આર્જેન્ટિના પેસોમાં મંદીની સુનામી : વ્યાજદર ૪૦ ટકા, રૂપિયામાં નરમાઈ વધવાની ભીતિ

ડૉલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઑઇલની તેજીથી ઇમર્જિંગ કરન્સીમાં દબવ : યુરો અને પાઉન્ડમાં પણ કડાકા

કરન્સી-કૉર્નર - બિરેન વકીલ


આર્જેન્ટિનામાં ફરી કરન્સી-કટોકટી સર્જા‍ય એમ લાગે છે. ફુગાવાએ માઝા મૂકતાં અને રાજકોષીય પરિસ્થિતિ વણસતાં પેસોમાં વેચવાલી વધી છે. પેસોની મંદી રોકવા સેન્ટ્રલ બૅન્કે શુક્રવારે વ્યાજદરમાં ૬.૭૫ ટકાનો વધારો કરીને વ્યાજદરને ૪૦ ટકા કરી નાખ્યા છે. એક સપ્તાહમાં આ ત્રીજો વ્યાજદર વધારો થયો છે. પેસો ૧૭થી ઘટીને ૨૩ થયા પછી ૨૧ રહ્યો હતો. એક વર્ષમાં પેસો ૧૩થી વધીને ૨૧ પ્રતિ ડૉલર થઈ ગયો છે. પેસો તૂટવાથી આર્જેન્ટિના ફરી એક વાર બૉન્ડબજારમાં ડિફૉલ્ટ થાય એવા સંજોગો નર્મિાયા છે.

દરમ્યાન વિશ્વબજારમાં ડૉલર મજબૂત થઈ ગયો છે. યુરો અને પાઉન્ડ તૂટ્યા છે. યુરો ડૉલર સામે એક વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. જપાની યેન પણ ડૉલર સામે નરમ પડ્યો છે. ડૉલરની સાર્વત્રિક મજબૂતાઈથી સાઉથ ઈસ્ટ એશિયાની કરન્સીમાં નરમાઈ ચાલુ રહી હતી. ડૉલર ઇન્ડેક્સ ૮૮.૫૦થી સુધરીને ૯૨.૫૦ થયો છે અને ૯૩.૫૦-૯૫ સુધી આવી શકે એમ છે. જોકે આ સુધારો વચગાળાનું કરેક્શન જ લાગે છે. લૉન્ગ ટર્મ ટ્રેન્ડ જોતાં ડૉલર ઇન્ડેક્સ ૮૪-૮૫ સુધી જાય એમ મારુંં માનવું છે.

રૂપિયાની વાત કરીએ તો ગયા સપ્તાહે ૬૭.૧૯ થયા પછી રૂપિયો સુધરીને ૬૬.૬૬ થઈ શુક્રવારે ૬૬.૮૯ હતો. ક્રૂડ ઑઇલમાં તેજી આગળ વધતાં અને ડૉલર ઇન્ડેક્સ પણ મજબૂત થતાં તેમ જ યુરોપિયન કરન્સી નબળી પડતાં રૂપિયામાં પણ દબાણ આવી શકે અને રૂપિયો ૬૭.૨૦-૬૭.૭૦ થઈ શકે.

ક્રૂડ ઑઇલના ભાવ ૬૮ ડૉલરની સપાટી વટાવી ગયા છે અને બ્રેન્ટ ક્રૂડ ૭૫ ડૉલર નજીક પહોંચી ગયું છે. ૧૨ મેએ ઈરાન ન્યુક ડીલની મુદત પૂરી થાય છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ડીલમાં સુધારા ઇચ્છે છે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોન સુધારેલા ડીલ માટે મથે છે, પણ પ્રમુખ ટ્રમ્પ કોઈને જશ ખાટવા દે એમ નથી. ગયા વખતે ડીલ થયું એમાં જર્મન ચાન્સેલર ર્મેકલ જશ ખાટી ગયાં હતાં. ટ્રમ્પ એકેય જાતનું બાર્ગેઇન છોડે એવા નથી. અમેરિકા ફસ્ર્ટ નામનો તેમનો મંત્ર ચાલી ગયો છે.

દરમ્યાન વીતેલા સપ્તાહમાં ફેડની બેઠકમાં વ્યાજદર ૧.૭૫ ટકાના સત્રે યથાવત્ રહ્યા છે. ફેડ સ્ટેમેન્ટ હોકિશ રહ્યું છે. જૂનમાં વ્યાજદરવધારો લગભગ નિશ્ચિત ગણાય. આગામી જૂન મહિનાની બેઠકમાં વ્યાજદર ૨૫ બેઝિસ પૉઇન્ટ વધીને બે ટકા થાય એમ લાગે છે. બે ટકાથી વધુ વ્યાજદર થાય એટલે જે પણ કરન્સીમાં ચાલુ ખાતાની ખાધ વધુ હોય અને બાહ્ય દેવું, ડૉલરનું દેવું વધારે હોય એ કરન્સી એવી કંપનીઓ પર દબાણ વધશે.

ચીન અને અમેરિકા વચ્ચે વેપારી ઘર્ષણના મામલે મંત્રણાઓનો દોર ચાલુ છે. ચીની ઍલ્યુમિનિયમ અને સ્ટીલ પર અનુક્રમે ૧૦ અને ૨૫ ટકાની ટૅરિફ ૧ મેથી અમલી બની ચૂકી છે. જપાન પર પણ ટૅરિફ આવી છે. કૅનેડા, યુરોપિયન યુનિયન અને મેક્સિકો પર હજી ટૅરિફ લાગી નથી. નાફટા રીનિગોશિએશન માટે લિવરેજ ટૂલ તરીકે ટૅરિફ વપરાશે એમ લાગે છે.

અમેરિકા અને રશિયા વચ્ચેનું ઘર્ષણ હાલ પૂરંતુ ન્યૂઝમાં નથી. અમેરિકન ટ્રેઝરીએ ઑક્ટોબર સુધી સેન્ક્શનમાં કામચલાઉ રાહત આપી છે, પણ હજી આંતરપ્રવાહ અચોક્કસ છે. રશિયા ઍલ્યુમિનિયમ અને નિકલનું મોટું સપ્લાયર છે એટલે ઍલ્યુમિનિયમ અને નિકલ બજારોમાં સપ્લાય ડિઝરપ્શનની ભીતિથી બેઉ મેટલ્સના ભાવોમાં તેજી જળવાઈ છે.

યુરોપમાં પાઉન્ડ અને યુરો બન્ને તૂટ્યા છે. યુરો ૧.૨૫થી ઘટીને ૧.૧૯૫૦ થઈ ગયો છે. ૧.૧૭ મજબૂત સપોર્ટ ગણાય અને ૧.૨૧૭૩ રેઝિસ્ટન્સ ગણાય. પાઉન્ડ પણ નરમ છે. પાઉન્ડ ૧.૪૫૫થી ઘટીને ૧.૩૭ થઈ ગયો છે. બ્રેક્ઝિટના મામલે ગુંચવણો વધી છે એની બન્ને કરન્સી પર પ્રતિકૂળ અસર દેખાય છે. બ્રિટન અને યુરોપ બન્ને માટે યુરોપમાં સાથે રહેવું એ જુદા પડવા કરતાં ઓછું નુકસાનકારક છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK