અમેરિકામાં વિકાસદર ૪.૧ ટકા

ફેડરલ બૅન્ક વ્યાજદરમાં વધારો કરશે : રૂપિયામાં વચગાળાનો સુધારો, યુઆનમાં વણથંભી નરમાઈ

કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

અમેરિકન અર્થતંત્રના સેકન્ડ ક્વૉર્ટરના GDP આંકડા ખૂબ મજબૂત આવ્યા છે. ફર્સ્ટ ક્વૉર્ટરમાં વિકાસદર ૨.૨ હતો એની સામે સેકન્ડ ક્વૉર્ટરમાં વિકાસદર ૪.૧ ટકા આવ્યો છે. વપરાશી ખર્ચમાં ૪ ટકા જેવો જોરદાર ઉછાળો આવ્યો છે. આર્થિક વિકાસદરમાં વપરાશકારોનો હિસ્સો ૭૦ ટકા જેવો છે એ જોતાં વપરાશમાં વૃદ્ધિ ખૂબ સારા સમાચાર છે. ટ્રેડ-વૉરને કારણે અમેરિકી અર્થતંત્રને નુકસાન થશે એવા માહોલ વચ્ચે તાજેતરમાં ટ્રમ્પે ફેડ પર હુમલો કરતાં કહ્યું હતું કે ફેડ વ્યાજદર વધારે છે એટલે ડૉલર મજબૂત થાય છે એનાથી અમે કરેલું ધોવાઈ જાય છે. જોકે આ શુક્રવારે GDP ડેટા ખૂબ સારા આવતાં એનો જશ ટ્રમ્પ એકલે હાથે ખાટવા મચી પડ્યા હતા. હજી તો શરૂઆત છે, હજી તો ખૂબ વિકાસ થવાનો બાકી છે એવા ટ્વિટરનો મારો ચાલ્યો હતો. GDPના આંકડા જોતાં હવે બુધવારે ફેડની બેઠકમાં વ્યાજદરવધારો થશે જ એવું માની શકાય. હવે ૨૦૧૮માં કુલ બે વાર વ્યાજદરમાં વધારાની સંભાવના ફરી જોરમાં આવી ગઈ છે.

બજારોની વાત કરીએ તો ડૉલર ઇન્ડેક્સમાં વધ-ઘટ સાંકડી રહી. ટ્રમ્પે ડૉલરની તેજી રોકવા નીચા ડૉલરની તરફેણ કરી એ પછી ડૉલેક્સ ઘટીને ૯૩.૫૬ થઈ ગયા પછી ફરી સુધરીને ૯૪.૫૫ આવ્યો હતો. બુધવારે ફેડની મીટિંગ પર બજારની નજર છે. ટેક્નિકલી ડૉલેક્સ હજી મકકમ છે. ઇલિયટ વેવ મુજબ ડૉલકસ ૯૭.૫૦-૯૯.૭૦ જઈ શકે છે. યુરો અને પાઉન્ડના ચાર્ટ નબળા છે. યુરોમાં ટાર્ગેટ ૧.૧૨ અને ૧.૦૮ આવી રહ્યા છે. પાઉન્ડનો ટાર્ગેટ ૧.૨૨-૧.૨૩ આવે છે. ડૉલર ઇન્ડેક્સની હાલની તેજી વચગાળાની તેજી છે. ઇન્ડેક્સ ૯૮-૯૯ આસપાસ આવે એ પછી મંદી શરૂ થઈ શકે, વીકલી ચાર્ટમાં લૉન્ગ ટર્મ ટાર્ગેટ ૮૭-૮૮ છે.

દરમ્યાન અમેરિકી શૅરબજારમાં ટેક્નૉલૉજી શૅરોમાં ફેસબુકના શૅરનો કડાકો ટૉક ઑફ ટાઉન હતો. બુધવારે ફેસબુકનો શૅર ૨૦ ટકા ઘટ્યો હતો. ગુરુવારે ટ્વિટર પણ ઘટ્યો હતો. સોશ્યલ મીડિયાની બન્ïને કંપનીઓમાં વિઝિટર ઘટ્યા છે. ડેટા લીકેજ, ફેક ન્યુઝ જેવાં કારણોથી સોશ્યલ મીડિયામાં સિક્કાની કાળી બાજુ પણ દેખાવા લાગી છે. અન્ય ટેક્નૉલૉજી કંપની ટેસ્લા પણ શૉર્ટ સેલર માટે સૉફટ ટાર્ગેટ બની રહી છે. એલન મસ્કના કૌશલ્ય પર હજી લોકોનો ભરોસો છે. SpaceXÜë ફાલ્કન ૯ રૉકેટમાં ટેસ્લાને અવકાશમાં મોકલી અને એ જ રૉકેટને ધરતી પર ફરી બોલાવીને મસ્કે ઇતિહાસ સર્જી‍ દીધો છે, પણ ટેસ્લા કારના ઉત્પાદનમાં વિલંબ મોટું નેગેટિવ પાસું છે.

રૂપિયાની વાત કરીએ તો અત્યાર પૂરતું રૂપિયામાં બૉટમ બની ગયું હોય એમ લાગે છે. ૬૯ ઉપરના સ્તરે રિઝવર્‍ બૅન્ક અને પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ બૅન્કો ડૉલર વેચવા આવે છે. જો ક્રૂડ ઑઇલમાં ડીપ કરેક્શન આવે અને ભાવ ૫૫-૬૦ ડૉલર થાય તો રૂપિયો ૬૫.૫૦ સુધી જઈ શકે. એનાથી વિપરીત, જો વ્યાજદર વધે અને ફેડનું ફૉર્વર્ડ ગાઇડન્સ હોકિશ રહે તો રૂપિયામાં નવેસરથી મંદી થાય અને રૂપિયો ૭૨.૨૦-૭૨.૮૫ સુધી પણ જઈ શકે. ડૉલર ઇન્ડેક્સ ૯૯ થવાનો હોય તો રૂપિયો ૭૨.૨૦ સમજવો અને જો ડૉલર ઇન્ડેક્સ ૯૨ નીચે જવાનો હોય, ડૉલેક્સની ગતિ ૮૮ તરફની હોય તો રૂપિયો ૬૬-૬૭ થશે એમ સમજવું.

એશિયામાં યુઆન વધુ તૂટીને ૧૩ મહિનાની નીચી સપાટી ૬.૮૩ થઈ ગયો હતો. યુરો પણ નરમ હતો. ઇમર્જિંગ એશિયામાં ફિલિપીન્સ, ઇન્ડોનેશિયા, મલેશિયા જેવાં શૅરબજારોમાં ફરી ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો સક્રિય થયા છે એ પણ ભારત માટે સારા સમાચાર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK