મ્યુચ્યુઅલ ફન્ડની શ્રેણીઓની બાબતે સરળતા લાવનારા સેબીના પરિપત્રની આ બે મુખ્ય અસરો થશે

આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે સેબીએ નવેમ્બર ૨૦૧૭માં એક પરિપત્ર ઇશ્યુ કરીને મ્યુચ્યુઅલ ફન્ડની શ્રેણીઓની બાબતે સરળતા લાવવાનો પ્રયાસ કર્યો છે.

મ્યુચ્યુઅલ ફન્ડનો ફન્ડા - અમિત ત્રિવેદી


ઉક્ત પરિપત્ર અનુસાર માપદંડ રાખવા માટે ફન્ડોએ કેટલીક સ્કીમ્સમાં ફેરફાર કરવા પડશે. મ્યુચ્યુઅલ ફન્ડના રોકાણકારો માટે આ પગલાની બે મુખ્ય અસર થશે. આપણે એ બન્ને વિશે આજે ચર્ચા કરીએ.

કોઈ એક સ્કીમ ક્યાં રોકાણ કરી શકે અથવા તો એનું સંચાલન કેવી રીતે થશે એ બાબતે જ્યારે ફેરફાર કરવામાં આવશે ત્યારે સ્કીમની ભૂતકાળની કામગીરીનો સવાલ સાવ નિરર્થક થઈ જશે. ચાલો, એનું એક ઉદાહરણ લઈએ :

અગાઉની સ્કીમનો ઉદ્દેશ જો ઇક્વિટી શૅરમાં રોકાણ કરીને મૂડીની વૃદ્ધિ કરાવવાનો હશે તો એને સરળ બનાવ્યા બાદ હવે એ સ્કીમ કદાચ ફક્ત મોટી કંપનીઓના શૅરમાં રોકાણ કરશે. એ સ્કીમે ભૂતકાળમાં જો મિડકૅપ અને સ્મૉલકૅપ સ્ટૉક્સમાં રોકાણ કરીને નફો રળી આપ્યો હશે અને હવે જો ફક્ત લાર્જકૅપ સ્ટૉક્સમાં રોકાણ કરશે તો ભૂતકાળની કામગીરીની સાથે તુલના કરવાનો કોઈ અર્થ નહીં રહે.

દેખીતી વાત છે કે રોકાણકાર માટે આ બાબત ઘણી મુશ્કેલી સર્જશે. જો ભૂતકાળની કામગીરીને ધ્યાનમાં લેવાનો કોઈ અર્થ નહીં રહે તો સ્કીમની પસંદગી કેવી રીતે કરવી એવો સવાલ લોકોના મનમાં જાગશે.

કોઈ પણ સ્કીમની કે પોર્ટફોલિયોની ભૂતકાળની કામગીરીનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એના વિશે આપણે અલગથી ચર્ચા કરવી રહી. અહીં તો આપણો મુદ્દો એ જ છે કે સેબીના પરિપત્રને લીધે કયા બે મુખ્ય ફેરફાર થવાના છે.

ભૂતકાળની કામગીરીને જોવાનું નકામું છે એ એક મોટો ફેરફાર થશે. બીજો ફેરફાર રોકાણકારો માટે સારો છે. સ્કીમની પસંદગી કેવી રીતે કરવી એ પ્રશ્નનો જવાબ એમાંથી મળી રહે છે. પરિપત્રમાં જણાવાયેલી શ્રેણીઓ અનુસાર સ્કીમનું વર્ગીકરણ કરવાનું કહેવામાં આવ્યું છે. સેક્ટર ફન્ડ, થેમૅટિક ફન્ડ કે ફન્ડ ઑફ ફન્ડ્સ જેવી કેટલીક શ્રેણીઓને બાદ કરતાં એક જ શ્રેણીની અંદર એક કરતાં વધારે સ્કીમ હવે રાખી શકાશે નહીં. એની અસર એ થશે કે રોકાણકાર પોતાને જોઈતી સ્કીમ સહેલાઈથી પસંદ કરી શકશે. રોકાણ માટેની શ્રેણી નક્કી કર્યા બાદ એમાં લાગુ પડતી સ્કીમ પસંદ કરી લેવાય એટલે પત્યું. આમ, કામ આસાન થઈ ગયું કહેવાય.

આથી વાચકોને કહેવાનું કે હવે તમે જ્યારે કોઈ સ્કીમ શોધી રહ્યા હો ત્યારે સૌથી પહેલાં રોકાણની શ્રેણી પસંદ કરી લેવાની. આ પસંદગી કરતી વખતે પોતાના સંજોગો, પોતે કેટલું જોખમ લઈ શકો છો એ મુદ્દો અને રોકાણ કેટલા વખત સુધી રાખવા માગો છો એ સમયગાળો જેવા મુદ્દાઓના આધારે આગળ વધવું. આટલું કરી લીધા બાદ મ્યુચ્યુઅલ ફન્ડની શ્રેણીની સ્કીમ પસંદ કરવાનું ઘણું આસાન બની રહેશે.

(લેખક કર્મયોગ નૉલેજ ઍકૅડેમીના સ્થાપક છે. તેમણે અહીં પોતાનાં અંગત મંતવ્યો રજૂ કર્યાં છે.)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK