મૉનિટરી પૉલિસી રિઝર્વ બૅન્કના ફાઇન બૅલૅન્સિંગ ઍક્ટનો પુરાવો છે

વ્યાજદરના વધારાની સાઇકલ શરૂ થવાની તૈયારીમાં

RBI

અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

મૉનિટરી પૉલિસીની જાહેરાતમાં આર્થિક વિકાસ અને ફુગાવા વચ્ચે સમતુલન જાળવવામાં ગયા અઠવાડિયે રિઝર્વ બૅન્ક સફળ રહી. બજેટની દરખાસ્તોને કારણે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કૂદકે ને ભૂસકે વધતા જતા ક્રૂડ ઑઇલના ભાવોને કારણે ભાવવધારા સામેનું જોખમ વધ્યું છે એટલે રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીએ વ્યાજના દર ઘટાડ્યા નથી. બીજી તરફ આર્થિક વિકાસની ગાડી ધીમે-ધીમે પાટે ચડી રહી છે એટલે રિઝર્વ બૅન્કે વ્યાજના દર વધારવાનું પણ મુલતવી રાખ્યું છે. ભાવવધારાને અંકુશમાં રાખવાની મુખ્ય જવાબદારી રિઝર્વ બૅન્કના શિરે હોવા છતાં વ્યાજદરના વધારાની મૂડીરોકાણ પર અને આર્થિક વિકાસ પર અવળી અસર ન થાય એને કારણે વ્યાજના દર બાબતે જૈસેથે સ્થિતિ જાળવી રાખવામાં આવી છે. 

ફિસ્કલ કન્સોલિડેશનના રોડ-મૅપ બાબતે કેન્દ્ર સરકારે બજેટમાં લીધેલી છૂટથી અને એની ફéગાવા પર થનારી અસરના સંદર્ભમાં ૧૦ વર્ષનાં સરકારી બૉન્ડ પરના વળતરનો વધારો ભવિષ્યમાં વ્યાજના દરના વધારાનો સંકેત આપે છે.  

રિઝર્વ બૅન્ક વ્યાજના દર ઘટાડે ત્યારે એનો ફાયદો બૅન્કો ધિરાણ લેનારને જલદી આપતી નથી, પણ જ્યારે વ્યાજના દર વધવાની શક્યતા વધી છે ત્યારે એ દર હકીકતમાં વધે એ પહેલાં બૅન્કો વ્યાજના દર વધારવા માંડી છે. વધવા માંડેલા બૉન્ડ પરના યીલ્ડને કારણે (બૉન્ડના ભાવ ઘટી રહ્યા છે) અને નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સને લીધે બૅલૅન્સશીટમાં વધુ જોગવાઈ કરવી પડતી હોવાને લીધે બૅન્કોના નફા ઘટી રહ્યા છે એટલે બૅન્કો વ્યાજના દર વધારીને આવક વધારવાના પ્રયાસ કરી રહી છે જે મૂડીરોકાણ દ્વારા આર્થિક વિકાસ વધારવા સામે મોટો પડકાર ફેંકે છે. સ્ટેટ બૅન્ક અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન બૅન્કે વ્યાજના દર વધારવામાં લીડ લીધી છે.

બૅન્કોમાં થાપણોની સરખામણીએ ધિરાણની માગણી વધી રહી છે. પરિણામે થાપણો કરતાં બૅન્કોનો ક્રેડિટ-ગ્રોથ છેલ્લા થોડા મહિનાઓમાં ઊંચો રહ્યો છે. ડિસેમ્બર ૨૦૧૭માં નૉન-ફêડ ક્રેડિટ ૧૦ ટકા વધી જ્યારે વર્ષ પહેલાં ડિસેમ્બર ૨૦૧૬માં એમાં માત્ર ચાર ટકાનો વધારો થયો હતો. સરકારે જાહેર ક્ષેત્રની બૅન્કો માટે ૮૮,૦૦૦ કરોડ રૂપિયાનો રીકૅપિટલાઇઝેશન પ્રોગ્રામ જાહેર કર્યો છે એટલે પણ બૅન્કોની ધિરાણક્ષમતા વધવાથી બïૅન્કો વધુ ધિરાણ આપશે અને વ્યાજના દર વધશે.   ï

રિઝર્વ બૅન્કના અભ્યાસ પ્રમાણે ધિરાણની કિંમત (વ્યાજના દર)માં એક ટકાનો વધારો થાય ત્યારે મૂડીરોકાણના દરમાં ૦.૯ ટકાનો ઘટાડો થાય છે. ઇન્ફ્લેશનના વધારાને લીધે બેન્ચમાર્ક ૧૦ વર્ષનાં બૉન્ડ પરના યીલ્ડમાં જુલાઈ મહિનાથી એક ટકાનો વધારો થયો છે એટલે ભવિષ્યમાં વ્યાજના દર વધવાના. ધિરાણની વધતી જતી માગણીને પહોંચી વળવા માટેનું ફન્ડ ઊભું કરવા બૅન્કોએ ડિપોઝિટ પરના વ્યાજના દર વધારવાનું શરૂ કર્યું છે.   રિઝર્વ બૅન્ક વ્યાજના દર ઘટાડે ત્યારે બૅન્કો એ ઘટાડાનો લાભ ધિરાણ લેનારાઓને આપે એ માટે ૨૦૧૮ની ૧ એપ્રિલથી બૅન્કોના બેઝ રેટને માર્જિનલ કૉસ્ટ ઑફ લેન્ડિંગ રેટ (MCLR) સાથે સાંકળવાનું નક્કી કર્યું છે. આ દર ફન્ડના ખર્ચ પર આધારિત હોવાથી મૉનિટરી પૉલિસીના ફેરફાર (વ્યાજના દરમાં થતા ઘટાડા)ની અસર તરત જ ધિરાણદર પર થાય છે.  

રિઝર્વ બૅન્કે એપ્રિલ ૨૦૧૬માં જ બૅન્કોને આવી સૂચના આપી હતી જેનો અમલ સખતાઈથી થયો નહોતો એટલે ઘણા ધિરાણના કિસ્સાઓમાં બૅન્કો બેઝ રેટનો ઉપયોગ કરે છે. આમ એના ફન્ડની કિંમત (ડિપોઝિટ પરના વ્યાજના દર ઘટાડ્યા પછી) ઘટવા છતાં બૅન્કો લોન પરના બેઝ રેટ ઘટાડતી નથી એટલે ભાવવધારો કાબૂમાં હોય અને રિઝર્વ બૅન્ક વ્યાજના દર ઘટાડે એટલે તરત બૅન્કો ડિપોઝિટ પરના વ્યાજના દર ઘટાડે (બૅન્ક ડિપોઝિટરોને નુકસાન થાય), પણ બૅન્કધિરાણ લેનારને ફાયદો ન થાય. 

MCLRની ગણતરી માટેની પદ્ધતિ રિઝર્વ બૅન્ક હવે જાહેર કરશે, પણ બૅન્કે સ્પષ્ટતા કર્યા મુજબ MCLR એ જ બેઝ રેટ ગણાશે એમ નહીં, પણ બેઝ રેટ અને MCLR વચ્ચે સુમેળ હશે. MCLR ડિપોઝિટ પરના વ્યાજના દર સાથે સંકળાયેલો હોવાથી અને એની ગણતરી માત્ર ભૂતકાળમાં ઊંચા દરે મૂકવામાં આવેલી ડિપોઝિટ પરના વ્યાજદર પ્રમાણે જ નહીં, પણ ફન્ડની કિંમતની ગણતરી ડિપોઝિટ પરના નવા ઘટાડાયેલા વ્યાજના દરને આધારે થતી હોય એ વધુ વાસ્તવિક ગણાય.  

MCLRની ગણતરી સામાન્ય રીતે ફન્ડની સરેરાશ કિંમતને ધ્યાનમાં રાખીને જ કરાય છે એટલે એપ્રિલ ૨૦૧૬થી રેપો રેટમાં ૭૫ બેઝિસ પૉઇન્ટના ઘટાડા છતાં સ્ટેટ બૅન્કના બેઝ રેટમાં ૬૫ બેસિસ પૉઇન્ટનો જ ઘટાડો થયો છે, પણ એના એક વર્ષના MCLRમાં ૧૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો થયો છે.  

એક અંદાજ પ્રમાણે આજે પણ બૅન્કોના લોન પોર્ટફોલિયોની ૩૦થી ૪૦ ટકા લોનો બેઝ રેટ સાથે જ સંકળાયેલી છે જેને ડિપોઝિટ પરના વ્યાજના દરના ઘટાડાનો લાભ મળતો નથી. નવી કરાયેલી પૉલિસીની જાહેરાત પ્રમાણે બેઝ રેટ અને MCLR વચ્ચેનો તફાવત હવે ઘટવાનો.  

બૅન્કોએ ફ્લોટિંગ રેટ પ્રમાણે લોન આપી હોય અને લોનો MCLR સાથે લિન્ક કરવામાં આવી હોય એવા કેસમાં આ નવી પૉલિસીથી બહુ ફરક નહીં પડે. હાલમાં બેઝ રેટની અને MCLRની ગણતરી કરવાના પાયા અલગ-અલગ છે. આ બન્ને રેટની ગણતરીમાં લેવાતા ઘટકોમાં હવે સુમેળ સધાશે. હાલમાં બેઝ રેટની સમીક્ષા દર ત્રણ મહિને થાય છે, જ્યારે MCLRની સમીક્ષા દર મહિને થાય છે. નવી પદ્ધતિમાં બેઝ રેટની સમીક્ષા પણ દર મહિને કરવામાં આવશે જેથી ડિપોઝિટ પરના વ્યાજના દરના ફેરફાર (ખાસ કરીને ઘટાડા)ની અસર ધિરાણના દર પર તરત દેખાય.  

લાંબા ગાળે ધિરાણ પરના બેઝ રેટને તદ્દન નાબૂદ કરીને એને સ્થાને માત્ર MCLR જ દાખલ કરાય એવી શક્યતા પણ નકારી શકાય નહીં. ધિરાણોને બેઝ રેટ સિવાયના બીજા બેન્ચમાર્ક રેટ MCLR સાથે જોડવાની જાહેરાત વર્ષોજૂના બેઝ રેટના હાલમાં તપતા સૂર્યની આથમવાની તૈયારીરૂપે કરવામાં આવી હોય એવી માન્યતા પણ બૅન્કરોના એક વર્ગમાં પ્રવર્તે છે. કમ્પ્યુટરના અને સ્પીડના આ યુગમાં વ્યાજના નીચા દરની અસર (નુકસાન) જો ડિપોઝિટરને તરત થાય તો ધિરાણકારને એની અસર (ફાયદો) પણ તરત મળે એ તાર્કિક ગણાય. બૅન્કિંગ ક્ષેત્રનો આ એક મોટો સુધારો ગણાય. નાગરિકના એક વર્ગ (ડિપોઝિટર)ને નુકસાન થાય તો તરત જ નાગરિકનો બીજો વર્ગ (લોન લેનાર)ને એનો ફાયદો મળવો જોઈએ.  

થોડા મહિના પહેલાં મેક્રો-ઇકૉનૉમિક ઇન્ડિકેટર્સ (ભાવવધારો, ફિસ્કલ ડેફિસિટ અને કરન્ટ અકાઉન્ટ ડેફિïસિટ)ના આધાર પર રિઝર્વ બૅન્ક વ્યાજના દર ઘટાડે એવા સંજોગો હતા. ડિસેમ્બર ૨૦૧૭નો ૫.૨ ટકાનો વધારો ૧૭ મહિનાનો સૌથી મોટો વધારો હતો. મધ્યમ ગાળામાં રિઝર્વ બૅન્કનું ભાવવધારાનો લક્ષ્યાંક ૪ ટકાનો છે. સપ્ટેમ્બર-ડિસેમ્બરના સરેરાશ ૪.૫ ટકાના વધારા સામે જાન્યુઆરી-માર્ચના ભાવવધારાનો લક્ષ્યાંક ૫.૧ ટકા છે. બૅન્કના મતે આ ભાવવધારો FY ૧૯ના પૂર્વાર્ધમાં વધીને ૫.૪ ટકાનો થઈ શકે અને FY ૧૯ના ઉત્તરાર્ધ (ઑક્ટોબર ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯)માં ઘટીને ૪.૬ ટકાનો. આ ગણતરીએ પણ FY ૧૯માં ભાવો ૫.૦ ટકાના દરે વધે. આમ ફéગાવા સામેનું જોખમ વધ્યું હોવાથી રિઝર્વ બૅન્કે વ્યાજના દર ઘટાડવાની ઉતાવળ ન કરી હોય એ સ્વાભાવિક છે. MPCના એક સભ્યએ તો વ્યાજના દર વધારવાની તરફેણમાં પણ મત આપ્યો છે. 

ફéગાવા સામેનું જોખમ વધવા માટેનાં રિઝર્વ બૅન્કનાં કારણોમાં વધતા જતા ક્રૂડ ઑઇલના ભાવો (બૅરલદીઠ ૧૦ ડૉલરનો વધારો ભાવોમાં ૦.૩ ટકા જેટલો વધારો કરી શકે અને આર્થિક વિકાસના દરમાં એટલો જ ઘટાડો) મુખ્ય ગણાય. રાજ્યો દ્વારા સરકારી કર્મચારીઓના હાઉસ રેન્ટ અલાવન્સના વધારાની અને નૉન-ઑઇલ ઇનપુટના વધતા ભાવોની આઉટપુટના ભાવો પરની સંભવિત અસર પણ એમાં ભાગ ભજવી શકે. બજેટમાં વધારાયેલી કસ્ટમ-ડ્યુટી પણ ભાવોમાં વધારો કરી શકે.  

૨૦૧૮-’૧૯ના બજેટની કેટલીક જોગવાઈઓ, ફિસ્કલ ડેફિસિટનો ચાલુ વર્ષનો વધારો અને ૨૦૧૮-’૧૯ના વર્ષનો ઊંચો ટાર્ગેટ ભાવવધારાની આગમાં ઘીનું કામ કરી શકે.   બજેટની આ જોગવાઈઓમાં ૨૦૧૮ના ખરીફ પાક માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) નક્કી કરવાની નવી ગાઇડલાઇન્સની ભાવવધારા પરની સંભવિત અસર વિશે ભારે અનિશ્ચિતતા પ્રવર્તે છે. ચૂંટણીઓના વર્ષમાં સરેરાશ પ્લ્ભ્નો વધારો છેલ્લાં ચાર વર્ષના સરેરાશ વધારા કરતાં ઘણો મોટો હોઈ શકે જેને કારણે અનાજ અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવો અણધાર્યા વધી શકે. વિશ્વભરમાં મૉનિટરી પૉલિસી નૉર્મલ થઈ રહી છે (વ્યાજના દર વધી રહ્યા છે) જેની અસરમાંથી ભારત મુક્ત રહી શકે નહીં. એમ થાય તો પણ આપણા વ્યાજના દર વધવાના અને ભાવો પણ.

આ બધાં પરિબળોને કારણે ભાવવધારા પરના વધેલા જોખમને લીધે રિઝર્વ બૅન્કે એના અત્યાર સુધીના પ્રણાલિકાગત અભિગમ કરતાં વધુ સાવચેતીભર્યો અભિગમ દર્શાવ્યો છે જે વાજબી ગણાય. 

ચાલુ વર્ષે અને આવતા નાણાકીય વર્ષે મૂડીરોકાણની વધી રહેલી પ્રવૃત્તિ અને GSTના અમલની પાયાની મુશ્કેલીઓ દૂર થતાં આર્થિક વિકાસનો દર વધવાની વાત પણ રિઝર્વ બૅન્કે કરી છે. બૅન્કના આર્થિક વિકાસના દરના આંકડા SCOના આવા આંકડા કરતાં ઊંચા છે. તાજેતરમાં મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રના સારા દેખાવ અને વિશ્વની સુધરતી આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં બૅન્કે આપેલા આર્થિક વિકાસના આંકડા વાજબી ગણાય. જોકે પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI)ના સેવાક્ષેત્રનો જાન્યુઆરી ૨૦૧૮નો ૫૦ની આજુબાજુનો આંક અને આપણી નિકાસ માટેની માગણીના નબળા આંકડા આર્થિક વિકાસ માટેનું ડાઉનસાઇડ જોખમ ગણાય.  

આ પરિસ્થિતિમાં CPIનો ભાવવધારો બૅન્કના અંદાજ પ્રમાણે ચાલુ રહ્યો તો પૉલિસી દરમાં બૅન્ક લાંબા સમય માટે જૈસેથે સ્થિતિ જાળવી પણ રાખે. અનાજ અને ખાદ્ય પદાર્થો તથા અન્ય ચીજવસ્તુઓના ભાવવધારાના સામાન્ય ભાવવધારા માટેના અપસાઇડ જોખમ કરતાં ઉત્પાદનક્ષમતાના નીચા ઉપયોગ અને ક્રૂડ ઑઇલના ઘટાડા થકી સામાન્ય ભાવવધારા સામેનું સંભવિત ડાઉનસાઇડ જોખમ ઓછું છે એટલે CPIનો હાલનો પાંચ ટકા આસપાસનો ભાવવધારો રિઝર્વ બૅન્કના ભાવવધારાના નીચલા ચાર ટકાના અંદાજે પહોંચે એના કરતાં રિઝર્વ બૅન્કના ભાવવધારાના ઉપરના ૬ ટકાએ પહોંચે એ સંભાવના વધુ છે. 

આ સંભાવના સાચી પડે તો એનાં જોખમો સામેની અગમચેતીરૂપ રિઝર્વ બૅન્ક જુલાઈ - ઑગસ્ટ ૨૦૧૮માં જ વ્યાજનો દર અગોતરો વધારીને અને મૉનિટરી પૉલિસી માટેનો એનો તટસ્થ અભિગમ ચાલુ રાખીને સંભવિત ભાવવધારાને અટકાવવાનો પ્રયત્ન પણ કદાચ કરે.  

જો ભાવવધારા સામેનાં જોખમો વધુ ગંભીર બને અને આર્થિક વિકાસ વધવાનાં પરિબળો પણ મજબૂત બને (જેને કારણે ડિમાન્ડ-પુશ ભાવવધારો જોર પકડે) તો જ રિઝર્વ બૅન્કનો પૉલિસી તરફનો તટસ્થ અભિગમ હૉકીશ બને એટલે કે વ્યાજના દર વધારવાની પ્રક્રિયા ઝડપી બને અને મૉનિટરી પૉલિસી કડક બને. 

કેન્દ્ર સરકારે ફિસ્કલ કન્સોલિડેશનના લક્ષ્યાંક સિદ્ધ કરવાની ટાઇમલાઇન પાછળ ધકેલી છે. અમેરિકાની આર્થિક સ્થિતિ અને લેબર માર્કેટ સુધરી રહ્યાં છે એ સાથે વિશ્વની આર્થિક પરિસ્થિતિ પણ ૨૦૦૮ની ગંભીર નાણાકીય અને આર્થિક કટોકટી પછી પહેલી વાર રિકવરીના માર્ગે છે એટલે વિશ્વમાં વધી રહેલા ભાવવધારાનું અપસાઇડ જોખમ પણ છે. ફિસ્કલ ડેફિસિટ અને ભાવવધારાના બન્ને ટાર્ગેટમાં એકસાથે ઢીલ છોડવાનું જોખમ લેવાય તો વિદેશી મૂડીરોકાણ પર એની અવળી અસર પડ્યા વિના ન રહે. 

બૉન્ડ પરના વધતા વળતરને અટકાવવા (આડકતરી રીતે વ્યાજના વધતા દર પર બ્રેક મારવા) માટે કોઈ વિશેષ પગલાં લેવાની જરૂર નથી એવા રિઝર્વ બૅન્કના વલણના કારણે બૉન્ડ માર્કેટની સુધરતી આર્થિક પરિસ્થિતિ, ભાવવધારો અને વધતી ફિસ્કલ ડેફિસિટના સંદર્ભમાં પોતાના વાજબી યીલ્ડની સપાટી શોધવી પડશે એવો સંકેત પણ બૉન્ડ માર્કેટને આપ્યો છે. વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારોની સરકારી બૉન્ડના રોકાણની મર્યાદા વધારાય તો બૉન્ડ પરનું વળતર ઘટે. જોકે એમ કરતી વેળા રિઝર્વ બૅન્ક બૅન્કો માટેનો SLR પણ કદાચ ઘટાડે એટલે સરકારી બૉન્ડ માટેની વધતી ડિમાન્ડ સરભર કરી સરકારી બૉન્ડ પરનું વળતર ન ઘટે એવો પ્રયત્ન પણ કરે. ટૂંકમાં કહીએ તો રિઝર્વ બૅન્ક પૉલિસી રેટ વધારવાનું મુલતવી રાખે તો પણ વધતા જતા વ્યાજના દરની વરવી વાસ્તવિકતા નકારી શકાય એમ નથી.  

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK