યુરો ઝોનમાં ઇટલીના મામલે તનાવ વધતાં સોનામાં મજબૂતી

ઇટલીને બજેટમાં ફેરફાર કરવા યુરોપિયન ફાઇનૅન્સ મિનિસ્ટરોનું અલ્ટીમેટમ : ભારતમાં દિવાળી પહેલાં સોનામાં વધતી તેજી

GOLD



યુરો ઝોનમાં ઇટલીના મામલે તનાવ વધી રહ્યો છે. યુરોપિયન ફાઇનૅન્સ મિનિસ્ટરોએ ઇટલીને બજેટમાં ફેરફાર કરવા અલ્ટીમેટમ આપી દીધું છે, પણ ઇટલી દ્વારા બજેટમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે એવો સ્પક્ટ પ્રત્યુત્તર આવતાં યુરો ઝોનમાં ઇકૉનૉમિક અને પૉલિટિકલ ક્રાઇસિસ વધવાનાં સ્પક્ટ એંધાણ દેખાવા લાગ્યાં છે જેને પગલે સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી અને વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૧૨૩૫ ડૉલર નજીક પહોંચી ગયું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનાની તેજીને પગલે મુંબઈમાં ગઈ કાલે સોનાનો ભાવ ૫૦ રૂપિયા વધીને પ્રતિ ૧૦ ગ્રામનો ૩૧,૯૬૦ રૂપિયા થયો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઑક્ટોબરમાં વધ્યો હતો. કમ્પોઝિટ PMI (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) ઑક્ટોબરમાં વધીને ૫૪.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૫૪.૮ પૉઇન્ટ અને સપ્ટેમ્બરમાં ૫૩.૯ પૉઇન્ટ હતો. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો PMI ૫૫.૬ પૉઇન્ટથી વધીને ઑક્ટોબરમાં ૫૫.૭ પૉઇન્ટ અને સર્વિસ સેક્ટરનો PMI ૫૩.૫ પૉઇન્ટથી વધીને ૫૪.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. બ્રિટનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઑક્ટોબરમાં ઘટીને સાત મહિનાના તળિયે ૫૨.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૫૩.૯ પૉઇન્ટ હતો. અમેરિકાના તમામ સ્ટૉક ઇન્ડેક્સ સોમવારે ઓવરનાઇટ સુધરતાં એશિયન સ્ટૉકમાર્કેટો પણ ગઈ કાલે સવારે સુધર્યા હતા, પણ અમેરિકન મિડ-ટર્મ ઇલેક્શન અને ફેડની મીટિંગના આઉટકમની રાહમાં ડૉલર અને સોનું રેન્જબાઉન્ડ રહ્યાં હતાં.


આ પણ વાંચોઃસરકારે જ્વેલરીના ઉત્પાદનમાં વપરાતી કેટલીક ચીજોની નિકાસનાં ધોરણો હળવાં કર્યા


શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકન મિડ-ટર્મ ઇલેક્શન, ફેડની મીટિંગ અને ઈરાન પર અમેરિકાના પ્રતિબંધની અસર આવનારા દિવસોમાં સોનાના ભાવ પર જોવા મળશે. જોકે આ ઉપરાંત પણ કેટલીક ઘટનાઓ આકાર લઈ રહી છે જે સોનાના ભાવમાં મોટી ઊથલપાથલ કરાવી શકે છે. ખાસ કરીને યુરોપિયન યુનિયનમાં ફરી ક્રાઇસિસ ઊભી થઈ રહી છે. બ્રેક્ઝિટના ફેંસલા સમયે સોનાના ભાવમાં થયેલી ઊથલપાથલનું પુનરાવર્તન ફરી આવતા ચાર-છ મહિનામાં જોવા મળી શકે છે. યુરોપિયન યુનિયનના ફાઇનૅન્સ મિનિસ્ટરોએ ઇટલીને એના બજેટપ્લાનમાં ફેરફાર કરવાની તાકીદ કરી છે અને એ માટે માત્ર એક સપ્તાહનો સમય આપ્યો છે. ઇટલીએ એના બજેટપ્લાનમાં કોઈ પણ ફેરફાર નહીં થઈ શકે એવું અગાઉ પણ સ્પક્ટપણે કહ્યું હતું અને હાલ પણ કહી દીધું છે. યુરોપિયન યુનિયન જો ઇટલી પર દબાણ વધારશે તો યુરો ઝોનમાં વધુ એક ભંગાણ પડવાની શક્યતા ઊભી થશે. બ્રિટનની યુરોપિયન યુનિયનથી છૂટા થવાની પ્રક્રિયાને હજી આખરી ઓપ આપી શકાયો નથી ત્યારે ઇટલી મામલે કોઈ નવી બબાલ ઊભી થશે તો સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધશે અને ભાવમાં તેજીની આગેકૂચ જોવા મળશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK