નિફ્ટીમાં ૪૭૪૮ ઉપર જ રૂખ તેજીની

નિફ્ટીમાં ગઈ કાલે ૪૮૭૦થી ૪૮૯૦ વચ્ચે વેચવાનું જણાવેલું એ મુજબ ઉપરમાં ૪૮૮૪ થયા પછી સોમવારનું ઓપનિંગ ૪૮૭૦ અને ૪૮૫૦ તૂટતાં ઘટાડાની ઝડપ વધી અને નીચામાં ૪૭૮૦ તૂટતાં ગભરાટમાં નબળા વર્ગનો તેજીનો વેપાર ૪૭૩૦ સુધીમાં સરખો થયા બાદ નીચા મથાળે વેચાણકાપણી તેમ જ ઇન્વેસ્ટમેન્ટ લેવાલીએ પ્રત્યાઘાતી સુધારામાં ૪૭૭૪ પાસે બંધ રહી છે.

 

(સ્ક્રિપ સ્કોપ - ભરત દલાલ)

આજના ઘટાડાનું મુખ્ય કારણ રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા સ્ટેટ બૅન્ક જે દેશની અગ્રગણ્ય અને નંબર-ટૂનું સ્થાન ધરાવે છે એનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને આડકતરી રીતે દેશની બૅન્કિંગ સિસ્ટમ જોખમી હોવાનો ઇશારો કરતા સ્ટેટ, આઇસીઆઇસીઆઇ, એચડીએફસી બૅન્કોમાં ઝડપી ઘટાડાને કારણે નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ ૪૭૧૮ના બૉટમ સામે ૪૭૨૬ એ હાયર બૉટમ છે. હવે આજે જો ૪૭૧૮ ન તૂટે અને બંધ ૪૭૪૮ ઉપર આવશે તો બજારમાં ગભરાટ શમી નવા સપ્તાહમાં ૪૯૨૦થી ૪૯૭૦ સુધીનો ઉછાળો જોવા મળશે. આજે ૪૭૦૦ની સપાટી નીચે નવી લેવાલીથી દૂર રહેવું. આજે સ્ટેટ બૅન્ક એસીસી અને નિફ્ટીની ટર્નિંગ છે.

મુંબઈ શૅરબજાર આંકમાં આજ માટે ૧૫,૬૭૦ નજીકની અને ૧૫,૪૮૦ દૂરની ટેકાની સપાટી છે, જ્યારે ઉપરમાં ૧૫,૯૩૦ ઉપર સુધારાની ચાલમાં ૧૬,૧૫૦ સુધીનો ઉછાળો જોવા મળશે. નિફ્ટીમાં ૪૭૦૫ મહત્વની ટેકાની સપાટી છે, જે તૂટતાં ગભરાટમાં ૪૬૮૦થી ૪૬૫૦ સુધીના ઘટાડામાં લેણ કરવું અને ફરી ૫૭૦૫ કુદાવતાં વધારવું અને ઉપરમાં ૪૮૦૫થી ૪૮૨૦ વચ્ચે થોડો નફો કરવો.

લાર્સન

૧૩૩૫ ઉપર લેણ કરવું અને ૧૩૫૫ ઉપર વધારવું. ૧૩૮૦  રૂપિયા કુદાવતાં ૧૪૨૫નો ભાવ આવશે.

મારુતિ

૧૦૮૩ રૂપિયાના સ્ટૉપલૉસે લેણ વધારવું. ઉપરમાં હવે ૧૧૧૮ ઉપર ૧૧૪૦ રૂપિયા સુધીના ઉછાળાની શક્યતા છે.

બૅન્ક નિફ્ટી

૮૯૦૦ ઉપર જ સુધારાની ચાલમાં ૯૧૭૦ સુધીનો ઉછાળો. નીચામાં ૮૭૦૬ અને ૮૫૯૦ ટેકાની સપાટીઓ છે.

સ્ટેટ બૅન્ક

૧૭૫૧ નીચે ૧૭૩૦થી ૧૬૮૦ સુધીના ઘટાડાની શક્યતા છે, જ્યાં ડિલિવરી બેઝ ખરીદી તેમ જ ૧૮૫૦નો કૉલ ખરીદવાની સલાહ છે. ૧૭૯૦ ઉપર ૧૮૬૦ સુધીના ઉછાળાની શક્યતા છે.

રિલાયન્સ

૭૮૬ રૂપિયા નીચે ૭૯૪ના સ્ટૉપલૉસે રૂખ મંદીની અને નીચામાં ૭૭૦ તૂટતાં ૭૫૮ રૂપિયાનો ભાવ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK