭૦ છે. પાઉન્ડ યુરોની રેન્જ ૧.૩૮૦૦-૧.૪૨૦૦ છે. પાઉન્ડ રૂપિયામાં રેન્જ ૮૯-૯૧.૫૦ છે. એશિયામાં યેનમાં મજબૂતાઈ જળવા, રહી છે. યેનની રેન્જ ૧.૫-૧૦૮ છે. આગળ જતાં યેન ૧૦૨-૧૦૩ થવાની સંભાવના છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK