ટૅક્સ-ફ્રી સ્કીમ કરતાં ઊંચું વળતર આપતી સ્કીમમાં રોકાણ કરીને ટૅક્સ ભરવામાં વધુ સાર

મ્યુચ્યુઅલ ફન્ડ્સના ડિવિડન્ડ અને ઇક્વિટી યોજના પર ટૅક્સ આવી જતાં રોકાણકારો થોડા મૂંઝાયા છે : ફન્ડ્સની યોજનામાં લાંબા ગાળાના રોકાણના લાભ સમજી લેવાનું સલાહભર્યું છે


મ્યુચ્યુઅલ ફન્ડનો ફન્ડા - જયેશ ચિતલિયા

આ વખતે બજેટમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સની યોજનાના ડિવિડન્ડ પર ટૅક્સ અને ઇક્વિટી સ્કીમના વેચાણ પર એક વર્ષ બાદ લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ (LTCG) લાગુ થવાને પગલે મ્યુચ્યુઅલ ફન્ડ્સની યોજનાઓમાં રોકાણ કરતા વર્ગમાં થોડી ચિંતા અને મૂંઝવણ વધી છે. અત્યાર સુધી આ બાબત ટૅક્સ-ફ્રી હતી. લૉન્ગ ટર્મ ગેઇન (એટલે કે એક વર્ષ બાદ થયેલો નફો) ટૅક્સ-ફ્રી હતો અને ડિવિડન્ડ તો કાયમી ધોરણે કરમુક્ત હતું. જ્યારે હવે આ બન્ને કરપાત્ર થઈ ગયા અને એ પણ ૧૦ ટકાના દરે ટૅક્સ ભરવાનો થશે. ઇક્વિટી શૅર પરના લૉન્ગ ટર્મ ગેઇનને પણ ૧૦ ટકાનો ટૅક્સ લાગુ કરાતાં એમાં રોકાણ કરતી ફન્ડની સ્કીમમાં હવે રોકાણ કરવું કે નહીં એ ચર્ચાનો વિષય બની ગયો છે. જો આમાં રોકાણ ન કરવું તો શું કરવું? બીજે ક્યાં રોકાણ કરવું એવા સવાલ પણ ઊભા થઈ રહ્યા છે.

સામાન્યપણે ઇક્વિટી રોકાણનું સીધું જોખમ ન લેવા માગતા રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડની યોજના પસંદ કરતા હોય છે જે એકંદરે સલામત ગણાય છે. ખાસ કરીને નાના રોકાણકારોમાં એનું વધુ આકર્ષણ રહે છે. એમાંય વળી સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) તો સૌના પ્રિય બની ગયા છે જેમાં સતત રોકાણપ્રવાહ ચાલુ રહે છે. અત્યાર સુધી ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ (ELSS) પણ રોકાણકારોની પસંદગીની સ્કીમ ગણાય છે, જેને હવે ટૅક્સ લાગવાનો છે. વધુમાં ઇક્વિટી સ્કીમને ઇન્ડેક્સેશનનો લાભ પણ નહીં મળે. બાય ધ વે, તો હવે કરવું શું? એની ચર્ચા કરીને સમજીએ.

PPF અને યુલિપ

પહેલી વાત એ સમજી લેવી જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં ઘણા વિકલ્પો છે. માત્ર ઇક્વિટી સ્કીમ પર અને ડિવિડન્ડ પર ટૅક્સ આવી જવાથી એનાથી દૂર ભાગી જવાની જરૂર નથી. લાંબા ગાળે સારું વળતર આપવામાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ હજી બહેતર જ ગણાય. ઇક્વિટીના જોખમ કરતાં સુરક્ષિત ગણાય. નાની રકમ સાથે રોકાણનો વિકલ્પ આપતો સરળ માર્ગ જ ગણાય.

બીજી વાત, પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ (PPF) અને યુનિટ લિન્ક્ડ ઇન્શ્યૉરન્સ પ્લાન (ULIP - યુલિપ)ને સરકારે હજી ટૅક્સ-ફ્રી જ રાખ્યાં છે, ઉપરથી ભ્ભ્જ્માં તો ઉપાડની મુદત હળવી બનાવી છે છતાં ELSS વધુ બહેતર માની શકાય, કારણ કે ૧૦ ટકાના ટૅક્સ બાદ પણ એ વાજબી દરે બહેતર વળતર આપી શકશે, કારણ કે એ ઇક્વિટીલક્ષી સ્કીમ છે. અલબત્ત એમાં રોકાણનો સમયગાળો લાંબો રાખવો આવશ્યક છે. PPF અને યુલિપ ટૅક્સ-ફ્રી હોવા છતાં તેમનાં વળતર નિયત અને મર્યાદિત છે. પરિણામે ELSS હજી સારી કહી શકાય. આ સ્કીમમાં રોકાણકારોને ચોક્કસ સુવિધા એ મળે છે કે એ વચ્ચેના સમયમાં અન્ય ફન્ડમાં શિફ્ટ પણ થઈ શકે છે, જ્યારે યુલિપમાં બંધાઈ રહેવું પડે છે. આવકïવેરાની કલમ ૮૦ સી હેઠળ પણ ચ્ન્લ્લ્ને માત્ર ત્રણ વર્ષનો લૉક ઇન પિરિયડ લાગુ પડે છે.

યુલિપ ટૅક્સ-ફ્રી છે, પરંતુ...


બજેટ બાદ ઘણી વીમા-કંપનીઓ પોતાની યુલિપ સ્કીમ ટૅક્સ-ફ્રી છે એવો પ્રચાર કરી રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ રોકાણકારોએ અહીં એ યાદ રાખવું મહત્વનું છે કે માત્ર કરલાભ જોવા કરતાં વળતરનો લાભ જોવો-સમજવો જરૂરી છે. કરમુક્તિ હોય, પણ વળતર નીચું હોય એવી યોજના કરતાં વધુ વળતર મેળવીને ટૅક્સ ભરવામાં સાર છે, કેમ કે એક તો ટૅક્સ ભરવાનો સંતોષ મળે અને બીજું, ઊંચું વળતર મેળવવાનો આનંદ મળે. વાસ્તવમાં પણ ટૅક્સની જવબદારી સામે તો ઘણાં ડિડક્શન તેમ જ કર રાહતોવાળાં ઇન્વેસ્ટમેન્ટના વિકલ્પ હોય છે, જ્યારે હકીકતમાં ઊંચા વળતરનું મહત્વ વધુ ગણાય. ઇન શૉર્ટ, ટૅક્સ-ફ્રી રિટર્ન કરતાં બહેતર કામગીરીવાળી સ્કીમમાં રોકાણ કરવું વધુ સલાહભર્યું છે.

ડેટ સ્કીમ પસંદ કરાય


આ સંજોગોમાં રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફન્ડ્સની ડેટ સ્કીમ વધુ સારી સાબિત થઈ શકે છે જેમાં રિટર્ન વાજબી મળવા ઉપરાંત લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ ૨૦ ટકા લાગતો હોય તો પણ એમાં ઇન્ડેક્સેશનનો લાભ મળવાથી એકંદરે કરબોજ ઘટે છે. આ ઇન્ડેક્સેશનનો લાભ ઇક્વિટી સ્કીમમાં નથી. માત્ર ડેટ સ્કીમમાં જ છે. જોકે ડેટ સ્કીમમાં ત્રણ વર્ષનો લૉક ઇન પિરિયડ હોય છે, જ્યારે ઇક્વિટી સ્કીમમાં એક વર્ષ બાદ જ લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ લાગી જાય છે છતાં ઇક્વિટી સ્કીમમાં જેમ વધુ સમય તેમ વધુ લાભ કે વળતરની સંભાવના ઊંચી રહે છે એ યાદ રાખવું. શૉર્ટ ટર્મમાં તો લૉસ પણ થઈ શકે. ફાઇનલી એ યાદ રાખવું પણ જરૂરી છે કે રોકાણકારને વાર્ષિક એક લાખ સુધીનો કૅપિટલ ગેઇનનો લાભ કરમુક્ત છે. આનાથી વધુ નફો થયો હોય તો એ વધારાની રકમ પર જ ૧૦ ટકા ટૅક્સ લાગે. વાસ્તે, મ્યુચ્યુઅલ ફન્ડ્સને ટૅક્સના ભારને કારણે છોડી દેવાય નહીં. અલબત્ત, મ્યુચ્યુઅલ ફન્ડ્સને પણ વધુ સમય આપવો આવશ્યક છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK