FMCG સેક્ટર માટે આશાવાદ

ગયા સપ્તાહે નિફ્ટી અને સેન્સેક્સમાં છેલ્લા દિવસોમાં ઘટાડો આવ્યો હતો.

બ્રોકર-કૉર્નર - દેવેન ચોકસી


જોકે એકંદરે નિફ્ટી ૦.૬૦ ટકા અને સેન્સેક્સ ૧.૧૦ ટકા વધીને અનુક્રમે ૧૦,૬૧૮ અને ૩૪,૯૧૫ બંધ રહ્યા હતા. બૅન્કિંગ, કૅપિટલ ગુડ્સ, ફાર્મા, FMCG અને મીડિયા સ્ટૉક્સની કામગીરી સારી રહી હતી, જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ઑઇલ ઍન્ડ ગૅસ, ઑટો, રિયલ્ટી, IT અને પાવર નબળા રહ્યા હતા.

વૈશ્વિક અંદાજ

વૈશ્વિક બજારોમાં ગયા સપ્તાહે મિશ્ર વલણ રહ્યું હતું. અમેરિકામાં S&P-૫૦૦ ઇન્ડેક્સ ટ્રેડિંગના સપ્તાહના છેલ્લા દિવસે ૧.૨૮ ટકા વધ્યો હતો અને શાંઘાઈ કમ્પોઝિટ ૦.૩૨ ટકા ઘટ્યો હતો. હૅન્ગ સેંગમાં પણ ૧.૨૮ ટકાનો ઘટાડો થયો હતો. FTSE-૧૦૦માં ૦.૮૬ ટકાની વૃદ્ધિ થઈ હતી.

ક્ષેત્રવાર અંદાજ : ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ

ભારતીય અર્થતંત્રમાં ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) ક્ષેત્ર ચોથા ક્રમનું સૌથી મોટું ક્ષેત્ર છે. ઘરગથ્થુ અને અંગત માવજતની વસ્તુઓ FMCG વેચાણમાં લગભગ ૫૦ ટકા હિસ્સો ધરાવે છે. દેશમાં સમગ્ર સ્તરે જીવનશૈલી બદલાઈ રહી છે એવા સમયે FMCG વસ્તુઓની માગણી વધતી જ રહેશે એવો અંદાજ છે. સરકારે ફૂડ પ્રોસેસિંગ અને સિંગલ બ્રૅન્ડ રીટેલમાં ૧૦૦ ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણને પરવાનગી આપી છે. મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં ૫૧ ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણ કરી શકાય છે. આ પરિવર્તન કરાવવાથી દેશમાં બેરોજગારીનું પ્રમાણ ઘટશે અને FMCG બ્રૅન્ડોને સંગઠિત માર્કેટ ઉપલબ્ધ થશે. આનાથી ગ્રાહકો-વપરાશકારો માટે વધુ ને વધુ પ્રોડક્ટ લૉન્ચ કરી શકાશે. એપ્રિલ ૨૦૦૦થી લઈને ડિસેમ્બર ૨૦૧૭ સુધીના ગાળામાં FMCG સેક્ટરમાં FDIનો પ્રવાહ લગભગ ૧૩ અબજ ડૉલર હતો.

ભારતમાં ગ્રામીણ વપરાશ વધ્યો છે. એના માટે લોકોની વધેલી આવક અને વધુ મહત્વાકાંક્ષા કારણભૂત છે. ગ્રામીણ ભારતમાં પણ હવે બ્રૅન્ડેડ વસ્તુઓની માગણી વધી છે. ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે FMCG માર્કેટ ૧૪.૬ ટકાના દરે વધશે. ૨૦૧૬ના ૨૯.૪ અબજ ડૉલરથી વધીને ૨૦૨૫માં ૨૨૦ અબજ ડૉલર સુધીનું એનું કદ થઈ જવાનો અંદાજ છે.

ભારતનાં દૂરનાં ગામડાંઓમાં પ્રવેશ કરવા માગતી કંપનીઓને ઑનલાઇન કંપની સર્વિસ ઘણી ઉપયોગી થશે.

દેશમાં ઇન્ટરનેટનો ફેલાવો વધી રહ્યો છે અને જેમ-જેમ એની વૃદ્ધિ થઈ રહી છે એમ કંપનીઓની પહોંચ પણ વધી રહી છે. ભારતમાં ૨૦૨૦ સુધીમાં FMCG વસ્તુઓના કુલ વેચાણમાંથી ૪૦ ટકા હિસ્સો ઑનલાઇન વેચાણનો હશે એવો અંદાજ છે. ૨૦૨૫ સુધીમાં FMCG સેક્ટરની કેટલીક શ્રેણીઓમાં કુલ વેચાણમાંથી આશરે ૧૦થી ૧૫ ટકા હિસ્સો ઈ-કૉમર્સ કંપનીઓનો હશે એવું કહેવાય છે.

(લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK