વૈશ્વિક ચાલે થોડો વખત ભારતીય શૅરબજાર પણ નબળું રહેશે

ક્ષેત્રવાર જોઈએ તો નિફ્ટી ફાર્મામાં સારી કામગીરી હતી. બીજાં બધાં ક્ષેત્રો નબળાં રહ્યાં હતાં.

બ્રોકર-કૉર્નર - દેવેન ચોકસી

ગયા સપ્તાહે વૈશ્વિક શૅરબજારોની રાહે ભારતમાં પણ બજાર તૂટ્યું હતું. નિફ્ટી અને સેન્સેક્સ એકંદરે અનુક્રમે ૪ ટકા અને ૪.૨૦ ટકા ઘટીને ૧૦,૪૫૫ અને ૩૪,૦૦૬ બંધ રહ્યા હતા.

વૈશ્વિક બજાર

અમેરિકામાં S&P ૫૦૦ ટ્રેડિંગ સત્રના છેલ્લા દિવસે દોઢેક ટકા જેટલો અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ ઍવરેજ ૧.૩૮ ટકા વધ્યો હતો. એને બાદ કરતાં સમગ્ર યુરોપ અને એશિયામાં ઘટાડો થયો હતો. શાંઘાઈ કમ્પોઝિટ અને હૅન્ગ સેંગમાં અનુક્રમે ૪.૦૮ અને ૩.૧૦ ટકાનો મોટો ઘટાડો થયો હતો. નિક્કી પણ ૨.૩૨ ટકા તૂટ્યો હતો.

વૈશ્વિક સ્ટૉક માર્કેટના રકાસને લીધે ડાઉ, નૅસ્ડૅક અને S&P ૫૦૦ એ બધા જ ઇન્ડેક્સ આખા વર્ષની નીચલી સપાટીએ પહોંચી ગયા છે. અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે, પરંતુ બૉન્ડ માર્કેટ, ફુગાવો અને વ્યાજદરને લગતા ભયથી રોકાણકારો ગ્રસ્ત છે. ૧૦ વર્ષની ટ્રેઝરી ઊપજ ૨.૮૮ ટકાની ચાર વર્ષની ટોચે પહોંચી છે. ફુગાવાને લગતો ડર બૉન્ડ માર્કેટની ઊપજ પરથી સ્પષ્ટ થતો હોય છે.

યુરોપિયન માર્કેટમાં ઘણી વિદેશી કંપનીઓ, બૅન્કો અને નાણાકીય સેવાઓની કંપનીઓ યુરોપિયન યુનિયન સાથેના વેપાર બાબતે સ્પષ્ટતા થાય એની પ્રતીક્ષામાં છે. બ્રિટન માત્ર ૧૩ મહિનામાં હવે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવાનું છે. બ્રિટન આ  કંપનીઓના બિઝનેસ પર પ્રતિકૂળ અસર થતી અટકાવવા પગલાં ભરશે એવી ખાતરી તેઓ ઇચ્છે છે.

ક્ષેત્રવાર અંદાજ


ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ : કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની ખરીદી છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ પ્રમાણમાં વૃદ્ધિ પામી છે. આ વખતે ચોમાસું સારું ગયું છે અને ગ્રાહકોના માનસમાં સુધારો થયો છે એથી આ ક્ષેત્ર વૃદ્ધિ કરશે એવું જણાય છે. ગયા ક્વૉર્ટરમાં હોમ કૅર અને પર્સનલ કૅર પ્રોડક્ટ્સનું વેચાણ વધ્યું છે.

કાચા માલનો ખર્ચ વધી રહ્યો હોવાથી માર્જિન ઘટવાનો અંદેશો છે. જોકે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સનું વૉલ્યુમ દ્વિઅંકી વૃદ્ધિ કરે એવો અંદાજ છે. આ સાથે એવું પણ લાગે છે કે કંપનીઓ કાર્યક્ષમતા દ્વારા માર્જિન ટકાવી રાખશે અને ખર્ચ ઘટાડવાના રસ્તા અપનાવશે. ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના તંત્રમાં હવે આ ક્ષેત્રની કંપનીઓને નફાખોરી વિરોધી પગલાંનો ડર લાગે છે, જ્યારે ડિસ્ટ્રિબ્યુટરો ઈ-વે બિલિંગની પ્રક્રિયાથી ગભરાય છે.

નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮ના ત્રીજા ક્વૉર્ટરમાં ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્રે સરેરાશ ૭-૮ ટકાના દરે વાર્ષિક વૃદ્ધિ થશે.

અમે આ ક્ષેત્રને ત્રણ ભાગમાં વિભાજિત કર્યું છે એમાંથી પહેલો ભાગ છે કન્ઝ્યુમર સ્ટેપલ (જેમાં બ્રિટાનિયા, ઇન્ડિયન ટબૅકો કંપની, હિન્દુસ્તાન યુનિલીવર, નેસલે, કોલગેટનો સમાવેશ થાય છે), બીજો છે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (વાઇટ ગુડ્સ જેમાં બ્લુસ્ટાર, સિમ્ફની અને વ્હર્લપૂલ જેવા સ્ટૉક્સ સામેલ છે) અને ત્રીજો ભાગ છે ડેરી (જેમાં હેટસન ઍગ્રો, હેરિટેજ ફૂડ્સ, પ્રભાત ડેરી, પરાગ મિલ્ક અને ક્વૉલિટી જેવા સ્ટૉક્સ છે).

કન્ઝ્યુમર સ્ટેપલ કૅટેગરીની આવકમાં ત્રીજા ક્વૉર્ટરમાં ૨-૪ ટકાની સાધારણ વૃદ્ધિ થવાનો અંદાજ છે. એમાં ધીમે-ધીમે માગણી વધી રહી હોવાથી સાધારણ વૃદ્ધિ થશે. તહેવારોની મોસમમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને વાઇટ ગુડ્સની શ્રેણીમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ શકે છે. ડેરી ક્ષેત્ર ૧૨-૧૩ ટકાનો વૃદ્ધિદર નોંધાવશે એમ લાગે છે.

ભાવિ દિશા


ભારતીય શૅરબજાર હાલમાં વૈશ્વિક માર્કેટની ચાલે ચાલી રહ્યું છે. વ્યાજદર અને ફુગાવાને લગતી ચિંતા બધાને સતાવી રહી છે. થોડા વખત માટે બજારમાં નબળાઈ રહેવાનો અંદાજ છે.

(લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK