મ્યુચ્યુઅલ ફન્ડ સામે નવા પડકાર : ક્યા સહી હૈ સોચના પડેગા

બજેટમાં મ્યુચ્યુઅલ ફન્ડની યોજના અને એના ડિવિડન્ડને પણ ટૅક્સ લાગુ કરાતાં આ ઉદ્યોગ સામે નવો પડકાર આવ્યો છે. રોકાણકારોને આકર્ષવા તેમણે નવું વિચારવું પડશે

મ્યુચ્યુઅલ ફન્ડનો ફન્ડા - જયેશ ચિતલિયા

આ વખતના બજેટમાં શૅરબજારમાં જે કૅપિટલ ગેઇન ટૅક્સનો આંચકો આવ્યો છે એવો જ આંચકો મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઇક્વિટી સ્કીમ્સને પણ લાગ્યો છે એટલું જ નહીં, મ્યુચ્યુઅલ ફન્ડના ડિવિડન્ડને પણ કરપાત્ર કરી નાખવામાં આવ્યું છે છતાં રોકાણકારોનો નાણાપ્રવાહ મ્યુચ્યુઅલ ફન્ડ તરફ વહેતો રહેશે એવું માનવા માટે ચોક્કસ કારણ દેખાય છે. રોકાણકારોએ પણ આ હકીકતને સમજી લેવી જોઈએ પહેલી વાત તો એ કે ડિવિડન્ડ પર ટૅક્સ આવવાથી જેમને ડિવિડન્ડની હાર્ડ ઍન્ડ ફાસ્ટ જરૂર નથી એવા રોકાણકારો ગ્રોથ સ્કીમ્સ વધુ પસંદ કરશે. બાકી જેમને ડિવિડન્ડની આવક જોઈએ છે તેમણે અન્ય વિકલ્પ પસંદ કરવા પડે. આ વર્ગ સરકારી સિક્યૉરિટીઝ કે બૅન્ક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ફરી પસંદ કરવા માંડે એવું બની શકે. ખાસ કરીને જેઓ જોખમથી સાવ દૂર રહેવા માગે છે અને નિયમિત આવક ઇચ્છે છે તેઓ બૅન્ક ડિપોઝિટમાં રોકાણ કરે યા વધારી દે તો નવાઈ નહીં. આમ પણ બજેટમાં સરકારે સિનિયર સિટિઝન્સને બૅન્ક FDમાં ૫૦,૦૦૦ રૂપિયા સુધીના વ્યાજ પર કરરાહત આપી છે જે અત્યાર સુધી ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ (TDS)ને પાત્ર હતું. હવે પછી ઘણા નાના અને વરિષ્ઠ રોકાણકારો બૅન્ક FDને વધુ સલામત સાધન માનવા લાગે તો નવાઈ નહીં.

નવી વ્યૂહરચના ઘડવી પડશે

એમ છતાં હવે બજેટને લીધે જે સંજોગો બદલાયા છે એ મુજબ મ્યુચ્યુઅલ ફન્ડ્સ પોતે પણ નવી વ્યૂહરચના પ્લાન કરશે અથવા એમણે કરવી જ પડશે. ખાસ કરીને રોકાણકારોના પોર્ટફોલિયો મૅનેજ કરતા ફન્ડ મૅનેજરો યા ડિસ્ટ્રિબ્યુટર્સ એજન્ટો, ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ્સ, ફાઇનૅન્શિયલ પ્લાનર્સ વર્ગે નવેસરથી તેમના ગ્રાહકોના રોકાણનું પ્લાનિંગ કરવું પડે યા જરૂરી પરિવર્તન કે રિશફલિંગ કરવું પડી શકે છે. આ તમામ વર્ગ હાલમાં આ કામમાં લાગી ગયો છે. સંખ્યાબંધ મ્યુચ્યુઅલ ફન્ડ્સ નવી સ્કીમ વિચારી રહ્યાં છે. ડિવિડન્ડ જાહેરાતનું પ્લાનિંગ કરવા સાથે ટૅક્સની અસરને કેવી રીતે હળવી બનાવી રોકાણકારોને આકર્ષી શકાય એ માટેની વ્યૂહરચના ઘડી રહ્યાં છે. અત્યાર સુધી જે નાણાંનો ધોધ મ્યુચ્યુઅલ ફન્ડ તરફ વળી રહ્યો હતો અને કરમુક્તિનો લાભ પામી રહ્યો હતો એમાં ફરક પડી શકે છે. આવા સમયમાં રોકાણકારોએ નવી ઍસેટ ક્લાસ તરફ તેમ જ ઍસેટ અલોકેશન વિશે પણ નવસેરથી વિચારવું જોઈએ. સરકારે ગોલ્ડને નવા ઍસેટ ક્લાસ તરીકે વિકસાવવાની યોજના વિચારી છે જે ટૂંક સમયમાં જાહેર થવાની છે એની અસર પણ આગામી સમયમાં જોવા મળશે. ઇન શૉર્ટ, મ્યુચ્યુઅલ ફન્ડ્સે હવે આઉટ ઑફ બૉક્સ કંઈક નવું વિચારવું અને રોકાણકારોને ઑફર કરવું પડશે. અત્યારે તો માર્કેટના કડાકામાં એના પોર્ટફોલિયોનું પણ મૂલ્યધોવાણ થઈ રહ્યું છે જેને પરિણામે એની સ્કીમ્સની નેટ ઍસેટ વૅલ્યુ ઘટી રહી છે એની સામે પણ રિડમ્પ્શન પ્રેશર આવી શકે છે. આમ મ્યુચ્યુઅલ ફન્ડ્સ તથા એના ફન્ડ મૅનેજર્સ સામે બહુ મોટો પડકાર આવીને ઊભો છે. જોકે એના સદ્નસીબે રોકાણકારો પાસે બહુ વિકલ્પ નથી એથી નાણાપ્રવાહ આવતો રહેશે.

ઇનોવેશન સાથે નવી સ્કીમ્સનો પ્રવાહ


આ સંજોગોમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ પોતાના તરફથી નવી-નવી સ્કીમ્સ પણ લાવી રહ્યાં છે જેમ કે એડલવાઇસ મ્યુચ્યુઅલ ફન્ડ તાજેતરમાં લિસ્ટેડ થયેલાં અને આવનારા IPOમાં રોકાણ કરવા માટેની સ્કીમ લાવ્યું છે જેને એડલવાઇસ મેઇડન ઑપોર્ચ્યુનિટી ફન્ડ નામ અપાયું છે. આ ફન્ડ લાર્જ કૅપ અને મીડિયમ કૅપ કંપનીઓમાં પણ રોકાણ કરશે, જ્યારે અમુક ફન્ડ એ નવી લિસ્ટેડ અને જેમાં વૃદ્ધિની ઊંચી સંભાવના દેખાતી હોય એવી કંપનીઓમાં રોકાણ કરશે એટલું જ નહીં, પોતાના જોખમનું હેજિંગ કરવા ફન્ડ લાંબા ગાળાના પુટ ઑપ્શન્સનો પણ ઉપયોગ કરશે.

ઍની ડે SIP

DHFL પ્રામેરિકા મ્યુચ્યુઅલ ફન્ડ એના તમામ સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP) માટે ૨૯, ૩૦ અને ૩૧ તારીખને બાદ કરતાં કોઈ પણ દિવસે ઍની ડે સિસ્ટમૅટિક ઑપ્શન  સુવિધા ઑફર કરી રહી છે જેથી આખા મહિના દરમ્યાન રોકાણકાર કોઈ નિયત દિવસને બદલે કોઈ પણ દિવસે SIPના નિયત નાણાં જમા કરાવી શકશે. આ બાબત ત્રણ મહિનાવાળા પ્લાન્સને પણ લાગુ થશે. આવી સમાન સ્કીમ (ઍની ડે પ્લાન)ની ઑફર એસ્સેલ મ્યુચ્યુઅલ ફન્ડ પણ લાવી રહ્યું છે.

દૈનિક SIP

જ્યારે LIC મ્યુચ્યુઅલ ફન્ડ એના સાત પ્લાન માટે ડેઇલી SIP ઑફર કરી રહ્યું છે જેમાં મિનિમમ દૈનિક ૩૦૦ રૂપિયા સાથે પણ કામ થઈ શકશે. મહિનાના વર્કિંગ બાવીસ દિવસના હિસાબે ઇન્વેસ્ટરે આમાં ૬૬૦૦ રૂપિયા ભરવાના થાય, પરંતુ એને દૈનિક બચતનો લાભ મળી શકે. આ સુવિધા મારફત ફન્ડને ૩૦ ટકા ફન્ડ ગ્રોથની આશા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK