ફુગાવો વધવાની ભીતિથી બૉન્ડ અને શૅરબજારોમાં કડાકા

ઇમર્જિંગ બજારોની તેજીનાં વળતાં પાણી : યેનમાં તેજી, રૂપિયામાં નરમાઈ

કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે વ્યાજદરમાં ઝડપી અને મોટા વધારા આવી શકે એમ કહેતાં અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પણ સપ્ટેમ્બરમાં બૉન્ડ બાઇંગ કાર્યક્રમ આટોપી લેવાના સંકેત આપતાં વ્યાજદરો બૉન્ડમાં કડાકા બોલ્યા હતા. જર્મન ૧૦ વર્ષનાં બૉન્ડમાં ગુરુવારે એક કલાકમાં ૮ ટકાની વધ-ઘટ આવી હતી. શૅરબજારોમાં ગભરાટભરી વેચવાલી ચાલુ રહી છે. ક્રૂડ ઑઇલના ભાવ ૭૦ ડૉલરથી તૂટી ૬૨ ડૉલર આસપાસ આવ્યા છે, પણ હજી ફુગાવાનો ભય ઓસરતો નથી. શુક્રવારે અમેરિકાના જૉબડેટામાં પગારવધારાનું પરિબળ ચિંતાજનક વધ્યું હતું. જર્મનીમાં IG મેટલ અને સૌથી મોટા કામદાર યુનિયને ૫.૨ ટકા પગારવધારાની સમજૂતી કરી છે. યુરોપમાં અન્યત્ર પણ આવી સમજૂતીઓ થશે. આ સમજૂતીથી જર્મનીમાં વેજ ઇન્ફ્લેશનમાં વધારો થશે. ફુગાવાની ચિંતા વકરતાં અચાનક શૅરબજારને યાદ આવ્યું છે કે વિશ્વનું દેવું ખૂબ વધી ગયું છે. કૉમોડિટી બુલ જિમ રૉજર્સ શૅરબજારની મંદીથી જોમમાં આવી ગયા છે અને તેમણે કહ્યું છે કે ૭૫ વર્ષની જિંદગીમાં ન જોઈ હોય એવી મોટી મંદી આવશે. એક બૅન્કર સૂચક રીતે કહે છે કે પાછલાં ૩૦ વર્ષથી જિમ રૉજર્સ મંદીની આગાહી કહી રહ્યા છે એટલે ક્યારેક તો સાચા પડશે. શૅરબજારો અને બૉન્ડ બજારમાં બેતરફી મોટી અફરાતફરી આવતાં બજારમાં ગભરાટ હજી ઓસરતો નથી. યુરોપ અને ભારતીય બજારોમાં બૅન્ક શૅરોમાં મોટી વેચવાલી છે. હૅન્ગ સેંગ, તીનમાં બોગસ કંપનીઓના ભાવો કડાકા સાથે તૂટ્યા છે.

કરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયામાં દોઢેક વર્ષથી ચાલતી તેજીનાં હવે વળતાં પાણી દેખાય છે. રિઝર્વ બૅન્કે અપેક્ષા મુજબ જ વ્યાજદર યથાવત રાખ્યા છે. ફુગાવાની આગાહી વધારે પડતી આશાવાદી રાખી છે. ચાલુ વિત્ત વર્ષના પૂર્વાર્ધમાં ફુગાવો ૫.૧-૫.૬ ટકા રહેશે અને ઉત્તરાર્ધમાં ૪-૪.૩ ટકા રહેશે એમ કહ્યું છે. ફુગાવામાં નોંધપાત્ર નીચા અંદાજ માટે રિઝર્વ બૅન્કે સારું ચોમાસું અને ક્રૂડ ઑઇલના ભાવો ઘટવાનું તથા સરકારે ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે, પણ એની અસર અસરકારક મૅનેજમેન્ટથી ઘટી જશે એમ કહીને બજારોને આશ્વસ્ત કર્યાં છે. બજારોમાં વધારાની લિક્વિડિટી જળવાઈ રહેશે એમ પણ કહ્યું છે. જોકે બૅન્કોએ મોટી ડિપોઝિટોમાં વ્યાજદરમાં ૧૦૦૧-૪૦ બેઝિસ પૉઇન્ટ જેવો મોટો વધારો કર્યો છે. ધિરાણદરો વધાર્યા છે એ જોતાં ચાલુ વર્ષે વ્યાજદર ઘટવા કરતાં વધવાની સંભાવના વધુ છે.

ડૉલરમાં ૨૦૧૭માં સારોïએવો ઘટાડો આવ્યો હતો. હવે ડૉલરમાં વચગાળાની તેજી, નોંધપાત્ર કરેક્શન દેખાય છે. ૨૦૧૭ના આરંભે ડૉલેક્સમાં ૧૦૩નું ટૉપ બન્યા પછી ડૉલેક્સ તૂટીને ગયા સપ્તાહે ૮૮.૮૮ થયો અને બંધ ૯૦.૫૦ રહ્યો. આગળ જતાં ડૉલેક્સ ૯૩.૩૦ અથવા ૯૫.૩૦ સુધી જઈ શકે. લાંબા ગાળાનો ટ્રેન્ડ મંદીનો છે, પણ ડૉલેક્સ હાલ પૂરતો ઓવરસોલ્ડ છે અને બધાં બજારોમાં મંદી હોય ત્યારે ડૉલર કામચલાઉ સેફ હેવન બની જાય છે.

મુખ્ય કરન્સીમાં યુરો અને પાઉન્ડ બન્ને ઘટ્યા હતા. યુરો ૧.૨૫૫૫થી ઘટીને ૧.૨૨૧૫ અને પાઉન્ડ ૧.૪૩૩૦થી ઘટીને ૧.૩૮૮૦ થઈ ગયા હતા. યેન સ્ટાર પર્ફોર્મર રહ્યો હતો. બજારોમાં ગભરાટ આવે ત્યારે પેપર ઍસેટમાં સેફ હેવન તરીકે યેન અને સ્વિસ ફ્રાન્ક તેમ જ હાર્ડ ઍસેટમાં સોનું હૉટ ફેવરિટ હોય છે. આ વખતે માત્ર યેનમાં સંગીન ઉછાળો હતો.

એશિયન કરન્સીમાં યુઆનની તેજીને બ્રેક લાગી હતી. યુઆન એક તબક્કે ૬.૨૩ થયા પછી ૬.૩૭ થઈ ૬.૩૨ રહ્યો હતો. રૂપિયો વર્ષના આરંભે ૬૩.૨૪ થઈ ગયો હતો એ ૬૪.૫૧ થઈ ૬૪.૩૯ બંધ રહ્યો છે. રૂપિયો ૬૪.૪૮ ઉપર ટકી જશે તો ૬૪.૮૫-૬૫.૩૦ અને કદાચ ૬૫.૫૫ સુધી જશે. હવે ૬૩.૩૭ વચગાળાનું બૉટમ બની ચૂક્યું છે. બજેટમાં રાજકોષીય ખાધમાં વધારો, લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ લાગુ થતાં અને વિશ્વનાં મોટા ભાગનાં શૅરબજારો તૂટતાં રૂપિયો હાલ પૂરતો નરમ દેખાય છે.

અમેરિકામાં પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે લાંબી મથામણ પછી બજેટ સમજૂતી કરી છે. ટૅક્સ-કટ અને સરકારી ખર્ચવધારા તથા દેવા લિમિટ વધવાથી અમેરિકાની બજેટખાધ વધશે. ઍસેટ બજારો બબલની સ્થિતિમાં છે. નાણાકીય નીતિ હળવી છે એમાં વ્યાજદર વધારાની જરૂર છે એવા સમયે ટૅક્સ-કટ આપીને ટ્રમ્પે રાજકોષીય પૅકેજ આપ્યું છે જે ફુગાવાકારી રહેશે. કૉમોડિટીમાં તેજીકારક બનશે.

અમેરિકન ડૉલરમાં થોડો સુધારો આવ્યો છે. માર્ચમાં ફેડની બેઠકમાં વ્યાજદર ૨૫ બેઝિસ પૉઇન્ટ વધવાની ધારણા છે. જોકે બજારમાં એ કારણ ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. ફેડ ઝડપી વ્યાજદર વધારો કરે તો ઇમર્જિંગ બજારોની તેજીનાં વળતાં પાણી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK