રીટેલ ઉદ્યોગમાં મોટી ક્રાન્તિનું સર્જન કરી રહ્યું છે ઈ-કૉમર્સ

ગયા સપ્તાહના અંતે નિફ્ટી અને સેન્સેક્સ ૧.૨૦ ટકા નીચે અનુક્રમે ૧૧,૫૮૯ અને ૩૮,૩૯૦ પર બંધ રહ્યા હતા.

બ્રોકર-કૉર્નર - દેવેન ચોકસી

ભારતીય ઑટોમોટિવ ઉદ્યોગ દેશના અર્થતંત્રનો અંદાજ આપનારો ઉદ્યોગ છે. ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સના અમલ તથા નોટબંધીને કારણે થયેલી તકલીફો દૂર થયા બાદ હવે સમગ્ર અર્થતંત્રની ગાડી પાટા પર આવી છે ત્યારે મોટા ભાગની ઑટો-કંપનીઓની ગાડી પૂરપાટ વેગે દોડવા લાગી છે. કમર્શિયલ વેહિકલ્સની સૌથી મોટી કંપનીએ નિકાસમાં વૃદ્ધિ થયાની જાહેરાત કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધતું રોકાણ, ઔદ્યોગિક પ્રવૃત્તિમાં વેગ અને ખાનગી ગ્રાહકલક્ષી ખાનગી ક્ષેત્રોમાં મજબૂત બનતી ડિમાન્ડ એ બધાં મૅક્રો-ઇકૉનૉમિક પરિબળો નજર સામે આવવા લાગ્યાં છે. દેશમાં એકંદરે સારી સ્થિતિ પ્રવર્તતી હોવાથી કમર્શિયલ વેહિકલ્સની ડિમાન્ડ વધી છે.

વૈશ્વિક સ્થિતિ


વૈશ્વિક બજારોમાં ગયા અઠવાડિયે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ઉત્તર અને દક્ષિણ અમેરિકાની માર્કેટ્સમાં મિશ્ર વધઘટ થઈ હતી. S&P ૫૦૦ ઇન્ડેક્સ શુક્રવારે ૦.૨૨ ટકા નીચે બંધ રહ્યો હતો. FTSI ૧૦૦ ઇન્ડેક્સમાં ૦.૫૬ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ ૦.૪૦ ટકા અને નિક્કી ૦.૮૦ ટકા વધ્યા હતા.

વિશ્વવેપારની ગરબડના કારણે ઊભરતા બજારની કરન્સી ગુરુવારે એના સૌથી નીચલા સ્તરે છે. રૂપિયો પણ ગુરુવારે ૭૨ / ડૉલરને પાર કર્યો, પરંતુ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના હસ્તક્ષેપથી ૭૨ની નીચે બંધ રહ્યો હતો. EMમાં વૉલેટિલિટીને ધ્યાનમાં લઈને ઘણા અર્થશાjાીઓએ અભિગમ તરફ કેન્દ્રીય બૅન્કના હાથને ટેકો આપ્યો હતો.

અમેરિકા અને ચીન વચ્ચેના વેપારયુદ્ધના છાંટા ઊડવાની ભીતિ નવાં ઊભરતાં અર્થતંત્રોમાં ફેલાયેલી છે. આ વેપારયુદ્ધ જલદી પતે એવું લાગતું નથી. પરિણામે આ અર્થતંત્રોમાં કરન્સીનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. રૂપિયો ગુરુવારે પ્રતિ ડૉલર ૭૨નો આંક પાર કરી ગયો હતો. સતત સાત દિવસ મૂલ્યનું ધોવાણ થયા બાદ રિઝર્વ બૅન્કે મધ્યસ્થી કરતાં એમાં થોડો સુધારો થયો હતો અને શુક્રવારના કામકાજના અંતે મૂલ્ય ૭૧.૭૩ રહ્યું હતું.

અમેરિકામાં ક્રૂડનો સ્ટૉક ઇન્વેન્ટરી ૨૦૦૫થી અત્યાર સુધીમાં સૌથી નીચા સ્તરે હોવાથી ક્રૂડના ભાવમાં વધારો થવાની શક્યતા છે, જેની અસર કદાચ ભારતના કરન્ટ અકાઉન્ટની ખાધ પર થશે.

ક્ષેત્રવાર અંદાજ

રીટેલ : ઈ-કૉમર્સ રીટેલ ઉદ્યોગમાં સૌથી મોટી ક્રાન્તિનું સર્જન કરી રહ્યું છે, જેમાં માર્કેટર્સ હવે દેશના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવામાં સફળ થયા છે અને આગામી વર્ષોમાં આ વલણ ચાલુ રહેશે. તાજેતરનાં વર્ષોમાં ભારતમાં ઈ-કૉમર્સમાં ઝડપથી વિકાસ થતાં વિદેશી રિટેલર્સ માટે રોકાણની નોંધપાત્ર તક ઊભી થઈ છે.

ઉપભોક્તાવાદ, આવકના સ્તર અને ગ્રાહકલક્ષી ક્ષેત્રોમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ દ્વારા ઉત્તેજિત ભારતનું રીટેલ બજાર ૨૦૨૦માં ૮૦ ટ્રિલ્યન રૂપિયાના સ્તર સુધી પહોંચી શકે છે, જે હાલ ૫૦ ટ્રિલ્યન રૂપિયા જેટલું છે.

ભાવિ દિશા


અમે માનીએ છીએ કે પ્રવર્તમાન વૈશ્વિક ચિંતાઓ અને કરન્સીના મૂલ્યમાં થયેલા ઘસારાની અસરને કારણે શૅરબજારમાં ચંચળતા ચાલુ રહેશે. મોટા પાયે નિકાસ કરતી કંપનીઓ સારી સ્થિતિમાં રહેશે. બજારના સહભાગીઓ નિફ્ટીના ૧૧,૫૦૦ના સપોર્ટ સ્તર પર નજર રાખીને બેસશે. ક્રૂડ અને કરન્સીની ચાલ મોટું પરિબળ છે. મજબૂત બૅલૅન્સશીટ અને મજબૂત બિઝનેસ-મૉડલ ધરાવતી કંપનીઓના શૅર ખરીદીને રોકાણની લાભદાયક તક ઉઠાવી શકાય એમ છે.

(લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK