સહભાગીઓની સાવધાની વચ્ચે શૅરબજાર રેન્જબાઉન્ડ રહેશે

ભારતીય શૅરબજારના મુખ્ય ઇન્ડેક્સ ગયા અઠવાડિયાના પ્રારંભે આશાવાદ સાથે વધ્યા હતા.



બ્રોકર-કૉર્નર - ચિરાગ બાવીશી

સપ્ટેમ્બર મહિનાનો મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રનો નિક્કી ઇન્ડિયા પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) ૫૧.૨ ટકાના સ્તરે યથાવત રહ્યો એની આ ખુશી હતી. રિઝર્વ બૅન્કે ધિરાણના દરમાં કોઈ ફેરફાર કર્યો નહીં, પરંતુ પ્રવાહિતા વધે એ માટે સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો ઘટાડ્યો એ નિર્ણય પણ રોકાણકારોની ધારણા મુજબનો હતો. આ પરિબળ પણ બજાર માટે સકારાત્મક હતું. એટલામાં દેશનાં આઠ મુખ્ય ક્ષેત્રોની વૃદ્ધિ દર્શાવતો આંકડો આવ્યો. જુલાઈ ૨૦૧૭ના ૨.૪ ટકાના દર સામે ઑગસ્ટમાં ૪.૯ ટકાનો વૃદ્ધિદર આવ્યો એને લીધે પણ બજારમાં આશાવાદ વધ્યો.

જોકે ત્યાર બાદ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ઑગસ્ટમાં ભારતીય ઇક્વિટી બજારમાંથી ૨૪,૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધાના અહેવાલોને પગલે બજારના સહભાગીઓએ થોડો નફો અંકે કરી લીધો. જોકે વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન સુરેશ પ્રભુએ ઔદ્યોગિક વિકાસ અને રોજગારસર્જનને વેગ આપવા માટે સરકાર રાજકોષીય પગલાં લઈ રહી હોવાનું નિવેદન કર્યું એનાથી ફરી સહભાગીઓમાં જોર આવ્યું. એની સારી અસરમાં ઉમેરો કરનારા સમાચાર સર્વિસિસ ક્ષેત્રના PMIના હતા. આ ઇન્ડેક્સ ઑગસ્ટના ૪૭.૫ની સામે સપ્ટેમ્બરમાં ૫૦.૭ રહ્યો છે. આ ઇન્ડેક્સ ૫૦ની ઉપર પહોંચે એટલે એ બાબત વૃદ્ધિ સૂચવે છે.

પરિણામે સેન્સેક્સ સપ્તાહાંતે એકંદરે ૫૩૧ પૉઇન્ટ (૧.૭ ટકા) અને નિફ્ટી ૧૯૧ પૉઇન્ટ (બે ટકા) વધીને અનુક્રમે ૩૧૮૧૪ અને ૯૯૮૦ બંધ રહ્યા. મિડકૅપ અને સ્મૉલકૅપમાં અનુક્રમે ૧.૬ ટકા અને ૩.૨ ટકા વધ્યા.

સપ્તાહ દરમ્યાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો નેટ સેલર રહ્યા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો નેટ બાયર રહ્યા.

આ અઠવાડિયે બજારના સહભાગીઓની નજર ઑગસ્ટ મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના ઇન્ડેક્સ તથા રીટેલ ફુગાવાના આંકડા પર રહેશે.

હવે વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વૉર્ટરનાં પરિણામો જાહેર થવાનાં છે એથી સાઉથ ઇન્ડિયન બૅન્ક, બજાજ કૉર્પ, ઇન્ડસઇન્ડ બૅન્ક, તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ, કર્ણાટક બૅન્ક, ઍવન્યુ સુપરમાર્કેટ્સ અને ગૃહ ફાઇનૅન્સ જેવી કંપનીઓનાં અગત્યનાં પરિણામો પર મીટ રહેશે.

અમારું માનવું છે કે બજારના સહભાગીઓ સાવધાનીપૂર્વક વર્તશે અને મુખ્ય ઇન્ડેક્સ રેન્જબાઉન્ડ રહેશે.

ટેક્નિકલ દૃષ્ટિએ જોઈએ તો બજારમાં ૯૭૫૦-૧૦૧૫૦ની રેન્જ રહેશે. બજારમાં એકંદરે વધુ ચંચળતા રહેશે.

હાલમાં નિફ્ટી ફાર્મા અને નિફ્ટી મિડકૅપ આકર્ષક દેખાય છે. અમે LG બ્રધર્સ અને નેસ્કો માટે આશાવાદી છીએ. ઇન્ડેક્સને સુધારા તરફ આગળ વધારવામાં રિલાયન્સ અને ફાર્મા સ્ટૉક મોટી ભૂમિકા ભજવી શકે છે.

નજીકના ગાળાનું કરેક્શન આવી ગયું છે. હવે નીચામાં ૯૬૮૦નો જોરદાર મોટો સપોર્ટ છે. મહિનાની દૃષ્ટિએ જોઈએ તો બજારમાં સામસામા પ્રવાહ રહેશે અને ભાવચંચળતા રહેશે. ઘટાડે ખરીદી કરવાની સૌને સલાહ છે.

(લેખક સેટકો કૅપિટલ માર્કેટ્સ લિમિટેડના રિસર્ચ હેડ અને ટેક્નિકલ ઍનલિસ્ટ છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy