શૅરોમાં ઉછાળે સાવચેતી જોવા મળશે : નિફ્ટી ફ્યુચર ૧૦,૬૩૨ મહત્વનો સપોર્ટ

વાચકમિત્રો, ગયા સપ્તાહ દરમ્યાન ઓવરબૉટ બજારમાં ઉછાળે વેચવાલી જોવા મળી હતી.

ચાર્ટ-મસાલા - અશોક ત્રિવેદી

નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક ધોરણે ૬૫.૦૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૦,૬૫૮.૭૫ બંધ રહ્યું હતું તેમ જ BSE ઇન્ડેક્સ ૫૪.૩૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૩૪,૯૧૫.૩૮ બંધ રહ્યો હતો. ઉપરમાં ૩૫,૦૦૦ ઉપર ૩૫,૧૮૦, ૩૫,૩૫૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૪,૭૯૩ નીચે નબળાઈ સમજવી. ૩૪,૭૯૩ નીચે ૩૪,૬૪૦, ૩૪,૪૫૦, ૩૪,૨૬૦, ૩૪,૧૮૫ સપોર્ટ ગણાય.

સેબીએ શૅરબજારનો સમય પહેલી ઑક્ટોબરથી સવારે ૯થી રાત્રે ૧૧.૫૫ સુધી કરવાની તઘલખી છૂટ આપી છે જેનો BSE, NSEના બ્રોકરો તેમ જ શૅરબજાર સાથે સંકળાયેલા તમામ વર્ગે સખત વિરોધ કરવો જોઈએ. સવારનો દોઢેક કલાક અને સાંજનો દોઢેક કલાક બાદ કરતાં મોટા ભાગના સમયમાં દલાલો માખી જ મારતા હોય છે. દુનિયા સાથે કદમ મિલાવવા જતાં આપણાં કદમ લડખડાય નહીં એનું ધ્યાન રાખવું જોઈએ.

બજાજ ઑટો (૨૮૮૮.૬૫) : ઉપરમાં ૩૦૪૩.૪૦ સુધી ગયા બાદ વેચવાલી જોવા મળે છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૦૮, ૨૯૨૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૮૮૫ નીચે ૨૮૬૮, ૨૮૩૦, ૨૮૧૦ સપોર્ટ ગણાય.

ભારત ફોર્જ (૭૩૩.૧૦) : ૭૮૪.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૪૦ ઉપર ૭૪૫, ૭૫૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૨૪ નીચે ૭૧૮, ૭૧૧, ૭૦૧ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૫,૭૦૧.૭૫) : ૨૩,૬૩૧.૨૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૭૫૪ ઉપર ૨૫,૯૦૦, ૨૬,૧૫૦, ૨૬,૪૨૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫,૫૨૫, ૨૫,૩૯૦ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૧૦,૬૫૮.૭૫)

૯૯૬૦ના બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦,૬૮૫ ઉપર ૧૦,૭૩૮, ૧૦,૭૮૭, ૧૦,૮૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૦,૬૩૨ નીચે ૧૦,૫૮૦, ૧૦,૫૨૫, ૧૦,૪૭૫, ૧૦,૩૭૦ સપોર્ટ ગણાય. સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

તાતા ઍલેક્સી (૧૧૬૦.૫૫)

ઉપરમાં ૧૨૫૯.૬૦ સુધી ગયા બાદ વેચવાલી જોવા મળે છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૭૬ ઉપર ૧૧૯૭, ૧૨૧૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૧૫૨ નીચે ૧૧૩૩, ૧૧૧૨, ૧૦૯૧, ૧૦૮૫ સપોર્ટ ગણાય.

પિડિલાઇટ (૮૫૯.૪૫)

ઉપરમાં ૧૧૧૧.૭૫ સુધી ગયા બાદ વેચવાલી જોવા મળે છે.  દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૭૮ ઉપર ૧૦૯૫, ૧૧૧૧  પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૦૬૧ નીચે ૧૦૪૫, ૧૦૧૦, ૯૯૫ સપોર્ટ ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK